Sep 212011
 

પ્રિય મિત્રો,

સરખામણી લેખમાળાના આ ત્રીજા લેખમાં આજે આપણે વર્ડપ્રેસ હોસ્ટેડ અને સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ વિશે જાણીશું.

હોસ્ટ એટલે યજમાન. જ્યાં મહેમાન (ગેસ્ટ) પડ્યો પાથર્યો રહેતો હોય તે હોસ્ટ! ઈન્ટરનેટ પર હોસ્ટ એટલે જ્યાં લખાણ કે માહિતી (ડેટા) પડ્યા પાથર્યા રહેતા હોય તે જગ્યા. વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ (દા.ત. બ્લૉગબુકલેટ)નો ડેટા વર્ડપ્રેસના સર્વર પર હોય છે, જ્યારે સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ (દા.ત. ફનએનગ્યાન) નો ડેટા પોતાના (સેલ્ફ) સર્વર પર હોય છે.

વર્ડપ્રેસ તેના વપરાશકારોને ત્રણ જી.બી. (3GB) જેટલી જગ્યા આપે છે. ત્રણ જીબી એટલે કે ત્રણ ગીગા બાઈટ એટલે કે ત્રણ અબજ બાવીસ કરોડ બાર લાખ પચીસ હજાર ચારસો બોત્તેર બાઈટ! આટલી જગ્યા ફક્ત લખાણ લખીને ભરાતાં બહુ જ સમય લાગે, પણ ચિત્રો (વધુ જગ્યા લે તેથી થોડી ઝડપથી ભરાય), ઑડિયો (ચિત્રોથી વધુ જગ્યા લે એટલે થોડી વધુ જડપથી ભરાય) અને વિડિયો મુકીએ એટલે બહુ જડપથી ભરાવા લાગે. ત્રણ જીબી ભરાઈ જાય એટલે વર્ડપ્રેસ પાસેથી વધારાની જગ્યા પૈસા ખર્ચીને લેવી પડે. કિંમત છે:  પાંચ જીબી ના વીસ ડોલર અને ૧૫જીબીના ૫૦ ડોલર!

સેલ્ફ હોસ્ટેડ બ્લૉગમાં બ્લૉગ માટેનું સોફ્ટવેર વર્ડપ્રેસનું જ હોય, ડેટા પોતાના સર્વર પર ડેટા મૂકવો પડે. આપણી પાસે ક્યાં હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડાયેલું પોતાનું સર્વર હોય? એટલે સહજ છે કે ભાડે લેવું પડે. આખું સર્વર ભાડે લેવું પોસાય નહીં અને આપણાં વ્યક્તિગત બ્લૉગ માટે જરૂરી પણ નથી. બ્લ્યુ હોસ્ટ અને હોસ્ટ આઈ કેન જેવી (અને બીજી ઘણી બધી) સાઈટ અનલિમિટેડ સ્પેસ (જગ્યા) અને અનલિમિટેડ બેન્ડ વિડ્થ (વપરાશ) સાથે શેર્ડ સર્વર (જેમાં એક સર્વર પર આપણાં જેવા બીજા ઘણાં લોકોનો પણ ડેટા હોય) પાંચથી દસ ડોલર મહિનાના ભાડાથી આપે છે.

આપણા બ્લૉગનો ડેટા ક્યાં રહેશે તે સમજી લીધા પછી બંનેના તફાવત જોઈએ. Continue reading »

Sep 192011
 

પ્રિય મિત્રો,

ઘણાં બ્લૉગર મિત્રો મને પૂછતા હોય છે કે એક બ્લૉગ રાખવો સારો કે એક કરતાં વધુ?

જવાબમાં હું હમેશા કહેતો હોઉં છું કે બ્લૉગ લખનાર અને બ્લૉગ વાંચનાર (વાચક વર્ગ) એક હોય તો એક કરતાં વધુ બ્લૉગ ચલાવવા કરતાં એક જ બ્લૉગ રાખવો ઉત્તમ.

