Apr 012010
 

પ્રિય મિત્રો,

આજે પહેલી એપ્રિલ, ના આજે કોઈને ‘ફૂલ’ બનાવવાનો વિચાર નથી. આજે ફનએનગ્યાન.કોમ ડોમેઈનને આજે વર્ષ ૨ વર્ષ પૂરા થયા. આ શુભ દિવસે ફનએનગ્યાન ટુલબાર અપડૅટ કરવાનું ભગિરથ કાર્ય હાથમાં લીધું છે. આપને વિનંતી છે કે આપના બ્લોગની માહિતી નીચે આપેલા ફોર્મેટમાં gujblog@gmail.com પર મેઈલ કરો.

બ્લોગનો વિષય ખાસ જણાવવું જરૂરી છે. આમ કરવાથી હજાર જેટલા બ્લોગમાંથી વાચક તેને ગમતા વિષય પર બ્લોગ માણી શકે. વિષયમાં તમે તમારા બ્લોગને લગતા પાંચેક શબ્દો જણાવો. દા.ત. કવિતા, સ્વરચિત, સંકલિત, રોજનિશી, હાસ્ય, વાર્તા, ગઝલ, રમતગમત, વાનગી, રાજકારણ,  ફિલ્મ, વગેરે…

આપના બ્લોગનો પરિચય નીચે પ્રમાણેના ફોર્મેટમાં

gujblog@gmail.com પર મેઈલ કરો.

આપનું નામ _______________________________________

ઈમેઈલ _________________________________________

હાલ ક્યાં રહો છો? ___________________________________

ગુજરાતમાં ક્યાંના? __________________________________

બ્લોગનું નામ ______________________________________

બ્લોગની લિન્ક _____________________________________

બ્લોગ વિષય ______________________________________

બીજું આપની જાણમાં હોય એવા તમામ બ્લોગરોને જાણ કરવા વિનંતી તેમજ તેમના બ્લોગની લિન્ક મને મોકલાવશો જેથી હું તેમને માહિતી માટે સંપર્ક કરી શકું.

ગુજરાતી બ્લોગ જગત ૧,૦૦૦ના આંકને ક્યારનું પાર કરી ચૂક્યું છે. આટલા બધા બ્લોગનો સમાવેશ કરવો એ અઘરું કામ છે, છતાં બીડું જડ્પ્યું છે. વ્યસ્તતાની વચ્ચેથી સમય કાઢીને ટૂલબાર અપડૅટ કરી આપની સમક્ષ આવતા મહિને રજૂ કરવાનો વિચાર છે.

નોંધ આપના બ્લોગ વિશેની માહિતી અહીં કોમેન્ટમાં ન મૂકતાં ઉપર જાણાવેલા ફોર્મેટમાં gujblog@gmail.com પર મોકલવાની છે.

-વિનય ખત્રી

Sep 102009
 

પ્રિય મિત્રો,

સહર્ષ જણાવવાનું કે આ ૩૦૦મી પોસ્ટ છે અને આજના દિવસે મારે તમારી સાથે ફનએનગ્યાન વિશે થોડી વાતો કરવી છે.

૧૭ માર્ચ ૦૭થી શરુ થયેલા આ બ્લોગનું ત્રીજી પોસ્ટ પછી બાળ મરણ લગભગ નક્કી હતું. પણ વાચકોના ઉમળકારભેર આવકાર અને બહોળા પ્રતિભાવના પ્રાણવાયુને કારણે આ પડાવ પર પહોંચી શકાયું.

