Jun 182011
 

પ્રિય મિત્રો,

૨૦૦૭માં આવેલી ઈન્દ્રકુમારની સુપર ડુપર કૉમેડી હીટ ફિલ્મ ધમાલની સિક્વલ ડબલ ધમાલ ૨૪મી જુને આવી રહી છે.

આ ફિલ્મનું એક ગીત સાંભળીને તમને ૧૯૮૯માં આવેલી ફિલ્મ ત્રિદેવ યાદ આવી હશે. આ ફિલ્મના બહુ જ ગાજેલા શબ્દો ઓયે ઓયે તમને હજી પણ યાદ હશે. ત્રિદેવના સંગીતકાર કલ્યાણજી-આણંદજી શાહને આ ગીત માટે ફિલ્મફેર એવોર્ડ માટે તે સમયે નોમિનેટ કરવામાં આવ્યા હતા અને બહુ જ પ્રસંશા પામ્યા હતા. ડબલ ધમાલમાં ઓયે ઓયેની ધૂન વાપરવા માટે ત્રિદેવ અને તેના સંગીતકારને ક્રેડિટ પણ આપવામાં આવી છે.

અહીં સુધી બધું બરાબર છે એમ લાગતું હોય તો થોભો.

ઓયે ઓયે શબ્દો અને તેની ધુનના ખરા સર્જન અને ક્રેડિટના હકદાર કલ્યાણજી-આણંદજી નથી એમ અસલી-નકલીની આ પોસ્ટ કહે છે! ઓયે ઓયે આ શબ્દો અને તેની ધુન ૧૯૮૭માં આવેલા એક વિદેશી આલ્બમ રીધમ ઈઝ ગોન્ના ગેટ યુમાંથી લેવામાં આવી હતી!

પોસ્ટમાં ઉલ્લેખ કરેલા ગીતોની વિડિયો ક્લિપ જોવા માટે અહીં ક્લિક કરો:

May 132010
 

પ્રિય મિત્રો,

લેખની શરૂઆત એક ઉગતા નવોદિત કવિની  ‘સ્વરચિત’ રચનાના એક શેરથી કરીએ તો?

શું જાણે મારા દિલને શું થયું?
હજી તો અહીં એ હતું ક્યાં ગયું?

શેર જોઈને વાહ! તો કહ્યું અને પછી છંદમેળ બરાબર છે કે નહીં તે ચકાશી લેવાનું કહેતો હતો ત્યાં જ બત્તી થઈ! મેં પૂછ્યું તમે યશરાજ ચોપરાની ફિલ્મો જુઓ છો? હા, કવિ ઉવાચ, દિલવાલે દુલ્હનિયા જોઈ’તી? ૩૦ વખત, કવિ બોલ્યા! મેં કહ્યું આને સ્વરચિત કવિતા ન કહેવાય આને પ્લેજરિઝમ કહેવાય! પ્લેજરીઝમ એટલે બીજાના વિચારને પોતાના નામે રજૂ કરવા તે. સાદી ભાષામાં કહીએ તો ચોરી, ઉઠાંતરી, તફડંચી. બ્લૉગ જગતમાં આ સમસ્યા બહુ જ વ્યાપક છે.

બીજો મુદ્દો છે તે લખાણ કૉપી-પેસ્ટનો. કોઈએ મહેનત કરીને લેખ શોધીને તેને ટાઈપ કરી, ભૂલો સુધારી બ્લૉગ પર મૂક્યું હોય અને બીજો બ્લૉગર એ રચના કૉપી કરી પોતાના બ્લૉગ પર મૂકી દે! લખાણ માટે સૌજન્ય ન દાખવે. આ સમસ્યા પણ એટલી જ વ્યાપક છે.

ત્રીજો મુદ્દો છે પ્રેરણાનો. કોઈની રચનામાંથી પ્રેરણા લઈને એક નવી મૌલિક રચના બનાવવામાં આવી હોય. રચનાની શરૂઆતમાં જ મૂળ રચનાનો ઉલ્લેખ કર્યો હોવો જોઈએ નહીં તો તે રચના પ્લેજરિઝમમાં ગણાઈ જવાનો ડર રહે! દા.ત. ગિરિજા માથુરની જાણીતી રચના ‘હમ હોંગે કામયાબ’ એ  ‘વી શેલ ઓવર કમ’માંથી પ્રરણા લઈને લખવામાં આવી છે.

હવે આ ત્રણેય મુદ્દાનો સંગમ આજે મારા ધ્યાનમાં આવ્યો છે. ઈન્ટરનેટ પર ઘણાં સમયથી ફરતો મૂળ અંગ્રેજી સંવાદ ચૅટિંગ વીથ ગોડમાંથી પ્રેરણા લઈ ગોવિંદભાઈ શાહએ એક લેખ લખ્યો, ઈશ્વર સાથે ઑનલાઈન અને તે રીડગુજરાતી પર ૨૧ ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થયો. લેખની શરૂઆતમાં જ પ્રેરણા બાબત યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી છે. આમ ગોવિંદભાઈએ પ્રામાણિકતાથી પોતાના વિચારો રજુ કર્યા છે.

પહેલી એપ્રિલના આ જ લેખ કેતન દવેના નામે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો. આ જુઓ તેનો સ્ક્રિન શૉટ: Continue reading »

Mar 212009
 

પ્રિય મિત્રો,

ગઈકાલના લેખ હાથ પગ વગરનો માણસ દ્વારા આપણે તેમની પ્રેરણાદાયક વેબસાઈટ્સની મુલાકાત લીધી. આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ તે છે આ બાળકી. જેને જન્મથી હાથ નથી અને ડોક્ટરો પણ કહી શકતા નથી કે આમ કેમ થયું?

જેસીકા કોક્સ - હાથ વગરની બાળકી  Continue reading »