દા.ત. હું ફનએનગ્યાન નામનો આ બ્લૉગ ચલાવું છું, કાલે સવારે, ધારો કે, મને મન થયું કે કવિતાનો એક નવો બ્લૉગ બનાવું. ફક્ત ધારવાનું છે, બાકી મારી અને કવિતાની વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષોમાં છે! 🙂 હવે મારી પાસે બે વિકલ્પ છે, ૧) કવિતા માટેનો નવો બ્લૉગ બનાવું, ૨) ફનએનગ્યાન.કોમ પર કવિતાનો એક નવો વિભાગ બનાવું.  ઉપર કહ્યું તેમ બંને બ્લૉગ મારે જ સંભાળવાના હોય અને તમારે જ વાંચવાના હોય બે બ્લૉગ બનાવવાને બદલે એક જ બ્લૉગ પર બે વિભાગ પાડવા સારા પડે કે નહીં?

આર્થિક રીતે સરખામણી કરીએ તો વર્ડપ્રેસ બ્લૉગ હોય કે સેલ્ફ હોસ્ટેડ બ્લોગ હોય, બીજો બ્લોગ બનાવવાથી કંઈ ફરક પડતો નથી. વર્ડપ્રેસ બ્લૉગ તો મફત છે એટલે દલાતરવાડીની જેમ બ્લૉગ બનાવું બે-ચાર પૂછીશું તો સામેથી જવાબ આવવાનો છે બનાવને દસ-બાર! તેવી જ રીતે સેલ્ફ હોસ્ટેડ બ્લોગ હોય તો હોસ્ટીંગમાં આજકાલ અનલિમિટેડ સ્પેસ મળે છે તેથી વધુ એક બ્લૉગના પૈસા ચૂકવવા પડતા નથી તેમજ ડૉમેઈન (નામ) માટે સબ ડોમેઈલ (દા.ત. poem.funngyan.com) અથવા સબ ફોલ્ડર (funngyan.com/poem/ ) જોઇએ તેટલા બનાવી શકાય છે અને તે માટે એક પાઈ (સેન્ટ) ચૂકવવી પડતી નથી.

સવાલ બ્લૉગર અને વાચકની સગવડનો છે. એક જ વ્યક્તિ બ્લૉગ સંપાદિત કરતી હોય તો એક બ્લૉગ હોય તો તે વધારે સુવિધા જનક રહે. પાસવર્ડ યાદ રાખવાથી પ્રમોશન સુધીની માથાકૂટ બંને બ્લૉગ માટે કરવી પડે. વાચકની પાસે પણ લિમિટેડ સમય હોય. કેટલાય વાચકો સાયબર કાફેમાં (દસ રૂપિયા અડધા કલાકના આપીને) બ્લૉગ વાંચતા હોય કે ઑફિસ કે ઘરમાં સમય કાઢીને વાંચતા હોય. એક બ્લોગ હોય તો વધુ સુવિધા રહે.

સાઈટની હિટ્સ વગેરે બે બ્લૉગમાં વહેંચાઈ ન જાય, વાચકો વધુ સમય એક જ બ્લૉગ પર રહે તેથી વધુ સારું એલિઝા રેન્ક મળે. Continue reading »

Sep 162011
 

પ્રિય મિત્રો,

ઘણાં બ્લૉગર મિત્રો બ્લૉગને (ઑનલાઈન) ડાયરી ગણાવતા હોય છે. ચાલો સમજીએ બ્લૉગ અને ડાયરીમાં કેટલી સમાનતા છે.

સૌપ્રથમ બ્લૉગ (blog) એટલે શું એ સમજીએ. બ્લૉગ શબ્દ વેબલૉગ (weblog)નું ટૂંકું રૂપ છે. વેબ (web) એટલે (ઈન્ટરનેટનું) જાળું અને લૉગ (log) એટલે પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધ.

લૉગ શબ્દનો મૂળ અર્થ લાકડાનો ટૂકડો થાય છે. વહાણનો વેગ માપવા માટે લાકડાનો ટૂકડો બાંધવામાં આવતો અને તેની વિગતવાર અને સમયસર નોંધ રાખવામાં આવતી તેના પરથી લૉગ શબ્દ વિગતવાર નોંધ માટે વપરાવા લાગ્યો.

આટલું સમજી લીધું એટલે હવે જોઇએ ડાયરી. ડાયરી એટલે રોજનીશી, રોજરોજની ઘટના/વિચાર ઈત્યાદીની નોધપોથી.

