Mar 202016
 

પ્રિય મિત્રો,

૮૦/૩૬૬

ભુજથી પુણે આવતાં રસ્તામાં મુંબઈનું એક પરું આવ્યું – સાયન. રેલ્વે સ્ટેશનના પાટિયામાં ચાર નામ વાંચવા મળ્યા : SION, સાયન, શિવ અને શીવ. (જુઓ નીચેનું ચિત્ર)

sion

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કર્યા અને વિકિ દ્વારા જાણવા મળ્યું કે વર્ષો પહેલા સાયન એ મુંબઈ શહેરની સરહદ (લિમિટ)નું સ્ટેશન હતું. મરાઠીમાં શીવ એટલે સરહદ/લિમિટ અને અંગ્રેજોએ શીવનું કર્યું સાયન. અંગ્રેજીમાં સાયન (SION) એ ઝીઓનમાંથી આવેલું છે અને ઝીઓન નામની ટેકરી પર જેરુસલેમ નામનું શહેર આવેલું છે. સાયનમાં પણ ટેકરી છે અને તેના પર સાયનનો કિલ્લો આવેલો છે. બીજું સાયનમાં એક પ્રાચિન શિવ મંદિર પણ છે, કદાચ તેના પરથી ‘શિવ’ કહેવાયું હોય. મુંબઈનો ઈતિહાસ વાંચવો પડે સાચું કારણ જાણવા માટે. અત્યારે આટલું જ.

– વિનય ખત્રી

Jul 142011
 

પ્રિય મિત્રો,

આજે એક સાથે ત્રણ ટોપિક રજુ કરું છું:

૧) વર્ડપ્રેસ તરફથી વધુ એક નવો થીમ – Matala

છાપાળવી ભાષામાં કહીએ તો,  વર્ડપ્રેસ તરફથી જાહેર કરાયેલા એક થીમની જાહેરાતની શાહી સૂકાઈ નથી ત્યાં બીજા એક નવા થીમની જાહેરાત કરવામાં આવી છે!

આ પહેલા રજુ થયેલા થીમ Château કરતાં એકદમ અલગ ડિઝાઈનનો આ નવો થીમ ચળકતા રંગો અને રમતિયાળ દેખાવ ધરાવે છે. આ થીમની મૂળ ડિઝાઈન Nicolò Volpato એ કરી હતી.

આ થીમમાં ત્રણ જગ્યાએ (જમણી બાજુએ સાઈડબારમાં અને લખાણની નીચે) વિજેટ મૂકવાની સગવડ છે. એકાદ ચિત્ર હોય તેવા લેખને સાઈડબાર વગર (એટલે કે આખા પાના પર )દેખાડી શકાય એવી સુવિધા ધરાવે છે. ઉપરાંત  aside, status, quote, video, image અને gallery એમ છ અલગ અલગ રીતે પોસ્ટ દર્શાવવા માટેના વિકલ્પો ધરાવે છે.

થીમ વિશે અહીં વધુ લખવા કરતાં તમે આ થીમ બ્લૉગ બુકલેટ પર જાતે જોઈ શકો છો: Continue reading »