Sep 252014
 

પ્રિય મિત્રો,

બહુ જ લાંબા વિરામ બાદ ફરી હાજર થયો છું. વિતેલા સમય દરમ્યાન ઘણાં બધા એવા બનાવો બન્યા જેના વિશે અહીં લખવું જોઈતું હતું પણ સમયને અભાવે લખી શકાયું નહીં. સમય આવ્યે આગળ ઉપર ચોક્ક્સ લખીશ.

આજે પહેલું નોરતું થયું, તેમજ દિવાળી નજીક આવી રહી છે ત્યારે સૌપ્રથમ ગુજરાતી બ્લૉગ વિશ્વ માટે બહુ જ મહત્વનું પણ કડાકૂટ ભર્યું કાર્ય હાથમાં લીધું છે.

ગુજરાતી બ્લૉગ વિશ્વમાં બેસ્ટ કહી શકાય એવા બ્લોગ કેટલા અને કયા?

દોઢ વર્ષ પહેલાં અહીં આ કાર્ય સર્વેક્ષણ રૂપે પાર પાડવામાં આવ્યું હતું. સ્પર્ધા નહીં પણ સર્વેક્ષણ. સ્પર્ધામાં નિર્ણાયક હોય, સર્વેક્ષણમાં વાચકોની પસંદગી જ નિર્ણાયક બને. સર્વેક્ષણમાં દરેક વ્યક્તિ ભાગ લઈ શકે છે. સર્વેક્ષણમાં મતપત્રક હોતું નથી કે જેમાંથી કોઈ એકને ચૂંટવાનો હોય. આ સર્વેક્ષણમાં મતદાતા પોતે જ ઉમેદવાર સૂચવે છે. સરવેક્ષણમાં ભાગ લેનાર એક કરતાં વધુ બ્લૉગ પણ સૂચવી શકે છે. બ્લૉગર પોતે પણ પોતાના બ્લોગને સૂચવી શકે છે.

કરવાનું શું છે?

અહીં નીચે આપેલા ફોર્મમાં તમારું નામ, તમારું ઈમેઈલ આઈડી અને તમને ગમતા બ્લોગનાં સરનામાં યોગ્ય ખાનાંમાં લખવાનાં છે અને છેલ્લે ‘Submit’નું બટન દબાવવાનું છે એટલે આપનું નોમિનેશન નોંધાઈ જશે.

દા.ત.:

નામ: વિનય ખત્રી

ઈમેઈલ: ask2vinay@gmail.com

ગમતા બ્લૉગ:

૧) funngyan.com

૨) saurabh-shah.com

૩) readgujarati.com

[મત ગણતરી આવી રીતે થશે funngyan.com +૧, saurabh-shah.com +૧, readgujarati.com +૧]

એક વ્યક્તિ એક સમયે ગમે તેટલા બ્લોગ સૂચવી શકે છે. અહીં ફોર્મમાં એક સમયે દસ બ્લોગ સૂચવી શકાય છે, ૧૦થી વધુ બ્લોગ સૂચવવા માટે આ જ ફોર્મ ફરીથી ભરવું. એક વ્યક્તિ એક કરતાં વધુ વખત કોઈ એક બ્લોગને મત આપશે તો તે એક જ મત ગણાશે..

દા.ત.:

નામ: વિનય ખત્રી

ઈમેઈલ: ask2vinay@gmail.com

ગમતા બ્લૉગ:

૧) funngyan.com

૨) funngyan.com

૩) funngyan.com

[મત ગણતરી આવી રીતે થશે funngyan.com +૧]

સર્વેક્ષણમાં ભાગ લેવા માટે ઈમેઈલ આઈડી સાચું એટલે કે ચાલતું હોવું ફરજીયાત છે, ખોટા/અધૂરા આઈડી રદબાતલ ગણવામાં આવશે.

સર્વેક્ષણમાં ભાગ લેવાની છેલ્લી તારીખ છે ૧૮ ઑક્ટોબર રાત્રે ૧૨ વાગ્યા સુધી. એક વ્યક્તિ ગમે તેટલી વખત સર્વેક્ષણમાં ભાગ લઈ શકે છે.

