Feb 072016
 

પ્રિય મિત્રો,

૩૮/૩૬૬

આજ કાલ એક સમાચાર બહુ ચર્ચામાં છે – ‘ફેસબુકના ‘પ્રેમીપંખીડાં’ રુબરુ મુલાકાતમાં ‘પતિ-પત્ની’ નીકળ્યાં અને સંસાર રોડાયો!

fb_love

આવી ઘટના બન્યા પછી સંસાર શા માટે રોડાવો જોઈએ? મારા મત પ્રમાણે તો તેઓ આદર્શ પતિ-પત્નીની જોડી છે જેઓ એ લફરું કર્યું તો પણ પોતાન પતિ-પત્ની જોડે. જોડીઓ ઉપરથી બનતી હોય છે અને આટલી સજ્જડ બનતી હશે તેનું અનુમાન ન હોય પણ હવે ખબર પડ્યા પછી તેનો ઉત્સવ મનાવી સંસાર વધુ સુંદર, સંબંધ વધુ સુદૃઢ થવો જોઈતો’તો. બંને એ ગેર મર્દ કે ગેરે ઔરત સાથે લફરું કર્યું નથી, પોતાના લાઈફ પાર્ટનર સાથે જ કર્યું છે.

‘ગેર મર્દ કે ગેરે ઔરત કર્યું હોત તો’ એ વિચારે એક બીજા સામે પોલિસ ફરિયાદ કરશે – અરે ભાઈ એક્સિડન્ટ થયો હોય તો ફરિયાદ થાય, ‘એક્સિડન્ટ થયો હોત તો’ના આધારે ફરિયાદ ન થાય.

તમારું શું માનવું છે?

– વિનય ખત્રી

Feb 032016
 

પ્રિય મિત્રો,

૩૪/૩૬૬

ઈન્ટરનેટ પર ફેસબુક/વૉટ્સએપ ચેટના સ્ક્રિન શૉટ પુરાવા તરીકે ફરતા હોય છે. જાણે કોઈ એક વ્યક્તિએ બીજી વ્યક્તિ સાથે ચેટ કરી છે તેવી વાત સિદ્ધ કરતા આ સ્ક્રિનશૉટ દરેક વખતે સાચા હોય તેમ માની લેવું નહીં. એવી કેટલીક એપ આવે છે જે આવી નકલી ચેટના અસલી લાગે તેવા આબેહુબ સ્કિન શૉટ ઊપજાવી આપે છે.

fakechat

દા.ત.

તો સોસિયલ મિડિયામાં ફરતા વાતચિતના આવા પુરાવાથી ભોળવાઈ સાચું માની લેવું નહીં, નીર-ક્ષીર વિવેકનો ઉપયોગ કરવો.

– વિનય ખત્રી

 

Jan 092012
 

પ્રિય મિત્રો,

‘નિલ નદીને કાંઠે’ વસતા એક ‘નેટ વેપારી’એ સોસિયલ સાઈટને ‘નૃત્ય’ સાથે સાંકળી લીધી છે ત્યારે આજથી લગભગ એક વર્ષ પહેલા Jonas Klit Nielsen (જોયું, આમાં ય ‘નિલ’!) નામના ‘વેપારી’એ સોશિયલ સાઈટ્સને મૂત્ર વિસર્જનની ક્રીયા સાથે કેવી રીતે સાંકળી હતી તે જુઓ!

સોસિયલ સાઈટ્સ અને મૂત્ર વિસર્જન!

Jun 092011
 

પ્રિય મિત્રો,

આમ તો આજે પોસ્ટ મૂકવાનો કોઈ વિચાર ન હતો પણ ગઈકાલે વર્ડપ્રેસ તરફથી એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે:

વર્ડપ્રેસ બ્લોગ પર હવે ટ્વિટર કે ફેસબુક વડે લોગ-ઈન થઈને કૉમેન્ટ કરી શકાશે.

જે લોકો ટ્વિટર કે ફેસબુક પર વધુ એક્ટિવ છે તેઓ વર્ડપ્રેસ પર પોતાનું આઈડી બનાવવાની માથાકૂટ કર્યા વગર ટ્વિટર કે ફેસબુક આઈડી વડે વર્ડપ્રેસ પર કૉમેન્ટ કરી શકશે અને તેમના નામ સાથે તેમની ટ્વિટર કે ફેસબુક પ્રોફાઈલની લિન્ક મૂકાશે.

કૉમેન્ટ મૂકતી વખતે નીચેના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કૉમેન્ટ કરનાર પાસે ચાર વિકલ્પ હશે, ૧) ગેસ્ટ ૨) વર્ડપ્રેસ ૩) ટ્વિટર અને ૪) ફેસબુક. કૉમેન્ટ કરનાર જે તે પસંદગીનો વિકલ્પ પર ક્લિક કરી કૉમેન્ટ કરી શકે છે. Continue reading »