Jun 082016
 

પ્રિય મિત્રો,

સોસિયલ મિડિયામાં એક ચિત્ર ફરે છે જેમાં રસ્તા પરના ફેરીયાએ કંઈક લખ્યું છે –

અને આ પોસ્ટને એ લોકો લાઈક/કોમેન્ટ/શેર કરી રહ્યા છે જેઓ કોલ્ડડ્રીંકનો ઓર્ડર આપરી વખતે ‘ઠંડા લાના’ ઉમેરવાનું ભૂલતા નથી! અરે ભાઈ, ઠંડું હોય તેને જ કોલ્ડડ્રીંક કહેવાય. આ એજ લોકો છે જેઓ ગોલ સર્કલ પર કોઈને મળવા બોલાવતા હોય છે. સર્કલ ગોળ જ હોય, ચોરસ નહીં. જરૂરી વાતો /ખરાઈ ‘રાઈરટિંગમાં લખીને આપવાનું કહેતા આ જ લોકો હોય છે. એમની જ ક્યારેક ક્યારેક ગલતી સે મિસ્ટેક થઈ જતી હોય છે!

ગુજરાતીમાં વપરાતો એક શબ્દ છે – અંજળપાણી (જુઓ ભગવદગોમંડળ)

જેમાં પહેલા શબ્દ અંજળ (અન્ન+જળ)માં જ પાણી સમાયેલું છે તોય પાછળ પાણી શબ્દ ઉમેરાય છે જ ને!

શાયરીમાં અને વાક્ય રચનામાં પણ ક્યારેક જે તે શબ્દ પર ભાર આપવા તે બમણી વખત ડબલ વપરાય છે. દા.ત. ધીરે ધીરે

તો, આવી ભૂલોને બહુ ગંભીરતાથી સિરિયસ ન લેવી અને ફેરિયાની હસી મજાક કરવાને બદલે ભૂલ સુધારવા માટે ફેરીયાની બનતી કોશિશ કરવી.

અપડેટ – આવો જ એક બીજો શબ્દ છે – ગુલાબજળ જે પોતે ગુલ+આબ (એટલે પાણી)નો બનેલો છે!

gulaabjal

– વિનય ખત્રી

વિશેષ વાંચન

Apr 072016
 

પ્રિય મિત્રો,

૯૮/૩૬૬

બે દિવસ પહેલા એક પોસ્ટ મૂકી હતી, ‘તમે જ્યારે ઉતાવળમાં હો છો ત્યારે ભૂલો કરો છો‘ જેમાં બે ભૂલો થઈ હતી, એક ઉતાવળને બદલે ઉતાવડ લખાયું હતું.

hungry

…અને બીજી ‘હંગ્રી’ને બદલે ‘હરી’ સમજીને ભાષાંતર કર્યું હતું.

hungry2

તમે ભૂખ્યા હો છો ત્યારે ભૂલો કરો છો…

પહેલી ભૂલ તરફ ઘણાંએ ધ્યાન દોર્યું, બીજી અને વધુ ગંભીર ભૂલ તરફ બહુ ઓછાનું ધ્યાન ગયું.

અમેરિકાથી મનસુખલાલભાઈ ગાંધીએ કોમેન્ટ કરી ધ્યાન દોર્યું તે માટે આભાર.

comment

– વિનય ખત્રી

Apr 052016
 

પ્રિય મિત્રો,

૯૬/૩૬૬

આજે સમયના અભાવે અને આગોરી ગોઠવણને અભાવે પોસ્ટ મોડી મૂકું છું.

‘સ્નીકર્સ’ની આ જાહેરખબર જોવા જેવી છે…

તમે જ્યારે ઉતાવળમાં હો છો ત્યારે ભૂલો કરો છો

સ્ત્રોત એડવીક

– વિનય ખત્રી