Jun 082011
 

પ્રિય મિત્રો,

ગયા અઠવાડિયે આપણે વર્ડપ્રેસ કોન્ટેક્ટ ફોર્મ વડે વાચકો પાસેથી માહિતી કેવી રીતે મેળવવી તે જાણ્યું. કૉન્ટેક્ટ ફોર્મનો ઉપયોગ કરી સામાન્ય જ્ઞાનના બે સવાલ કર્યા અને તેના જવાબો મેળવ્યા.

આજે આપણે જોઈશું કે વાચકો જે જવાબ મૂકે તે બ્લોગરને કેવી રીતે મળે?

૧) કોઈ વાચક કૉન્ટેક્ટ ફોર્મ ભરી submit કરે એટલે બ્લોગરને ફોર્મમાં ભરેલી માહિતી ઈમેઈલ વડે મળે.

૨) ફોર્મમાં ભરેલી માહિતી વર્ડપ્રેસની કંટ્રોલ પેનલમાં (ડાબી બાજુએ) Feedback વિભાગમાં એકઠી થાય (જુઓ નીચેનું ચિત્ર) Continue reading »

Dec 112010
 

પ્રિય મિત્રો,

થીમ પરિચય પખવાડીયાનો પાંચમો થીમ છે: સફ્યૂઝન (સફ્યુઝનનો અર્થ: ઊભરાઈને ચોમેર ફેલાઈ જવું કે પલાળી નાખવું)

ઢગલાબંધ વિકલ્પો સાથેના આ થીમમાં ૧૯ જગ્યાએ વિજેટ મૂકી શકાય છે! એક-બે-ત્રણ સ્થંભ (કૉલમ), ચોક્ક્સ પહોળાઈ કે આપમેળે ગોઠવાતી પહોળાઈ, ૧૦ જેટલા લેઆઉટ, ૧૭ જેટલી કલર સ્કિમ (જેમાં ડાર્ક તેમજ લાઈટ કલર સ્કિમનો સમાવેશ છે), કસ્ટમાઈઝડ ડ્રોપ ડાઉન મેનુ, ફીચર્ડ પોસ્ટ (વિશેષ લેખ), મેગેઝીન લેઆઉટ, સોશિયલ નેટવર્ક માટેના વિજેટ, કસ્ટમ પોસ્ટ ટાઈપ, લેખોનું વર્ગીકરણ, મનપસંદ રંગો અને મનપસંદ મથાળું (હેડર) વગેરે સુવિધાઓ ધરાવતા આ થીમ વિશે પુરેપુરી માહિતી આપવી હોય તો આખા પખવાડીયાની લેખમાળા કરવી પડે!

આ થીમ ઈન્ટરનેટ એક્ષપ્લોરર, ફાયરફોક્ષ, સફારી, ઓપેરા અને ક્રોમ બ્રાઉઝરમાં વ્યવસ્થિત ચાલી શકે તે રીતે બનાવવામાં આવ્યો છે.

તો સફ્યુઝન થીમ તમને કેવો લાગ્યો? આપના વિચાર અને અભિપ્રાય રજુ કરવા માટે કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

(આ પછીનો થીમ સોમવારે સવારે ૭:૦૦ (IST) મૂકવામાં આવશે તેની નોંધ લેશો)

Dec 102010
 

પ્રિય મિત્રો,

ફનએનગ્યાન.કોમ પર થીમ પરિચય પખવાડીયું ચાલી રહ્યું છે અને આ પખવાડીયા દરમ્યાન આપણે સેલ્ફ હોસ્ટેડ બ્લોગ માટેના વિવિધ થીમનો પરિચય કરી રહ્યા છીએ. આ શ્રુંખલાનો ચોથો થીમ છે મોબીયસ જે મોબીલાઈઝ કંપની તરફથી મજાનો અને મફત થીમ છે.

