Jun 172016
 

પ્રિય મિત્રો,

ja

વરસાદ વિશેનું ‘ડિયર મોન્સૂન’ વાળું જયેશભાઈ અધ્યારુનું લખાણ તો તમે તેમના નામ સાથે કે નામ વગર કે તમારા નામ સાથે તમારા સગા/મિત્રો/ગ્રુપમાં ફોર્વર્ડ કર્યો જ હશે. હવે, વરસાદ આવવામાં છે. તમારી તૈયારી કેવીક છે?

છત્રી અને રેઈનકોટ કદાચ લઈ લીધા હશે પણ કાર અને બાઈકનું શું. રસ્તા પર પાણી ભરાશે ત્યારે તમારી કાર કે બાઈક કેવી રીતે ચાલશે તેનું કંઈ તમે વિચાર્યું? ન વિચાર્યું હોય તો હવે વિચારો અને આ ચિત્રો જુઓ…

car

રસ્તા પણ પાણી ભરાય પણ તમારી કારમાં પાણી ન જાય તે માટે આવી ગોઠવણ કરાવી?

bike

સાયલન્સરમાં પાણી ભરાઈને બાઈક બંધ ન પડે તે માટે આવી રીતે નળી લગાડવાવી?

– વિનય ખત્રી

Jan 122010
 

પ્રિય મિત્રો,

બાઈક પર લાંબી મુસાફરીનો નિર્ણય કર્યા પછી તમને સતત સતાવતો સવાલ એ હોય છે કે સાથે શું શું લઈ જવું. વધારે પડતા સામાનને કારણે મુસાફરી બોજમય તો નહીં થઈ જાયને? ફલાણી વસ્તુ તો ભૂલાઈ ગઈ, હવે? આવા પ્રશ્નોના સરળ ઉપાયરૂપે આ પેકિંગ લિસ્ટ રજુ કરું છું (જેમાં સુધારાને અવકાશ છે). આ પેકિંગ લિસ્ટ પ્રમાણેની વસ્તુઓ એક અઠવાડિયા અગાઉથી એકઠી કરી લેવી. નવું કોઈ ઉપકરણ પ્રવાસમાં લઈ જતા હો તો અઠવાડિયા પહેલાથી વાપરવાનું શરૂ કરી દો.

બાઈક પર લાંબી મુસાફરીમાં શું શું સાથે લઈ જશો તેનું પેકિંગ લિસ્ટ:

[અગત્યની વસ્તુઓ]

 • હેલ્મેટ (આખું મોઢું ઢંકાય તેવી)
 • ડ્રાયવિંગ લાયસંસ
 • આર. સી. બુક
 • વાહનના વીમાની રસીદ
 • રોકડ રકમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ
 • મોબાઈલ અને તેનું ચાર્જર
 • ટોર્ચ (આજકાલ મોબાઈલમાં જ હોય છે)
 • અલાર્મ ક્લોક (આજકાલ મોબાઈલમાં જ હોય છે)
 • કેમેરા (આજકાલ મોબાઈલમાં જ હોય છે) અથવા પ્રોફેશનલ કેમેરા, મેમરી કાર્ડ, બેટરી, ચાર્જર, ટ્રાઈપોડ
 • મનગમતું પુસ્તક અને અથવા વોકમેન/આઈપોડ/MP3 પ્લેયર (આજકાલ મોબાઈલમાં જ હોય છે)
 • નકશા અને GPS નેવિગેટર (આજકાલ મોબાઈલમાં જ હોય છે)

[કપડા]

 • બે જીન્સ (અથવા અન્ય જાડા કપડાની) પેન્ટ. એક પહેરવાની બીજી સાથે લેવાની.
 • નાઈટડ્રેસ
 • સ્વીમિંગ કોસ્ચ્યુમ, સન લોશન ક્રિમ
 • બેથી ત્રણ ટીશર્ટ
 • બે લાંબી બાંયના શર્ટ
 • ગંજી, મોજા, અંડરવેર્સ, રૂમાલ
 • ટૂવાલ
 • નેપકિન
 • હાથ મોજા (કોટન/ઊન/લેધર, ઋતુ પ્રમાણે)
 • જેકેટ (ડેનિમ/લેધર/રેક્જિન, ઋતુ પ્રમાણે)
 • બુટ
 • સ્નીકર્સ/ચંપલ
 • સન ગ્લાસિસ
 • રેઈનકોટ (વરસાદની ઋતુ માટે ખાસ જરૂરી)
 • માથાની ટોપી (ડેનિમ/ઊન, ઋતુ પ્રમાણે)
 • પ્લાસ્ટિક બેગ્સ (ભીના-સુકા કપડા મૂકવા માટે)

[કોસ્મેટિક્સ]

 • નહાવાનો સાબુ
 • કપડા ધોવાનો સાબુ
 • શેમ્પુ
 • ટૂથબ્રશ
 • ટૂથપેસ્ટ
 • ઊલિયું
 • ડિઓ
 • દાઢી કરવાનો સામાન
 • દાંતિયો

[બાઈક માટે]

 • મિની ટૂલ કીટ (સામાન્ય રીતે બાઈકની સાથે આવતી હોય છે, તે)
 • વધારાની એક ટ્યુબ (લાંબી મુસાફરી માટે જરૂરી, અંતરિયાળ વિસ્તારમાં પંક્ચર કાઢવાવાળા મળી જશે પણ ટ્યુબ બદલવાની જરૂર પડી તો યોગ્ય માપનું ઓરિજિનલ ટ્યુબ શોધ્યુ નહીં મળે).
 • બાઈકની બીજી ચાવી. સાચવીને રોકડ રકમ સાથેની બેગમાં મૂકવી.

