Sep 142011
 

પ્રિય મિત્રો,

શરદી/ખાંસી/તાવ (વાયરલ)એ મને બે અઠવાડીયા બરાબરનો પજવ્યો અને પછી ત્રણ અઠવાડિયા કામકાજમાં અને અંગત પ્રસંગોને લઈને વ્યસ્ત રહ્યો. લાંબા સમય પછી આજે બ્લૉગ પર લોગઈન કર્યું છે તો સાથે સાથે અપડેટસ પણ મૂકી દઉં.

વહી ગયેલા સમય દરમ્યાન વર્ડપ્રેસ તરફથી પિંક ટચ ૨, ક્વિન્ટ્સ, સિલેક્ટા, સ્કેપટીકલ, કૉમેટ અને ચંક (આ થીમ બ્લૉગ બૂકલેટ પર મૂક્યો છે) જેવા નવા થીમ ઉમેરવામાં આવ્યા.

કૉમેન્ટનું પૃથ્થકરણ કરવા માટે સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ માટે વિવિધ પ્લગઈન ઉપલબ્ધ હતા અને હવે વર્ડપ્રેસ બ્લોગ પર પણ આ સુવિધા ઉમેરવામાં આવી છે. આ સુવિધા વિશે કાર્તિકભાઈએ કોણે કરી કોમેન્ટની કમઠાણ? મથાળા હેઠળ લખ્યું છે.

વહી ગયેલા સમય દરમ્યાન અન્ના હજારે અને તેમના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને દેશમાં સારી એવી જાગૃતિ ફેલાવી છે. ભ્રષ્ટાચાર બાબત કંઈ ન થઈ શકે વિચારતા લોકોને ઘણું બધું થઈ શકે વિચારતા કરી દીધા તે માટે શ્રી અન્ના હજારેજી અને તેમની ટીમને દાદ દેવી પડે!

ગયા પખવાડિયા દરમ્યાન પુણે  ગણેશ ઉત્સવ મય રહ્યું. ગયાવર્ષો દરમ્યાન સ્વાઈન ફ્લૂ અને બીજા કારણસર ઉત્સવની મજા બગડી હતી તે આ વર્ષે સરભર થઈ હોય એવું લાગ્યું.

આજે આટલું બસ છે, વધુ આવતી કાલે!

Jul 262011
 

પ્રિય મિત્રો,

આ પહેલાની પોસ્ટમાં આપણે ક્યાંનું શું વખણાય? મથાળા હેઠળ પુણેની પાંચ સુપ્રસિદ્ધ વાનગીઓ વિશે જાણ્યું. આજે માણીએ પુણેરી મિસળ.

મિસળ પાવ એટલે કે મહારાષ્ટ્રની લગભગ દરેક જગ્યાએ મળતી અને નામ સાંભળીને મોઢામાં પાણી લાવી દેતી તીખી તમતમતી અને સ્વાદિષ્ટ વાનગી છે. ફણગાવેલા કઠોળ વડે બનેલા તીખા રસા (ગ્રેવી)માં પૌંઆ અને ફરસાણ ઉમેરી બનતી આ વાનગી પાઉં (બ્રેડ) સાથે પીરસાય છે અને એક વખત ખાનાર વ્યક્તિ બીજી વખત ખાવા અચૂક આવે છે…

આમ તો પુણેમાં લગભગ દરેક જગ્યાએ મિસળ મળતી હોય છે પણ સુપ્રસિદ્ધ મિસળવાળાઓની વાત જ અનેરી છે.

૧) શ્રી ઉપહાર ગૃહ

સરનામું = શનિપાર બસ સ્ટોપ પાસે, ઑફ લક્ષ્મી રોડ, પુણે

વિશેષતા = સ્વાદ. મારા મતે નં ૧ પુણેરી મિસળ, મધ્યમ તીખી.