ખાસ કરીને અદ્‌ભુત કળા, નેટસૅવિ, મેનેજમેન્ટ સ્ટોરી અને બત્રીસ કોઠે દીવા વિભાગની પોસ્ટ બધાને બહુ ગમી છે. ફનએનગ્યાન પરથી તફડાવેલું લખાણ ઘણા બ્લોગની શોભામાં અભિવૄદ્ધિ કરી ચૂક્યું છે. ફનએનગ્યાન પરનું કેટલુંય લખાણ ફોર્વર્ડ મેઈલ્સમાં ફોર્વર્ડ થતું થતું ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે તેની કલ્પના પણ કરવી અશક્ય છે.  જોકે આજે આપણે અહીં લખાણ તફડાવતા ચોર્યશિરોમણીઓની કે વાંદરાઓને નકલ કરતાં શિખવતા મદારીઓની વાત કરવાના નથી. આપણે વાત કરવાના છીએ ફનએનગ્યાનની ૩૦૦ પોસ્ટ વિશે…

સૌપ્રથમ આપણે જોઈએ કે ફનએનગ્યાન પર સૌથી વધુ વંચાતી પોસ્ટ કઈ? એટલે કે કયા લેખને સૌથી વધારે ક્લિક મળી?

 1. ફનએનગ્યાન ટૂલબાર (૪,૧૪૦ ક્લિક્સ)
 2. અશ્લીલ સાહિત્ય વાયા બ્લોગ્સ! (૧,૨૫૪ ક્લિક્સ)
 3. સાચી જોડણી અઘરી નથી – ‘અનિમેષ’ (૧,૦૪૩ ક્લિક્સ)

અહીં પહેલા અને બીજા સ્થાને જે પોસ્ટ છે તે સ્વાભાવિક છે. ત્રીજા સ્થાને જોડણી વિશેનો મારો મૌલિક લેખ સુખદ આશ્ચર્ય છે!

પછી જોઈએ સૌથી વધુ કોમેન્ટ કઈ પોસ્ટને મળી છે?

 1. ફનએનગ્યાન ટૂલબાર (૮૨ કોમેન્ટ્સ)
 2. સાચી જોડણી અઘરી નથી – ‘અનિમેષ’ (૭૨ કોમેન્ટ્સ)
 3. ઉઠાંતરીનો સૂર્ય સરખો તપ્યો છે! (૪૩ કોમેન્ટ્સ)

હવે જોઈએ ત્રણ એવી પોસ્ટ જેને લખતી વખતે ધાર્યું હતું કે સારી એવી કોમેન્ટ્સ મળશે પણ આજ સુધીમાં એક પણ કોમેન્ટ ન મળી:

 1. ચાલો ફરવા, વાઘના મંદિરમાં
 2. કુદરતની અદ્‌ભુત કરામત
 3. નેત્રપટલ અને દૃષ્ટિભ્રમ

અને હવે જોઈએ બે એવી પોસ્ટ જેને ધાર્યા કરતાં બહુ જ ઓછી અને તે પણ મોડેથી કોમેન્ટ મળી:

 1. કાલિયાતો કહેતા થા કિ દો થે…
 2. કેટલા રૂપિયા જોઈએ બોલો…

હવે જોઈએ ત્રણ એવી પોસ્ટ જેની નકલ તમને ઘણા બ્લોગ્સ અને ફોર્વર્ડ મેઈલ્સમાં વાંચવા મળે છે…

 1. કેટલીક સાચી વ્યાખ્યાઓ
 2. જીવન જીવવાની જડીબુટ્ટી
 3. પ્રેમાળ પતિ- બત્રીસ કોઠે દીવા

મને ગમતી ત્રણ પોસ્ટ:

 1. પેન્સિલ વડે અદ્‌ભુત કળા!
 2. મારી હેલમેટ ઉતારો રાજ
 3. ચાલો જમવા, આકાશમાં…

શું શોધતા લોકો ફનએનગ્યાન.કોમ પર આવ્યા?

 1. funngyan (૫૭૮)
 2. જોક્સ (૫૦૮)
 3. જીવન જીવવાની (૪૦૬)

ફનએનગ્યાન પર લોકો ક્યાંથી આવ્યા?