[જરૂરી વસ્તુઓ]

 • ડાયરી અને પેન
 • નજીકના સગા અને સહપ્રવાસીઓના ફોન/મોબાઈલ નંબર લખેલી ડાયરી કે યાદી.
 • પાણીની બોટલ
 • ચાદર/શાલ
 • નાયલોનની દોરી (સામાન બાંધવા તેમજ કપડા સુકાવવા કામ લાગશે)
 • દવાઓ (ડ્રાયવિંગ સમયે લઈ શકાય કે કેમ તે ડૉક્ટર પાસેથી જાણી લેવું જરૂરી)

અને છેલ્લે…

તમારા આખા દિવસની મુસાફરીની મજા અને ગુણવત્તા આગલી રાતે તમે કરેલી ઊંઘના સમપ્રમાણમાં હોય છે…!

વિશેષ વાંચન

આવતીકાલે બાઈક પર સલામત સવારી કેમ કરશો?

Jan 112010
 

પ્રિય મિત્રો,

બાઈક પર ગોવા મુસાફરીના કેટલાક ફોટાઓ અત્રે રજુ કરું છું…

Goa
આ છે ગોવાની ટ્રેન. અમને નાગોઠાણે પાસે મળી. ચાલતી બાઈક પરથી ચાલતી ટ્રેનનો ફોટો મોબાઈલમાંથી પાડ્યો છે. આગળ નીકળી ગયેલી ટ્રેન ગોવા અમારા પહોંચ્યા પછી પહોંચી! Continue reading »

Jan 072010
 

૧૨૦૦ કિલોમીટર બાઈક પરનું અનુસંધાન…

ગઈકાલે ૧૩ કલાકમાં ૫૬૨ કિ.મી.ની બાઈક સવારી કરીને થાક લાગ્યો  હતો. મારા મિત્ર શાંતિભાઈ પડ્યા ભેગા ઊંઘી ગયા, મને થાકને કારણે મોડી ઊંઘ આવી. સવારે મોડા ઊઠ્યા. તૈયાર થઈ હોટેલમાં ચેકઆઉટ માટેની સૂચનાઓ આપી પાસે આવેલી ઉડીપીમાં જઈ નાસ્તો કરી આવ્યા અને ગોવા ફરવા જવા પ્રયાણ કર્યું.

ગોવા એક શહેર નહીં પણ રાજ્ય છે. આખું ગોવા ફરવા માટે સારો એવો સમય જોઈએ. રજાની સમસ્યા હતી એટલે ગોવા ફરવાનો લહાવો ફરી ક્યારેક સહકુટુંબ માણીશું એમ વિચારીને જાણીતા બીચ પર લટાર મારવા ઉપડ્યા.

પણજીથી નીકળી કલંગુટ સમુદ્રતટ પર આવ્યા. ત્યાં લટાર મારીને બાગા બીચની મુલાકાત લીધી. બાગા પછી અમારો પડાવ હતો માપુસા.

આપણે ત્યાં સાયકલ ભાડે મળે તેમ અહીં ગોવામાં બાઈક પણ ભાડે મળે! રોજના ૨૫૦/- આ એક સરસ સગવડ છે. ટ્રેનમાં ગોવા આવીને ફરવા માટે બાઈક ભાડે કરી શકાય.

ગોવામાં દરેક જગ્યાએ સ્થાન દર્શક પાટિયા આપેલા છે. ઉપરાંત અમારી પાસે GPS નેવિગેટર અને ગુગલ મેપ્સ હોવાથી ક્યાંય રસ્તા માટે પૂછપરછ કરવી ન પડી.

માપુસામાં પેટ્રોલ પુરાવીની અમે આવ્યા રાષ્ટીય ધોરી માર્ગ ૧૭ પર.  સમય થયો  હતો બપોરે ૧૨. અમારી પાછા વળવાની મુસાફરી શરૂ થઈ.

પાછા ફરતી વખતે અમે પુણે થઈને જવાના હતા એટલે અમારી પાસે ત્રણ ચાર વિકલ્પ હતા. ૧. મહાબળેશ્વર થઈને (પુણે ૫૩૩ કિ.મી.), ૨. રાધાનગરી થઈને (પુણે ૪૫૭ કિ.મી.), ૩. ગગનબાવડા થઈને (પુણે ૪૫૩ કિ.મી.), ૪. બેળગાંવ થઈને (પુણે ૪૪૮ કિ.મી.) અને ૫. અંબોલી/આજરા/નીપાણી થઈને (પુણે ૪૪૦ કિ.મી.). જાણવા મળ્યું કે અંબોલી વાળો રસ્તો સારો અને ટૂંકો છે એટલે અમે અંબોલી વાળા રસ્તે જવાનું નક્કી કર્યું. Continue reading »