Dec 022008
 

પ્રિય મિત્રો,

એક લાંબા વિરામ બાદ ફરી હાજર થયો છું આપની સમક્ષ ખૂણેખાંચરેથી ખાંખાખોળા કરીને.

દિવ્ય ભાસ્કરની વેબટીમ ઈન્ટરેનેટ પર દિવ્ય ભાસ્કરનું રેપ્યુટેશન બગાડવાના જાણે સોગંદ ખાઈ બેઠી હોય તેવું લાગે છે.

આ પહેલાં આપણે જોઈ ગયા કે વેબસાઈટ પર લિન્ક (યુઆરએલ)ની જગ્યાએ ગરબડીયા અક્ષરો આવે છે જેને કારણે આખેઆખા લેખ નકામા થઈ જાય છે.

૧૧ થી ૧૪ ડિસેમ્બર કચ્છમાં રણોત્સવ થવાનો છે તે વિશેની માહિતી મેળવવા માટે ઈન્ટરનેટ સર્ફ કરતાં જણાયું કે દિવ્ય ભાસ્કર “કચ્છ”ની જોડણી “કરછ” કરે છે! પહેલાં મને લાગ્યું કે કદાચ ટાઈપ ભૂલ હશે પણ પછી વધુ ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે લગભગ બધા જ લેખોમાં “કચ્છ”નું “કરછ” કર્યું છે. પછી ખબર પડી કે બધી જ જગ્યાએ જ્યાં અડધો “ચ” આવતો હોય ત્યાં “ર” વપરાયો છે! ટ્રુ ટાઈપ ફોન્ટ (TTF) નું યુનિકોડમાં રૂપાંતરણ કરતા સોફ્ટવેરના ફોન્ટમેપિંગ કરતી વખતે દેખાવે “ચ્” અને “ર”માં સમાનતા હોવાથી આ ભૂલ થઈ હોય એવું લાગ્યું. Continue reading »

Sep 242008
 

ભગવદ્ગોમંડલ

પ્રિય મિત્રો,

વિનય એટલે કે…

૧. આભ્યંતર તપનો એક પ્રકાર; પૂજ્ય કે માન આપવા લાયક માણસનો આદર કરવા રૂપ તપ. (પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ આભ્યંતર તપ છે. – શ્રીમદ્ રાજચંદ્ર)
૨. ઉપદેશ
૩. (જૈન) ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું તે.
૪. દંડ; શિક્ષા
૫. નમસ્કાર; પ્રણામ
૬. નમ્રતા, નમ્રપણું
૭. નમ્રતા દેખાડવી તે; વિવેક; સલુકાઈ; મર્યાદશીલતા; નમ્રતાથી જે વિવેક કરવો તે; સભ્યતા; શિષ્ટાચાર. ગાંધીજી લખે છે કેઃ વિનય સત્યાગ્રહનો કઠિનમાં કઠિન અંશ છે. વિનય એટલે માનપૂર્વક વચન ઉચ્ચારણ એટલો જ અર્થ અહીં નથી. વિનય એટલે વિરોધી પ્રત્યે પણ મનમાં આદર, સરળ ભાવ, તેના હિતની ઈચ્છા ને તે પ્રમાણે વર્તન. સત્યના આગ્ર વિનાનો વિનય વિનય નથી પણ ખુશામત છે, દંભ છે, તેથી ખરું જોતાં તે અવિનય છે. Continue reading »

Aug 172008
 

પ્રિય મિત્રો,

દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર જંક કેરેક્ટર્સની જે સમસ્યા છે તે માટે ૨૫ જુનથી સતત અને નિયમિત રીતે ફોન અને ઈમેઈલ વડે દિવ્ય ભાસ્કરને ફરિયાદ કરતો રહું છું. આટલી સરસ સાઈટ પર આવતા સરસ અને માહિતીપ્રદ લેખો આવી નાની પણ મહત્વની ભૂલોને કારણે નકામા થઈ જતા ન જોઈ શક્યો તેથી અને ફરિયાદ કરવાથી ક્યારેક સુધારો થશે એ આશાએ પ્રયત્નો કરતો રહ્યો છું.

જંક કેરેક્ટર્સની સમસ્યામાં સુધારો થવાને બદલે ગયા બુધવારે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગમાં મૂકાયેલા હિમાંશુભાઈ કિકાણીના લેખની હાલત જોઇને હું આશાવાદીમાંથી નિરાશાવાદી થઈ ગયો અને પોસ્ટ લખી કાઢી હમ નહીં સુધરેંગે.

પોણા બે મહિનાથી દિવ્ય ભાસ્કરની વેબટીમ એક જ જવાબ આપતી રહી કે નવી વેબસાઈટમાં આ સમસ્યા નહીં હોય, પણ સોમનાથ મહાદેવ વાળો લેખ જોઇને તેમની પોકળતા ખુલ્લી પડી ગઈ (જુઓ નીચેનું ચિત્ર). નવી વેબસાઈટમાં પણ લિન્કની જગ્યાએ ગરબડીયા અક્ષરોની સમસ્યા તેમની તેમ છે.  Continue reading »

Aug 132008
 

દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર જંક અક્ષરોની સમસ્યા તેમની તેમ છે. છેલ્લા દોઢ મહિનાથી ઈમેઈલ, ફોન, મોબાઈલ વડે સતત દિવ્ય ભાસ્કરના નાના માણસથી લઈને મોટા માણસ સુધી આ બાબતમાં ધ્યાન દોરવા છતાં પરિસ્થિતિ તેમની તેમ છે. કંઇ સુધારો નથી થયો. હા, નવા લેખો અપલોડ થવાથી વધારો જરૂર થયો છે!

આ છે આજના દિવ્ય ભાસ્કર વેબસાઈટ પરનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના એક લેખનો મહત્વનો ભાગ:

x

છ ફકરામાં રહેલી છ ગંભીર ભૂલોને કારણે ‘ફૂલપ્રૂફ’ પાસવર્ડ કેમ બનાવશો? આખો લેખ નકામો થઈ જતો જોઈ શકો છો!

આમ જોઈએ તો ગરબડીયા અક્ષરોની સમસ્યાવાળા લેખોની સંખ્યા એટલી પણ નથી કે મેન્યુઅલી સુધારો ન કરી શકાય. બીજું જ્યાં સુધી ગરબડીયા અક્ષરો સુધારી લેવાતા નથી ત્યાં સુધી એક નાનકડી નોંધ મૂકીને જાણ કરી શકાય. પણ દિવ્ય ભાસ્કરની વેબ ટીમ દિવ્ય ભાસ્કરનું ઈન્ટરનેટ રેપ્યુટેશન ખરાબ કરવાનો નિશ્ચય કરી બેઠી હોય તો આપણે શું કરી શકીએ?