દા.ત. કોઇએ આજે બે બ્લોગ સૂચવ્યા, કાલે એક સૂચવ્યો એવી રીતે કરતાં ને ૧૪ દિવસમાં ધારોકે ૨૫ બ્લોગ સૂચવશે તો તે પણ ચાલશે.

એક વ્યક્તિ પોતાને ગમે તેટલા બ્લોગ સૂચવી શકે છે. તેણે સૂચવેલા બ્લોગ તેણે વાંચેલા અને ગમતા હોવા જોઇએ.

આ સર્વેક્ષણ વિશે બધાને જાણ થાય, ખાસ કરીને આપના બ્લૉગના વાચકોને જાણ થાય અને તેઓ આપના બ્લૉગને વોટ કરી શકે તે માટે આપના બ્લૉગ પર એક બેનર મૂકી શકો છો. બેનર પર ક્લિક કરી આપના બ્લોગનો વાચક મતદાન કરી શકે. વિજેટ માટે અહીં આપેલી ટેક્ષ્ટ ફાઈલ ડાઉનલોડ કરી તેમાં રહેલું લખાણ કૉપી કરી તમારા બ્લોગ પર એક ‘ટેક્ષ્ટ વિજેટ’ ઉમેરી તેમાં પેસ્ટ કરી દેશો એટલે પત્યું. તેવી જ રીતે તમે તમારા બ્લોગ પર એક પોસ્ટ કરી આ સર્વેક્ષણ વિશે જાણ કરી શકાય.

આ સર્વેક્ષણનાં લેખાં-જોખાં ધનતેરસ ૨૧ ઓક્ટોબરના અહીં પ્રસિદ્ધ થશે.

મતગણતરી ચાલુ છે…. તારણો આવતીકાલે, ધનતેરસ, ૨૧ ઑક્ટોબરના અહીં પ્રસિદ્ધા થશે

નોંધ – ફોર્મ ભર્યા પછી છેલ્લે ‘Submit’નું બટન દબાવવાનું ભૂલતા નહીં.

આ સિવાય કંઈ પૂછવું હોય તો કૉમેન્ટ બોક્ષ ખુલ્લું છે. મતદાન અહીં નીચે ફોર્મમાં કરવાનું છે.

નોંધ અને ટિપ: આ બ્લૉગ પર રાઈટ ક્લિક ડિસેબલ કર્યું છે પણ તમને ગમતા બ્લોગનું સરનામું તમે એડ્રેસબારમાંથી કૉપી કરી અહીં ફોર્મમાં પેસ્ટ કરી શકો છો. અહીં પેસ્ટ કરવા માટે કંટ્રોલ(ctrl)ની કી દબાવી રાખી V પ્રેસ કરો.

May 122011
 

પ્રિય મિત્રો,

ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ ચાલતો હતો ત્યારે એક ફિલ્મ આવી હતી, કોઈનું મિંઢળ કોઈના હાથે! આવું જ કંઈક થઈ રહ્યું છે સાહિત્યકારોની રચનાઓ સાથે!

આજે ઘનશ્યામભાઈ ઠક્કરે પોતાના બ્લૉગ પર એક પોસ્ટ મૂકીને ફરિયાદ કરી છે કે કોરલ શાહ નામની બ્લૉગરે તેમની રચનાને અખા ભગતની રચના તરીકે રજુ કરી છે (જુઓ નીચેનો સ્ક્રિન શોટ)! રચનાને બ્લૉગ પર પ્રસિદ્ધ કરવા માટેની પરવાનગી લીધી નથી કે જાણ કરી નથી. રચનાની નીચે તેમનું નામ લખ્યું નથી કે તેમના બ્લોગની લિન્ક આપી નથી.

