Jun 122008
 

એક વખત એક સોફ્ટવેર એન્જિનિયર, હાર્ડવેર એન્જિનિયર અને બ્રાન્ચ મેનેજર ત્રણે સાથે મળીને એક ક્લાયંટને મળવા જઇ રહ્યા હતા.

તેઓ વાંકાચૂકા અને ઢાળવાળા રસ્તેથી પસાર થતા હતા ત્યાં ખબર પડી કે ગાડીની બ્રેક ચાલતી નથી! જેમ તેમ કરીને ગાડીને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા અને છેલ્લે એક નાનકડા ટેકરા પાસે અથડાઇને ગાડી ઉભી રહી. બધા કારમાંથી બહાર નીકળ્યા. સદનસીબે કોઇને કંઇ વાગ્યું નહોતું પણ ખૂબ ગભરાઇ ગયા હતા અને હવે શું કરવું? તે પ્રશ્ન પણ ઊભો જ હતો.

મેનેજર: “આપણે અહીં, ટેકરા પાસે, એક મિટીંગ કરીએ, દરેક પોતપોતાના મંતવ્ય દર્શાવે અને આપણે આપના ઉદ્દેશ નક્કી કરી આવનારી સમસ્યાઓના નિરાકરણ માટેની યોજનાઓ બનાવીએ.”

“ના, ના, ” હાર્ડવેર એન્જિનિયરે કહ્યું, “એમ કરતાં તો ઘણો સમય નીકળી જશે, અને ઉપરાંત, આ રીતે ક્યારેય કોઇ કામ થયું નથી. મારી પાસે સ્વિસ આર્મી નાઇફ છે અને પળવારમાં હું ગાડીની બ્રેકમાં શું ખરાબી છે તે શોધીને સરખી કરી દઉં છું…” Continue reading »

May 052008
 

જાપાન મેનેજેમેન્ટની યાદગાર સમસ્યા:

આજે આપણે વાત કરવાના છીએ જાપાનની સાબુ બનાવતી એક કંપનીની સમસ્યા વિશે. વાત છે ‘ખાલી ખોખા’ની ફરિયાદ વિશે. ગ્રાહકની ફરિયાદ એ હતી કે ક્યારેક ક્યારેક સાબુના ખોખા ખાલી નીકળે છે, અંદર સાબુ હોતો નથી! આ ફરિયાદને કારણે કંપનીની શાખ જોખમાઇ. કંપની તરત જ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો. સાબુ બનાવવાના યંત્રમાં ક્યારેક એવું થતું કે કોઇક ખોખું ખાલી રહી જતું અને તેમાં સાબુ ભરાતા નહીં. સમસ્યા સમજ્યા પછી એન્જિનિયરો દિવસ-રાત કામે લાગી ગયા અને કેટલાક દિવસોની સખત મહેનત અને સારા એવા ખર્ચ પછી અંત્યંત આધુનિક ક્ષ-કિરણો વડે ચકાસણી કરવાનું મોટા મોનિટર વાળું યંત્ર બનાવ્યું અને એક માણસને તેના નિરિક્ષણ માટે મૂક્યો. ખાલી ખોખાની સમસ્યા નિવારી શકાઈ હતી.

આવીજ સમસ્યા જાલંધરની એક સાબુ ફેકટરીમાં થઈ. એક સરદારજીએ મોટો પંખો લાવીને સાબુ બનાવવાના યંત્ર પાસે મૂકી દીધો. હવાના કારણે ખાલી ખોખા નીચે પડી જતા અને સાબુ વાળા ખોખા આગળ વધતા…

Apr 082008
 

[ એન્જિનિયર અને મેનેજર વાળી પોસ્ટ વાંચીને મુળ પુનાના અજયભાઈ દેશપાંડે જણાવે છે કે પુણેમાં એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટની ઘણી કોલેજો છે. તેમણે એક રમુજી ટુચકો કહ્યો, લો આપ પણ માણો…]

એક વખત સાત એન્જિનિયરિંગના અને સાત મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પુણેથી મુંબઈ જઈ રહ્યા હતા. તેઓ પુણે રેલ્વે સ્ટેશને ભેગા થયા. બંને ગ્રુપ એક બીજાને ઉતારી પાડવા તત્પર હતા.

દૃશ્ય ૧ (પુણે- મુંબઈ):

મેનેજેમેન્ટ વાળા સાત ટિકિટ લે છે જ્યારે સાત એન્જિનિયર મળીને એક જ ટિકિટ લે છે! બધા ટ્રેનમાં બેસે છે અને મેનેજેમેન્ટના વિદ્યાર્થીઓ ટી.સી. આવવાની રાહ જુએ છે….. Continue reading »

Apr 072008
 

એક યુવતી ગરમ હવાથી ચાલતા બલૂનમાં ઊડવાનો આનંદ માણી રહી હતી. અચાનક તેને ખ્યાલ આવ્યો કે તે રસ્તો ભૂલી ગઈ છે. તેણીએ બલૂનને થોડું નીચે ઉતાર્યું અને એક માણસને જોયો. તેણીએ બલૂનને વધારે નીચું લાવી અને જોરથી બોલી: “મને મદદ કરશો, હું રસ્તો ભૂલી છું. મેં મારા મિત્રને એક કલાક પછી મળવાનું વચન આપ્યું છે. તમે મને કહેશો કે હું ક્યાં છું?”

નીચેથી માણસે જવાબ આપ્યો:  “તમે ગરમ હવાના બલૂનમાં જમીનથી લગભગ ૩૦ ફીટ ઊંચે ઊડો છો. તમે ઉત્તર અક્ષાંસ ૪૦ અને ૪૧ વચ્ચે છો અને પશ્ચિમ રેખાંશ ૫૯ અને ૬૦ વચ્ચે છો.”

“તમે જરુર એન્જિનિયર હશો” બલૂનમાંથી યુવતીએ કહ્યું.

“સો ટકા સાચું” જમીન પરના માણસે કહ્યું: “તમને કેવી રીતે ખબર પડી?” Continue reading »