Apr 172008
 

કામ પરથી થાક્યો પાક્યો પતિ ઘરે આવે છે.

પત્ની: “જુઓને આ ઈસ્ત્રી ચાલતી નથી.”

પતિ: “હું કાંઇ ઇલેક્ટ્રીશિયન નથી, ઇલેક્ટ્રીશિયનને બોલાવી લે.”

બીજે દિવશે પણ પતિના આવવા સાથે પત્ની કહે છે: “જુઓને આ કબાટના દરવાજા ખૂલતા નથી.”

પતિ: “હું કાંઇ સુતાર નથી, કોઇ સુતારને પકડીને કરાવી લે.”

ત્રીજે દિવશે પતિ ઘરે આવે છે ત્યારે પત્ની ખુશ થતાં: “મારા બધા કામ થઈ ગયા! બાજુવાળો યુવાન પડોશી આવીને કબાટના બારણા અને ઈસ્ત્રી સરખી કરી ગયો.” Continue reading »

Apr 162008
 

સાન્તા, પ્રેમનો પ્રસ્તાવ મૂકતાં: “ડાર્લિંગ, શું તું મારી સાથે લગ્ન કરીશ?”
છોકરી: “પહેલા તારી ભાષા સુધાર”
સાન્તા: “બહેનજી, શું આપ મારી સાથે લગ્ન કરશો?”

***

જજ: “ફાંસીના માંચડે ચડતાં પહેલાં તારી કંઇ અંતિમ ઈચ્છા?”
સાન્તા: “મારા પગ ઉપર અને માથું નીચે કરીને ફાંસી આપવામાં આવે!”

***

બન્તા: “મેં તારો મોબાઈલ ઘણી વખત ટ્રાય કર્યો, હંમેશા સ્વિચ ઑફ બતાવે છે!”
સાન્તા: “અરે!, એ તો મારી કોલર ટ્યુન છે!”

*** Continue reading »

Apr 132008
 

૨૧. તમે જીતો કે હારો તે મહત્વનું નથી, મહત્વનું છે હું જીત્યો કે હાર્યો!

૨૨. જીવન આનંદદાયક છે. મૃત્યુ શાંતતાદાયક છે. તકલીફ આ બંનેના વચ્ચેના સમયની છે!

૨૩. આ છેતરપીંડી ન કહેવાય, હું આને સમસ્યાનો રચનાત્મક ઉકેલ કહીશ.

૨૪. દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરુષ હોય છે જે આશ્ચર્ય ચકિત થયો હોય છે!

૨૫. જેણે કહ્યું કે પૈસાથી સુખ ખરીદી શકાતું નથી તેને કદાચ ખબર નહીં હોય કે સુખ ક્યાંથી ખરીદી શકાય!

૨૬. દુશ્મનોને માફ કરો/ભૂલી જાઓ, પણ તેમના નામ યાદ રાખો!

૨૭. આપણે જેટલું મુર્ખતા ભર્યું પરાક્ર્મ કરતા હોઈએ તેના પ્રમાણમાં લોકો આપણી તરફ જોતા હોય છે!

૨૮. પ્રેમ ફોટો જેનિક છે, તેને ‘ડેવલપ’ કરવા માટે અંધારું જોઈએ!

૨૯. આપણે નસીબમાં માનવું જોઈએ, નહીં તો આપણે બીજાઓની અણગમતી સફળતા વિશે કેવી રીતે સમજાવી શકશું?

૩૦. દારૂડીયો: “મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે?” જજ: “પીવા માટે” દારૂડીયો: “તો કરો ચાલુ” (કોર્ટમાં હસાહસ) જજ: “ઓર્ડર, ઓર્ડર” દારૂડીયો: “એક લાર્જ સોડા વગર!”

***

ચબરાકિયાં (ભાગ – ૧)

Apr 122008
 

એક વખત એક સર્કસમાં આગ લાગી અને બધું જ બળીને ખાખ થઈ ગયું, ફક્ત એક હાથી અને તેનો મહાવત બચ્યા.

મહાવત પોતાના ગુજરાન અને હાથીના ભરણપોષણ માટે હવે શું કરવું તેની ચિંતામાં પડ્યો. કાયદાના કડક નિયમોને કારણે અને ફક્ત એક જ હાથી બચ્યો હોવાને કારણે ફરી સર્કસ ચાલુ કરવું અશક્ય લાગતાં મહાવતે એક નવો તુક્કો અજમાવ્યો. તે ગામે ગામ અને શહેર શહેર ફરીને લોકોને પડકાર કરતો કે હાથીને બેપગે ઊભો કરો અને ૧૦૦ રૂપિયા ઈનામમાં મેળવો. તે માટે તેણે ૧૦ રૂપિયા ટિકિટ રાખી.

દિવસ દરમ્યાન ઘણા લોકો આ પડકાર જીલી લેતા અને હાથીને બેપગે ઊભો રહેવા માટે અલગ અલગ રીત અજમાવતા. કોઈ બોલીને હાથીને બેપગે ઊભું રહેવા કહેતું તો કોઈ બુચકારીને, કોઈ એક્ટીંગ કરીને તો  કોઈ ઠપકારીને. હાથીને કંઇ અસર નહોતી થતી અથવા એમ કહી શકાય કે કંઇ ન કરવા માટે મહાવતે તેને તૈયાર કર્યો હતો! લોકોને આમ કરતાં સારું એવું મનોરંજન મળતું અને મહાવતને સારી એવી કમાણી થતી અને પોતાનું અને હાથીનું પેટ ભરી શકતો. ગામમાં લોકોનો રસ ઓછો થતાં તે બીજા ગામે જતો અને એવી રીતે તેનું ગુજરાન ચાલતું. Continue reading »