 1. જીમેઈલ વાંચીને… ૩૩૭
 2. ગૂગલ રીડરમાંથી… ૩૨૯
 3. રણકાર.કોમ પરથી… ૨૨૪

સૌથી વધુ પ્રતિભાવ કોણે આપ્યા?

 1. નીલા કડકિયા (૮૫) *
 2. ભાવના શુક્લ (૮૪)
 3. કાર્તિક મિસ્ત્રી (૮૨) અને કુણાલ (૮૨)

* નોંધ અને અપડેટ: નીલા આન્ટીએ બે અલગ ઈમેઈલ વડે કોમેન્ટ્સ કરી હતી જેનો સરવાળો કરતાં તેઓ સૌથી ઉપર છે.

સૌથી વધુ ક્લિક્સ (એક દિવસમાં)

 • ૧,૯૫૦ (૨૫ જુન ૨૦૦૮)
Aug 242009
 

પ્રિય મિત્રો,

મધ્યપ્રદેશથી પુણે આવી ગયો પણ ત્યાં બોલાયેલી/સાંભળેલી શુદ્ધ હિન્દી ભાષાનો પ્રભાવ હજી ઉતર્યો નથી એટલે મથાળું હિન્દીમાં બંધાઈ ગયું.

નાદુરસ્ત તબિયત સાથે આડીઅવળી વાતોમાં પડ્યા વગર સીધો મુદ્દાની વાત પર આવું તો આજથી બરાબર દસ વર્ષ પહેલાં ‘બ્લોગ‘ શબ્દ ચલણમાં આવ્યો હતો. આમ તો ‘વેબ લોગ’ શબ્દ થોડો વહેલો, ડિસેમ્બર ૧૯૯૭માં, જ્હોન બાર્ગરે વાપર્યો હતો. તે પછી ૧૯૯૯ની શરૂઆતમાં પીટરે વેબ લોગ(web log)ને જરા અલગ રીતે લખવાનું શરૂ કર્યું, ‘વી બ્લોગ’ (we blog). અંતે ૨૩ ઑગસ્ટ ૧૯૯૯માં ‘પ્યારા લેબ્સે‘ વિધિવત ‘બ્લોગર.કોમ’ નામની સાઈટ શરૂ કરી. જેને ખુબ પ્રસિદ્ધિ મળી અને પછીથી ગૂગલે ખરીદી લીધી તે બ્લોગર.કોમ આજે ૧૦ વર્ષ પુરા કરે છે.

બ્લોગર.કોમ પર દરરોજ દર મિનિટે બે લાખ સિત્તેર હજાર શબ્દો લખાય છે, વિશ્વભરમાં ફેલાયેલા અબજો લોકો બ્લોગર પર બ્લોગ ધરાવે છે.

તમને ખબર છે બ્લોગર.કોમ અને ટ્વિટર.કોમમાં શું સામ્ય છે? બ્લોગર.કોમ રજુ કરનાર પ્યારા લેબ્સના સહસ્થાપક ઈવાન વિલિયમ એજ ટ્વિટરના સહસ્થાપક.

ગુજરાતીમાં બ્લોગની શરૂઆત ક્યાંથી થઈ/કોણે કરી તે વિશે ફરી ક્યારેક.

Feb 112008
 

પ્રિય મિત્રો,

નેટસૅવિના આગલા મણકામાં આપણે જોયું કે વર્ડપ્રેસ પર બ્લોગ કેવી રીતે બનાવાય.

આજે આપણે જોઈશું પાયાના અને અત્યંત મહત્વના ત્રણ સેટીંગ:

 1. આપના બ્લોગને યોગ્ય ટેગ લાઈન આપી દો. દા.ત. “ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ”
 2. આપના બ્લોગનો સમય આપના સ્થાનિક સમય સાથે મેળવી લો.
 3. આપનું ગુજરાતી નામ અને અટક “Nickname”માં લખી દો. Continue reading »