૨) રામનાથ

સરનામું = સાહિત્ય પરિષદ પાસે, ટિળક રોડ, પુણે

વિશેષતા = તીખી (કોલ્હાપુરી) મિસળ. Continue reading »

Jul 192011
 

પ્રિય મિત્રો,

તાજેતરમાં દિવ્ય ભાસ્કર પર એક લેખ પ્રસિદ્ધ થયો છે અને તેના પર અધધ કહી શકાય એટલા પ્રતિભાવ મળ્યા છે. અન્ય બ્લૉગ/વેબસાઈટ પરથી લખાણ લઈને (સૌજન્ય સાથે/વગર) પોતાનો બ્લૉગ સમૃદ્ધ કરતા કેટલાય પરોપજીવી બ્લૉગ પર પણ આ લેખ કૉપી-પેસ્ટ થયો છે. આ લેખની બીજી મજાની વાત એ છે કે વાચકો તરફથી કૉમેન્ટમાં મળતી પુરક માહિતી ઉમેરીને લેખને સતત અપડેટ કરવામાં આવી રહ્યો છે!

જાણો, ગુજરાતના ક્યા ક્યા શહેરની કઇ કઇ વસ્તુ વખણાય છે? – દિવ્ય ભાસ્કર

દિવ્ય ભાસ્કરના આ લેખની લિન્ક અહીં મૂકવાના બે ખાસ કારણો છે. પહેલું કારણ દેખીતું છે કે ગુજરાતના કયા શહેરની કઈ વાનગી, કયો જોઈન્ટ વખણાય તેની અપટુડેટ યાદી આપની સાથે શેર કરવા માટે. અને બીજું, બ્લૉગને લોકપ્રિય કેવી રીતે બનાવશો? એ પ્રશ્નનો ઉત્તર આ લેખ અને તેને મળેલા પ્રતિભાવો જોઈને મળી જાય છે!

વર્ષો પહેલા એક ગુજરાતી ફિલ્મ જોઈ હતી જેમાં એક ગીત હતું, ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી. મને યાદ છે ત્યાં સુધી જાણીતા હાસ્ય અભિનેતા રમેશ મહેતા પર આ ગીત ફિલ્માવવામાં આવ્યું હતું અને ગીતમાં ગુજરાતની જાણીતી વાનગીઓના નામ હતા. લો તમે પણ સાંભળો આ ગીત, વિનોદ રાઠોડના સ્વરમાં રણકાર.કોમ પર! Continue reading »

Aug 102010
 

પ્રિય મિત્રો,

એક વધુ લાંબા વિરામ બાદ આજે, પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે બ્લૉગ અપડૅટ કરી રહ્યો છું. સારા વરસાદ પછી પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઊઠી છે અને મહારાષ્ટ્રમાં સહ્યાદ્રીની પર્વતમાળામાં ફરવાની મજા માણવા જેવી છે. આવનારા દિવસોમાં પુણે અને આજુબાજુના વિસ્તારોમાં આવેલા ભોળાનાથના પ્રાચિન મંદિરોનો પરિચય કરવવાનો વિચાર છે.

બ્લૉગ વિશ્વના કેટલાક જાણવા જેવા સમાચાર…

  • વર્ડપ્રેસ તરફથી તાજેતરમાં એક નવો થીમ ઉમેરવામાં આવ્યો છે, કોરાલાઈન. સ્વચ્છ, સરળ અને સારો થીમ છે. જૂના અને જાણીતા થીમ ‘કટલાઈન’ની જગ્યાએ આ નવો થીમ આવ્યો છે.
  • ટહુકો.કોમ બ્લોગને શિકાગો આર્ટ સર્કલ તરફથી  ગુજરાતી સાહિત્ય અને સંગીતના સંવર્ધન માટે એવોર્ડ આપવામાં આવ્યો. લોકો હવે બ્લૉગને સિરિયસથી લેવા લાગ્યા છે એના એંધાણ વર્તાઈ રહ્યા છે.
  • વિજયભાઈ શાહના ચિંતન જગતનો પાંચમા વર્ષમાં પ્રવેશ.

બીજા સમાચારો  હવે પછી…