આમ, બ્લૉગ અને ડાયરીના અર્થ એક સમાન છે એટલે બ્લૉગને ડાયરી કહી શકાય પણ ફરક તેના વપરાશ પર છે. ડાયરીનો ઉપયોગ રોજબરોજની ઘટના/વિચાર ઈત્યાદીની નોંધપોથી તરીકે કર્યો હોય તો વાંધો નહીં પણ આપણે ડાયરીનો ઉપયોગ નોટબુક તરીકે પણ કરતા હોઇએ છીએ.

દા.ત. તમારી ડાયરીમાં તમે મુકેશજીએ ગાયેલું દર્દભર્યું ગાયન કે હરિન્દ્ર દવેની રચના લખી છે. મને પણ તે રચના ગમે છે. તો હું એ રચના તમારી ડાયરીમાંથી મારી ડાયરીમાં ઉતારી લઈશ. આ વાત ડાયરી માટે બરાબર છે. આ રીત જ્યારે બ્લૉગ પર અજમાવવામાં આવે છે ત્યારે મોટર કાર આગળ બળદની જોડી જોડતા ખેડુતના પેલા પ્રખ્યાત ટૂચકા જેવો ઘાટ થાય છે. ખેડુતના દાદા/પરદાદા પોતાના વાહન આગળ બળદની જોડી જોડતા હતા, કારણ કે તે ગાડું હતું, હવે ખેડુત પાસે મસ્ત મજાની મારુતિ ગાડી આવી ગઈ છે જે પાવરફુલ એન્જિન ધરાવે છે. Continue reading »

Aug 082011
 

પ્રિય મિત્રો,

આજે ફરી એક વાર એક સાથે ત્રણ વિષય લઈને હાજર થયો છું.

૧) અમદાવાદ મુલાકાત

ગયા અઠવાડિયે અમદાવાદ જઈ આવ્યો. પુણેથી અમદાવાદ જતી વખતે રસ્તામાં વહેલી સવારે ભરૂચ આવ્યું. બસે વિરામ લીધો. અડધી (કાચી) ઊંઘમાંથી ઊઠીને નીચે ઊતર્યો, છાપું લીધું: દિવ્ય ભાસ્કર (ભરૂચ આવૃતિ). છાપું જોતાં જ ત્રણ બાબતો એવી ધ્યાનમાં આવી કે ઊંઘ પૂરેપૂરી ઊડી ગઈ! કઈ હતી એ બાબતો?

  1. છાપાની કિંમત રૂ. ૨.૨૫ (સવા બે)! પાવલી ક્યારની ચલણમાંથી બંધ થઈ ગઈ છે અને હવે સત્તાવાર રીતે ૧લી જુલાઈથી પાછી ખેંચી લેવાઈ છે એવો અહેવાલ પ્રસિદ્ધ કરનાર દિવ્ય ભાસ્કરને આ બાબતની ખબર નથી કે શું? છાપાવાળાને અઢી રૂપિયા આપ્યા પછી ૨૫ પૈસા પાછા કેમ લેવા? અથવા બે રૂપિયા આપીને ઉપરના પચીસ પૈસા કેમ આપવા? ઊંઘ ઊડવાનું પહેલું કારણ!
  2. છાપું વચ્ચેથી ચોક્ક્સ માપનું કપાયેલું હતું! પહેલા આશ્ચર્ય થયું પછી યાદ આવ્યું કે છાપાવેચનારાએ ઈનામી કૂપન કાપી લીધું છે. ઊંઘ ઊડી જવાનું બીજું કારણ, દિવ્ય ભાસ્કર આ ઈનામી યોજના દ્વારા ખરેખર કોને ખુશ કરવા માગે છે છાપું વાચનારને કે પછી છાપું વેચનારને?
  3. ત્રીજું કારણ બહુ જ મજાનું છે. પહેલા પાને મુખ્ય સમાચાર વાંચવા મળ્યા, આવકવેરો ભરવામાં મુંબઈ-દિલ્લી માઈનસમાં, ગુજરાત નંબર વન! ખુશી થઈ. ગુડ. Continue reading »