Mar 062009
 

પ્રિય મિત્રો,

આજે પ્લેજરીઝમના ઉપાયો વિશે લખવાનું હતું પણ કેટલાક કારણોથી આવતી કાલ પર મુલ્તવી રાખ્યું છે.

બીજું વચ્ચેનો કેટલોક સમય હું બ્લોગ જગતથી દૂર રહ્યો. તે સમય દરમ્યાન ફક્ત ઈમેઈલ ચેક કરતો હતો પણ નેટ સર્ફીંગ અને બ્લોગીંગ નહોતો કરી શક્યો. તે સમય દરમ્યાન બનેલા કેટલાક બનાવો મને લાગે છે કે આપની સાથે શેર કરવા જોઇએ.

૧. રણકાર વાળા નીરજ શાહના લગ્ન થયા, નવદંપતીને અભિનંદન!

૨. ફન-એન-ગ્યાન ટૂલબાર પર ટ્રોઝનનો હુમલો થયો જેની જાણ થતાં જ સુધારી લેવામાં આવ્યું. રણકાર.કોમ સાઈટના RSS ફીડમાંથી હતું જે રણકાર.કોમની ફીડ હટાવી લેવાથી સુધારી શકાયું અને હવે નીરજભાઈ શાહ આવીને રણકારને ફરી રણકતો કરી દીધો છે.

૩. દિવ્ય ભાસ્કરની કળસ પૂર્તિમાં સાયબર સફર કોલમના લેખક હિમાંશુ કિકાણીએ સરસ મજાની સાઈટ લોંચ કરી: સાયબરસફર.કોમ

૪. ભગવદ્ગોમંડળ ઓનલાઈન પછી હવે ગુજરાતી લેક્ષિકોન દ્વારા ભગવદ્ગોમંડલ.કોમની ભેટ.

૫. મારા ગુગલ રીડરમાં શેર કરેલા ગુજરતી બ્લોગ જગતની ફીડ કોઈ કારણ સર ચાલતી બંધ થઈ ગઈ છે, કંઈક કરવું પડશે.

૬. રિડિફ.કોમનો ગુજરાતી વિભાગ ફરી શરુ થશે એવું સાંભળ્યું!

૭. દિવ્ય ભાસ્કરનો દિવ્ય પ્રુફ રીડર વિભાગ અને દિવ્ય વેબટીમ વોહી રફતાર બેઢંગી… ચલાવ્યે રાખે છે. કોઈ સુધારો દેખાતો નથી. થોડીઘણી આશા હતી સુધારાની, હવે તે પણ છોડી દીધી છે.

આ સિવાય કંઈ નવાજુની હોય તો જરૂરથી જણાવજો…

Sep 242008
 

ભગવદ્ગોમંડલ

પ્રિય મિત્રો,

વિનય એટલે કે…

૧. આભ્યંતર તપનો એક પ્રકાર; પૂજ્ય કે માન આપવા લાયક માણસનો આદર કરવા રૂપ તપ. (પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ આભ્યંતર તપ છે. – શ્રીમદ્ રાજચંદ્ર)
૨. ઉપદેશ
૩. (જૈન) ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું તે.
૪. દંડ; શિક્ષા
૫. નમસ્કાર; પ્રણામ
૬. નમ્રતા, નમ્રપણું
૭. નમ્રતા દેખાડવી તે; વિવેક; સલુકાઈ; મર્યાદશીલતા; નમ્રતાથી જે વિવેક કરવો તે; સભ્યતા; શિષ્ટાચાર. ગાંધીજી લખે છે કેઃ વિનય સત્યાગ્રહનો કઠિનમાં કઠિન અંશ છે. વિનય એટલે માનપૂર્વક વચન ઉચ્ચારણ એટલો જ અર્થ અહીં નથી. વિનય એટલે વિરોધી પ્રત્યે પણ મનમાં આદર, સરળ ભાવ, તેના હિતની ઈચ્છા ને તે પ્રમાણે વર્તન. સત્યના આગ્ર વિનાનો વિનય વિનય નથી પણ ખુશામત છે, દંભ છે, તેથી ખરું જોતાં તે અવિનય છે. Continue reading »