Nov 052014
 

પ્રિય મિત્રો,

આજે અહીં એક એવી વાત કહેવી છે જે વ્યસ્ક વ્યક્તિ જ કરી શકે અને મેં મારી જિંદગીમાં પહેલી વાર કર્યું : મતદાન

લોકસભા ચૂંટણી વખતે આપણાં લાડલા અને દેશના વડાપ્રધાન પદના ઉમેદવાર શ્રી નરેન્દ્ર મોદીએ એક સભામાં કહ્યું હતું કે મતદાર યાદીમાં આપનું નામ ન હોય તો નોંધાવી લેજો.

હું જન્મ્યો અને મોટો થયો ભુજમાં પણ ૧૮નો થાઉં તે પહેલા ભુજ છોડી દીધેલું. મુંબઈ આવ્યો. રાજકારણમાં રસ નહીં અને કોઈ વખત મતદાન કર્યું નહોતું. આ વર્ષે થયું કે મતદાનની પવિત્ર ફરજ બજાવવી જોઈએ. મામલતદાર ઓફિસમાં જઈ ફોર્મ ૬ ભર્યું અને મતદાર ઓળખ પત્ર આવવાની રાહ જોઈ. લોકસભાની ચૂંટણી આવીને ગઈ પણ મતદાર ઓળખ પત્ર આવ્યા નહીં! તપાસ કરતાં જાણવા મળ્યું કે આવનારી વિધાન સભાની ચૂંટણી પહેલા મળી જશે, અને તેમજ થયું.

મતદાનના દિવસે (૧૫ ઑક્ટોબર) સવારે સૌથી પહેલા જઈને જિંદગીમાં પહેલી વારનું મતદાન કર્યું (જુઓ અંગુઠાનું ચિત્ર) અને પરિણામ આવવાની રાહ જોઈ.

thumb

પરિણામ આવ્યું, અમારા વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર શ્રી દિલિપ કાંબળે જીતી ગયા.

Dilip Kamble

જેને મત આપ્યો હતો તે જીત્યા. એટલું જ નહીં ૩૧મી એ વાનખેડે સ્ટેડિયમાં રાજ્ય પ્રધાન તરીકે શપથ વિધિ પણ થઈ ગઈ.

ચાલો, શરૂઆત તો સારી થઈ.