Jun 082016
 

પ્રિય મિત્રો,

સોસિયલ મિડિયામાં એક ચિત્ર ફરે છે જેમાં રસ્તા પરના ફેરીયાએ કંઈક લખ્યું છે –

અને આ પોસ્ટને એ લોકો લાઈક/કોમેન્ટ/શેર કરી રહ્યા છે જેઓ કોલ્ડડ્રીંકનો ઓર્ડર આપરી વખતે ‘ઠંડા લાના’ ઉમેરવાનું ભૂલતા નથી! અરે ભાઈ, ઠંડું હોય તેને જ કોલ્ડડ્રીંક કહેવાય. આ એજ લોકો છે જેઓ ગોલ સર્કલ પર કોઈને મળવા બોલાવતા હોય છે. સર્કલ ગોળ જ હોય, ચોરસ નહીં. જરૂરી વાતો /ખરાઈ ‘રાઈરટિંગમાં લખીને આપવાનું કહેતા આ જ લોકો હોય છે. એમની જ ક્યારેક ક્યારેક ગલતી સે મિસ્ટેક થઈ જતી હોય છે!

ગુજરાતીમાં વપરાતો એક શબ્દ છે – અંજળપાણી (જુઓ ભગવદગોમંડળ)

જેમાં પહેલા શબ્દ અંજળ (અન્ન+જળ)માં જ પાણી સમાયેલું છે તોય પાછળ પાણી શબ્દ ઉમેરાય છે જ ને!

શાયરીમાં અને વાક્ય રચનામાં પણ ક્યારેક જે તે શબ્દ પર ભાર આપવા તે બમણી વખત ડબલ વપરાય છે. દા.ત. ધીરે ધીરે

તો, આવી ભૂલોને બહુ ગંભીરતાથી સિરિયસ ન લેવી અને ફેરિયાની હસી મજાક કરવાને બદલે ભૂલ સુધારવા માટે ફેરીયાની બનતી કોશિશ કરવી.

અપડેટ – આવો જ એક બીજો શબ્દ છે – ગુલાબજળ જે પોતે ગુલ+આબ (એટલે પાણી)નો બનેલો છે!

gulaabjal

– વિનય ખત્રી

વિશેષ વાંચન