May 132010
 

પ્રિય મિત્રો,

લેખની શરૂઆત એક ઉગતા નવોદિત કવિની  ‘સ્વરચિત’ રચનાના એક શેરથી કરીએ તો?

શું જાણે મારા દિલને શું થયું?
હજી તો અહીં એ હતું ક્યાં ગયું?

શેર જોઈને વાહ! તો કહ્યું અને પછી છંદમેળ બરાબર છે કે નહીં તે ચકાશી લેવાનું કહેતો હતો ત્યાં જ બત્તી થઈ! મેં પૂછ્યું તમે યશરાજ ચોપરાની ફિલ્મો જુઓ છો? હા, કવિ ઉવાચ, દિલવાલે દુલ્હનિયા જોઈ’તી? ૩૦ વખત, કવિ બોલ્યા! મેં કહ્યું આને સ્વરચિત કવિતા ન કહેવાય આને પ્લેજરિઝમ કહેવાય! પ્લેજરીઝમ એટલે બીજાના વિચારને પોતાના નામે રજૂ કરવા તે. સાદી ભાષામાં કહીએ તો ચોરી, ઉઠાંતરી, તફડંચી. બ્લૉગ જગતમાં આ સમસ્યા બહુ જ વ્યાપક છે.

બીજો મુદ્દો છે તે લખાણ કૉપી-પેસ્ટનો. કોઈએ મહેનત કરીને લેખ શોધીને તેને ટાઈપ કરી, ભૂલો સુધારી બ્લૉગ પર મૂક્યું હોય અને બીજો બ્લૉગર એ રચના કૉપી કરી પોતાના બ્લૉગ પર મૂકી દે! લખાણ માટે સૌજન્ય ન દાખવે. આ સમસ્યા પણ એટલી જ વ્યાપક છે.

ત્રીજો મુદ્દો છે પ્રેરણાનો. કોઈની રચનામાંથી પ્રેરણા લઈને એક નવી મૌલિક રચના બનાવવામાં આવી હોય. રચનાની શરૂઆતમાં જ મૂળ રચનાનો ઉલ્લેખ કર્યો હોવો જોઈએ નહીં તો તે રચના પ્લેજરિઝમમાં ગણાઈ જવાનો ડર રહે! દા.ત. ગિરિજા માથુરની જાણીતી રચના ‘હમ હોંગે કામયાબ’ એ  ‘વી શેલ ઓવર કમ’માંથી પ્રરણા લઈને લખવામાં આવી છે.

હવે આ ત્રણેય મુદ્દાનો સંગમ આજે મારા ધ્યાનમાં આવ્યો છે. ઈન્ટરનેટ પર ઘણાં સમયથી ફરતો મૂળ અંગ્રેજી સંવાદ ચૅટિંગ વીથ ગોડમાંથી પ્રેરણા લઈ ગોવિંદભાઈ શાહએ એક લેખ લખ્યો, ઈશ્વર સાથે ઑનલાઈન અને તે રીડગુજરાતી પર ૨૧ ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થયો. લેખની શરૂઆતમાં જ પ્રેરણા બાબત યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી છે. આમ ગોવિંદભાઈએ પ્રામાણિકતાથી પોતાના વિચારો રજુ કર્યા છે.

પહેલી એપ્રિલના આ જ લેખ કેતન દવેના નામે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો. આ જુઓ તેનો સ્ક્રિન શૉટ: Continue reading »

Apr 242010
 

પ્રિય મિત્રો,

આજે વર્ડપ્રેસ બ્લૉગની એક નાનકડી પણ મજાની ટિપ રજુ કરું છું:

મારો બ્લૉગ મારી ભાષામાં, બ્લૉગનું સંચાલન અંગ્રેજી ભાષામાં!

વર્ડપ્રેસ તરફથી હમણાં થોડા સમયથી બ્લૉગનું સંચાલન ગુજરાતી ભાષામાં થાય એવી સગવડ ઉમેરવામાં આવી છે. સંચાલન માટેના શબ્દોનું ગુજરાતી ભાષાંતર ઘણાં બધા લોકોએ કર્યું છે. જાજા રસોઈયા રસોઈ બગાડે એવો જ ઘાટ સંચાલનની ગુજરાતી ભાષાનો થયો છે. જેમ આજનાં આપણાં રાજકરણીઓને જોઈને વડીલો કટાક્ષમાં કહે છે કે આના કરતાં તો અંગ્રેજો સારા હતા, એવો જ અભિપ્રાય વર્ડપ્રેસ સંચાલનની ગુજરાતી ભાષા વિશે બાંધી શકાય. આ સમસ્યાના મારી સમજ પ્રમાણે, બે ઉપાય છે, એક ટૂંકાગાળાનો અને બીજો લાંબાગાળાનો. ટૂંકાગાળાનો ઉપાય એ છે કે આપણા વર્ડપ્રેસ બ્લૉગની સંચાલનની ભાષા બદલાવીને પાછી અંગ્રેજી કરી દઈએ. બીજો લાંબાગાળાનો ઉપાય એ છે કે વર્ડપ્રેસ સંચાલનનું ગુજરાતી ભાષાંતર સુધારીએ.

આપણાં વર્ડપ્રેસ બ્લૉગની સંચાલનની ભાષા અંગ્રેજી કરવા માટે આપણાં બ્લોગના ડેશબોર્ડ (ચાલકમંડળ)માં ‘યુઝર્સ’ પર ક્લિક કરી, ‘પર્સનલ સેટિંગ’ પર ક્લિક કરો… Continue reading »