Jun 102016
 

પ્રિય મિત્રો,

સોસિયલ મિડિયામાં બે પ્રકારના વિચિત્ર લોકો જોવા મળ્યા.

એક – જેઓ ક્યાં પણ કંઈ સારું થયું હોય તો તે ભારતના નામે ચડાવીને સોસિયલ મિડિયામાં ફેરવે અને ખોટો ગર્વ લે. દા.ત. પોસ્ટુગલના પૂલનો આ ફોટો ભારતના જમ્મુ-કાશ્મિરનો ગણાવીને ખોટી વાહવાહી ઊઘરાવતા લોકો.

nh1

બીજા પ્રકારના લોકો જેઓ ક્યાંય પણ કંઈ ખોટું થયું હોય તે ભારતના નામે ચડાવીને ભારતને વગોવે. દા.ત. આ ફોટો જુઓ… ‘ઈટ હેપન્સ ઓન્લી ઈન ઈન્ડિયા

આવા ફોટો ફેરવનારને બસ ભારતને વગોવવો હોય છે, એને એ સમજ નથી હોતી કે આવી નંબર પ્લેટ ભારતમાં નથી હોતી. ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરીને જાણ્યું કે આવી ૩૬-એલ૧-૨૫૭૯ નંબર પ્લેટ તૂર્કીમાં હોય છે.

લોલેલોલ ચાલતી ફન સાઈટ પર આવા ચિત્ર મગજ વચ્ચે લાવ્યા વગર પોસ્ટ થતા હોય છે અને એવા જ મગજ વગરના લોકો સમજ્યા વગર આવા ચિત્રો પોતાના સગા/મિત્રોને મોકલીને (ખોટી માહિતી પીરસીને) મૂરખ બનાવતા હોય છે.

– વિનય ખત્રી

Jun 032016
 

પ્રિય મિત્રો,

અમેરિકામાં નાગરિક દીઠ કેટલી કાર છે તેની સરખામણી કરશો તો ભારતનો નાગરિક ગરીબ લાગશે. પણ ભારતની મિડલ ક્લાસ ગૃહિણી પાસે ઘરમાં કેટલું સોનું છે એની સરખામણી કરશો તો અમેરિકા ગરીબ લાગશે.

– સૌરભ શાહ

‘ગુડમૉર્નિંગ’, ‘મુંબઈ સમાચાર’, શુક્રવાર, ૩ જૂન ૨૦૧૬

સૌરભભાઈ શાહનો આજનો લેખ વાંચી એક વાચક મિત્રે કહ્યું કે કલકત્તાનો પૂલ પડી ગયો ત્યારે અમારે ત્યાં અમેરિકામાં બહુ જ સાંભળવું પડ્યું હતું.

(ચિત્ર સૌજન્ય – એએફપી)

આ વાંચી મને થયું કે ચાલો ઈન્ટરનેટને ખૂણેખાંખરે ખાંખાખોળા કરી જાણું કે શું અમેરિકામાં પૂલો પડતા જ નહીં હોય?

વિકિ પર આ મતલબની એક યાદી છે જેમાંથી મેં વર્ષ ૨૦૦૦ પછીના બનાવનું વિશ્લેષ્ણ કર્યું તો જાણવા મળ્યું કે ૮૦માંથી ૭ બનાવ ભારતના હતા (નં ૪,૭,૧૬,૨૩,૩૬,૫૧,૮૦) જ્યારે તમને જાણીને નવાઈ લાગશે કે ૨૦ બનાવ યુનાઈટેડ સ્ટેટ્સ (અમેરિકા)માં બન્યા હતા. (નંબર 1, 5, 6, 9, 10, 11, 13, 28, 31, 33, 40, 45, 48, 60, 65, 66, 71, 74, 75, 77)

સ્ત્રોત – લિસ્ટ ઑફ બ્રીજ ફેલ્યોર – વિકિપિડિયા

અપડેટ – કલકત્તાનો પુલ પડી ગયો તે માટે ભારતીય (મૂળના) લોકોને મહેણા સંભળાવતા અમેરિકનોને આવા બનાવની જાણ જ નહીં થતી હોય?

– વિનય ખત્રી