મિત્રો, આવું આ પહેલી વખત નથી થયું, આ કૉપીકેટ બ્લોગરોને પોસ્ટ મૂકવાની બહુ જ ઉતાવળ હોય છે અને તેમની પાસે પોસ્ટમાં જે લખાણ મૂકવાનું હોય છે તે વાંચવાનો સમય હોતો નથી (અને તેઓ જરૂરી સમજતા પણ નથી કારણ કે બ્લોગ તેમના વાચક મિત્રો માટે હોય છે, તેમના પોતાના માટે નહીં!) રચના પ્રસિદ્ધ કરતાં પહેલા પરવાનગી લેવાની વાત તો દૂર પણ પ્રસિદ્ધ કરીને જાણ કરવાની તસ્દી લેતા નથી, રચનાની નીચે રચનાકારનું નામ ન લખીને રચના પોતાની છે એવો ભ્રમ ઊભો કરવાની બદમાશી કરતા હોય છે. કૉમેન્ટ કરનાર રચનાબ્લોગરની પોતાની લખેલી છે એવા મતલબની કૉમેન્ટ કરે તો પોતે લેખક નથી એવી ચોખવટ કરવાને બદલે આભાર વ્યક્ત કરતા જોવા મળે છે! લિન્ક આપવાનું ટાળતા જોવા મળે છે કારણ કે લિન્ક આપે તો તેમની નકલ ખુલ્લી પડી જાય!

ઉપરનું ઉદાહરણ જોયા પછી આપણે બીજા કેટલાક ઉદાહરણ જોઇએ…

૧) ત્રણ-ચાર મહિના ભરપુર કૉપી-પેસ્ટ કરીને પોતાના બ્લૉગની ઈમેજ ખરાબ કરનાર એક બ્લોગર મિત્રે રમેશ ગુપ્તાની રચના કવિ નર્મદના નામે પ્રસિદ્ધ કરી છે!

રમેશ ગુપ્તાની રચના = http://www.mavjibhai.com/MadhurGeeto/yashgatha.htm

કવિ નર્મદના નામે! = http://rupen007.wordpress.com/2010/01/19/

૩) પોતાને ડૉ. શરદ ઠાકરનો હાર્ડકોર ફેન ગણાવતા એક બ્લોગર મિત્રે પોતાના બ્લોગની શરૂઆત ડૉકટર સાહેબની નવલિકાઓ કૉપી-પેસ્ટ કરીને કરી હતી અને કૉપી-પેસ્ટ કરવાની લ્હાયમાં રાઘવજી માધડની વાર્તાને ડૉ. શરદ ઠાકરની નવલિકા તરીકે રજુ કરી છે!

રાઘવજી માધડની વાર્તા (દિવ્ય ભાસ્કર) = http://www.divyabhaskar.co.in/article/

ડૉ. શરદ ઠાકરની નવલિકા તરીકે = http://natkhatsoham.wordpress.com/2010/05/01/

રાઘવજી માધડનો બ્લૉગ = http://raghavaji.blogspot.com

૪) નીચેની રચના વિશે ખાંખાખોળા કરશો તો અમુક બ્લોગ પર બકુલેશ દેસાઈના નામે પ્રસિદ્ધ થઈ હશે તો અમુક બ્લૉગ પર શિલ્પીન થાનકીના નામે વાંચવા મળશે! એવું કેમ બની શકે? એક જ રચના બે કવિઓની કેવી રીતે હોઈ શકે?

સહુ કહે છે: ‘મંદિરે ઈશ્વર નથી’,
હું કહું છું: ‘ત્યાં ફ્ક્ત પથ્થર નથી’.

બકુલેશ દેસાઈના નામે મૂકનાર બ્લૉગની યાદી

શિલ્પીન થાનકીના નામે મૂકનાર બ્લૉગની યાદી

એક બ્લોગરે વર્ષો પહેલા ભૂલથી બકુલેશ દેસાઈના નામે મૂકી હતી પછી તેમણે ભૂલ સુધારી પણ લીધી પણ જૂના બ્લોગ પર એ ભૂલ એમ જ રહી જવા પામી અને જૂના બ્લોગ પરથી રચના કૉપી કરનાર કૉપીકેટ બ્લોગરના બ્લોગ પર હજીય બકુલેશ દેસાઈના નામે આ રચના વાંચવા મળે છે જ્યારે ખરેખર આ રચના શિલ્પીન થાનકીની છે!

ઉદાહરણ માટે આટલી રચનાઓ પૂરતી છે, બાકી ગણાવા બેસીએ તો અંત આવે તેમ નથી. શું તમારી રચના કોઈ બીજા નામે રજુ થાય તો તમને ગમે?