મોબાઈલ ઈન્ટરનેટનો વપરાશ પણ દિવસેને દિવસે વધતો જાય છે. અત્યાર સુધી વર્ડપ્રેસ બ્લોગ મોબાઈલમાં વાંચવા માટે એલેક્ષ કિંગનો થીમ વપરાતો હતો જે તાજેતરમાં બદલીને વર્ડપ્રેસ ટચ નામનો નવો થીમ રાખવામાં આવ્યો છે જે મોબાઈલ પર બ્લોગ વાંચતા મિત્રોના ધ્યાનમાં આવ્યું હશે.

આજે આપણે જે થીમ અહીં જોઈ રહ્યા છીએ તે સેલ્ફ હોસ્ટેડ બ્લોગ માટેનો થીમ છે: મોબીયસ (મોબીલાઈઝ ટુડે તરફથી)

વિશેષતા – આ થીમની સ્ટાઈલ શીટ મોબાઈલ અને ડેસ્ક્ટોપ માટે અલગ અલગ બનાવેલી છે જેથી આ થીમ બંનેમાં ચાલે.

કાળા પાટિયા પર રંગબેરંગી લખાણ એટલે મોબીયસ એમ ટુંકમાં કહી શકાય પણ એટલું પુરતું નથી. આ થીમમાં વાદળી, લીલો અને જાંબલી એમ ત્રણ અલગ અલગ રંગોની શ્રેણી છે. આ થીમ ડેસ્કટોપ પર ક્રોમ, ઓપેરા, ફાયરફોક્ષ, સફારી અને (બીચ્ચારા) ઈન્ટરનેટ એક્ષપ્લોરર જેવા બ્રાઉઝર  સાથે અને મોબાઈલમાં એપલ (આઈફોન), બ્લેકબેરી, એન્ડ્રોઈડ, પામ, સિમ્બીયન અને વિન્ડોઝ મોબાઈલ જેવી ઓપરેટીંગ સિસ્ટમ સાથે સારી રીતે ચાલે છે. આ થીમમાં ટચ સ્ક્રીન મોબાઈલની ખૂબીઓ પણ વણી લેવામાં આવી છે. વિજેટ સાથેનો સાઈડબાર (ડાબે), ટ્વિટર અને ફેસબુકના આઈકોન્સ અને આરએસએસ ફીડના આઈકોન સાથે બે કૉલમનો ચોક્ક્સ પહોળાઈ વાળો, ડાબે સાઈડબાર ધરાવતો અને થીમ ઓપ્શન્સ (વિકલ્પો) સાથેનો મજાનો અને મફત થીમ છે.

તો કેવો લાગ્યો આ થીમ – મોબીયસ? આપના અભિપ્રાય/વિચાર રજુ કરવા કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

Dec 082010
 

પ્રિય મિત્રો,

થીમ પરિચય પખવાડીયાનો ત્રીજો થીમ છે – મિસ્ટીક.

ડિઝિટલ નેચર તરફથી નામ પ્રમાણે રહસ્યપૂર્ણ અને રસપ્રદ એવો આ થીમ વિશેષતાઓથી ભરેલો છે. મજાની ડિઝાઈન, એક-બે-ત્રણ કૉલમ તેમજ લેઆઉટ પસંદ કરવાની સગવડ, વિજેટ દર્શાવવાની સગવડ, થીમ ઓપ્શન્સ પસંદ કરવા માટેનું સચિત્ર પાનું, ચોક્કસ પહોળાઈ તેમજ આપમેળે ગોઠવાતી પહોળાઈ, ડાબી કે જમણી બાજુએ સાઈડબાર મુકવાની સગવડ, પોતાની પસંદગી પ્રમાણેનું મથાળું, બેકગ્રાઉન્ડ જેવી સુવિધાઓ ઉપરાંત કૉમેન્ટ કરનારના દેશનો ધ્વજ દર્શાવવાની વિષેશ સગવડ ધરાવે છે.

આ થીમ જિજ્ઞેશભાઈ અધ્યારૂના બ્લોગ અક્ષરનાદ.કોમ પર શોભી રહ્યો છે!