Jun 222016
 

પ્રિય મિત્રો,

ગઈકાલે મૂકેલી પોસ્ટ ચાર વર્ષની બાળકી – સોસિયલ મિડિયાનો સદુપયોગ/દુરુપયોગ પરથી મને સોસિયલ મિડિયામાં અલગ અલગ પોલિસ સ્ટેશનના નામે ફરતો બીજા એક બાળકનો ફોટો યાદ આવ્યો…

missing

આ બાળકની તસવીર એટલી દયામણી છે કે કોઈ પણ વ્યક્તિ આ ફોટો ફોર્વર્ડ કરવાનો જ છે. આ વાતનો લાભ લઈ સોસિયલ મિડિયામાં પોતાનું સ્ટેટ્સ (લાઈક/શેર/કોમેન્ટ/ફોલોવર) વધારવા લોકોએ અલગ અલગ શહેરના પોલિસ સ્ટેશનોના નામે આ ફોટો ફેરવ્યો.

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં રાજસ્તાન પત્રિકા દ્વારા જાણવા મળ્યું કે પાંચ વર્ષનું આ બાળક પાકિસ્તાનથી લાપતા થયું હતું અને અને બે વર્ષે પછી રાજસ્તાનમાંથી મળ્યું.

– વિનય ખત્રી

Apr 022016
 

પ્રિય મિત્રો,

૯૩/૩૬૬

ઘણી વખત આપણે કહેતા હોઇએ છીએ, એ તો બાળક છે, અણસમજુ છે, ભૂલ કરે. (જુઓ નીચેનું ચિત્ર)

sign and child

બાળકને ‘જે વસ્તુની ના પાડી હોય તે જ કરશે’ એવી વાતો પણ સાંભળી હશે. પણ જે બાળક નથી તે શું કરે છે? જુઓ…

no_smoking_m

કોઈ એક જેન્ડરને માઠું ન લાગે તે માટે આ પણ જુઓ…

no_smoking_f

વિચારજો અને કંઈ કહેવા જેવું લાગે તો કોમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે…

– વિનય ખત્રી

Mar 292016
 

પ્રિય મિત્રો,

૮૯/૩૬૬

પરીક્ષામાં અમુક પ્રશ્નોના જબાવમાં ફક્ત સાચું કે ખોટું લખવાનું હોય છે. દા.ત. ભારતની રાજધાની દિલ્લી છે.

એક નાનકડા બાળકે જવાબમાં શું લખ્યું? આ જુઓ…

truefalse

બાળકે સાચું (True) કે ખોટું (False) લખવાને બદલે એવું કંઈક લખ્યું જેને સાચું (True) પણ વાંચી શકાય અને ખોટું (False) પણ!

truefalse_s

આટલી નાની ઉંમરમાં આટલી ચાલાકી. આજકાલના બાળકોને નાના/અણસમજુ આંકવાની ભૂલ કરવા જેવી નથી.

– વિનય ખત્રી

Sep 022009
 

પ્રિય મિત્રો,

અદ્‌ભુત કળાના આ વિભાગમાં આજે આપણે એવી વ્યક્તિની વાત કરવાના છીએ જેને છ છ પ્રોગ્રામિંગ લેગ્વેજીસ આવડે છે અને ઉંમર છે માત્ર નવ વર્ષ!

લિમ ડિંગ વેન નામના મૂળ મલેશિયાના હાલ સિગાપોરમાં રહેતા અને ૪થા ધોરણમાં ભણતા  ૯ વર્ષીય બાળકે એપલ કંપનીના બહુ ચર્ચીત આઈફોન માટે એક સોફ્ટવેર તૈયાર કર્યું છે. ડૂડલ કિડ્સ નામના આ સોફ્ટવેર વડે આઈફોન પર માત્ર આંગળી ફેરવીને ચિત્ર બનાવી શકાય છે! ચિત્ર ભૂંસવા માટે ફક્ત આઈફોનને ‘હલાવવા’ની જરૂર રહે છે.  આ સોફ્ટવેર ૪,૦૦૦થી વધારે વખત ડાઉનલોડ થઈ ચૂક્યું છે એવો રોઈટર અને બીબીસીનો અહેવાલ છે.

“મેં આ પ્રોગ્રામ મારી નાની બહેનો માટે લખ્યો. તેમને ચિત્ર બનાવવા બહુ ગમે છે”, લિમ કહે છે. તેને એક ૩ વર્ષની અને બીજી પ વર્ષની બહેનો છે.

બે વર્ષની ઉંમરેથી કોમ્પ્યુટર વાપરતો થઈ ગયેલો આ ટેણિયો અત્યાર સુધી ૨૦ જેટલા પ્રોજેક્ટ્સ પૂરા કરી ચૂક્યો છે! તેના પપ્પા, લિમ થાઈ ચીન, ચીફ ટેક્નોલોજિ ઑફિસર છે અને આઈફોન એપ્લિકેશન્સ લખે છે.

વિશ્વના સૌથી યુવાન આઈફોન પ્રોગ્રામર તરીકે પંકાયેલા આ ટેણિયાને પ્રોગ્રામિંગના પુસ્તકો વાંચવાની મજા પડે છે અને હવે તે ‘ઈનવેડર વોર્સ‘ નામની સાયન્સ ફિક્શન ગેમ (આઈફોન માટે જ સ્તો!) લખી રહ્યો છે.

વધુ માહિતી માટે લિમ ડિંગ વેનની સાઈટ હાથ ક્લિક વગી જ છે: http://virtualgs.larwe.com/Virtual_GS/Lim_Ding_Wen.html