May 262016
 

પ્રિય મિત્રો,

સોસિયલ મિડિયામાં ફોટોશોપ વડે ચેડા કરી પૂરાવા રૂપે રજૂ કરાતી તસ્વીરો ઘણી છે. હાલમાં એક એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ૧૯૦૭માં બર્ન યુનિવર્સિટિએ આલ્બર્ટ આઈન્સ્ટાઈને રીજેક્ટ કર્યા હતા અને એ મુજબનો પત્ર પણ સાથે બીડવામાં આવે છેઃ

આ ફોટોશોપની કરામત વડૅ બનાવેલો પત્ર છે, સાચું નથી. વધુ વિગતો અને માહિતી માટે ક્લિક.

– વિનય ખત્રી

Feb 202016
 

પ્રિય મિત્રો,

૫૧/૩૬૬

૧૯૮૩માં સાવન કુમારની એક ફિલ્મ આવી હતી – સૌતન. જેમાં વિલન એક નેગેટિવ પર બીજી નેગેટિવ મૂકી બે અલગ અલગ વ્યક્તિઓના ફોટોને મોર્ફ નામની ટેક્નિક વાપરી કપલ ફોટો બનાવ્યો હતો અને તેની પ્રિન્ટ વડે નાયક/નાયિકાને બ્લેક મેઈલ કર્યા હતા.

આ જૂની અને જાણીતી ટેક્નિકનો ઉપયોગ આજે પણ સોસિયલ મિડિયામાં થાય છે અને લોકો ભોળવાઈ જઈ સાચી માની બેસે છે.

અહીં દાખલા તરીકે સોસિયલ મિડિયામાં ફરતી કનૈયાકુમારની એક ઈમેજ મૂકું છું. હું કનૈયાકુમારનો કે જે.એન.યુ.નો સપોર્ટર કે વિરોધી નથી, અને મારો ઈરાદો અહીં કોઈને ક્લિન ચીટ આપવાનો કે ગુનેગાર ઠરાવવાનો નથી. મારો પ્રયત્ન છે કે ફોટોશોપ નામના ફોટો એડિટીંગ સોફ્ટવેર વડે ફોટામાં ફેરફાર કરી આપણને કેવી રીતે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે સજજાવવાનો. (આ વિવાદને લગતી કોમેન્ટ અહીં પ્રસિદ્ધ નહીં થાય તેથી તેવી કોમેન્ટ કરવાની તસ્દી ન લેતા.)

kanhaiyakumar

સોસિયલ મિડિયામાં ફરતા ઉપરના ફોટાની હકિકત આ રહી…

kanayakumar_ps

ટૂંકમાં સોસિયલ મિડિયામાં ફરતું ચિત્ર (A+B) બન્યું છે બે ચિત્રોના સંયોજનથી – ચિત્ર A વિવેક સુરંગેનો બ્લોગ અને ચિત્ર B ‘ધ હિન્દુ’

આ પોસ્ટની અડધી માહિતી મને ફેસબુક ઈન્વેસ્ટીગેશન પરથી મળી અને પછી ઈન્ટરેનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરી કનૈયાકુમારની વધુ આધારભૂત ફોટો ધ હિન્દુ પરથી મેળવ્યો અને ભારતનો વિકૃત નકશો જે બેકગ્રાઉન્ડમાં દર્શાવ્યો છે તેને શોધીને અહીં રજુ કર્યો છે.

– વિનય ખત્રી

Jan 262016
 

પ્રિય મિત્રો,

૨૬/૩૬૬

ઘણા સમયથી નેટ પર ફરતા અને જ્યારે જુઓ ત્યારે અચંબો પમાડતા આ ૨૦૦૫માં જર્મનીના જાહેરખબરને લગતા એવોર્ડ વિજેતા ફોટા છે જે ‘પેઈન્ટેડ ટ્રક’ના નામે રજુ થયા હતા.

પેઈન્ટેડ ટ્રક (૧)
મોટી બોટલ લઈ જતી ટ્રક. અડધી બોટલ બહાર છે એવો આભાષ ટ્રકના પતરા પર ચિત્રરામણ કરી ઊભો કરવામાં આવ્યો છે.

પેઈન્ટેડ ટ્રક (૨)
ટ્રકનું ટ્રેલર કે એક મસમોટી બેગ?

પેઈન્ટેડ ટ્રક (૪)
પુસ્તકો…

પેઈન્ટેડ ટ્રક (૫)
બળી ગયેલી ટ્રક.

આ બધા ચિત્રો એવી રીતે રજુ કરવામાં આવ્યા હતા જાણે ટ્રક પર ચિતરામણ કરી આવો આભાષ ઊભો કરવામાં આવ્યો હોય. ચોક્ક્સ એંગલથી જોતાં આબેહુલ લાગતા આ ફોટા માટે એક પણ ટ્રક રંગવામાં આવી નહોતી અને કોમ્પ્યુટર પર ફોટોશોપની મદદથી બનાવવામાં આવ્યા હતા!

માહિતી- ફોટા : સ્ત્રોત