Oct 042011
 

પ્રિય મિત્રો,

સરખામણી લેખમાળાને પરમ દિવસે આગળ વધારશું, આજે થોડા અપડેટ્સ જોઈએ:

૧) ડોમેઈન નેમ અને તેના વિકલ્પો:

ડોમેઈન નેમ માટેના ત્રણ પ્રાથમિક વિકલ્પો .કોમ (.com) વેપારી સંસ્થા માટે, .નેટ (.net) સમુહ માટે અને .ઓર્ગ (.org) સંસ્થામાટે ફાળવવામાં આવ્યા હતા તે પછી બીજા ઘણાં વિકલ્પો મળ્યા. પછીથી જે તે દેશ માટેના (દા.ત. ભારત માટે .in, .co.in) ડોમેઈન નેમ પ્રચલિત થયા પણ આ ત્રણનો દબદબો તેમનો તેમ રહ્યો. તાજેતરમાં તેમાં હવે એક નવો વિકલ્પ ઉમેરાયો છે: .મી (.me). મારા હિસાબે અંગત વેબસાઈટ માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. અંગત વેબસાઈટ (દા.ત. vinaykhatri.com) જે કોઈ વ્યાપારીક હેતુથી કે ચોક્ક્સ સમુહ માટે કે કોઈ સંસ્થાની હોતી નથી તેના માટે .કોમ/.નેટ/.ઓર્ગને બદલે .મી (અર્થાત હું) વધારે યોગ્ય ગણાય. વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ માટે પણ આ વિકલ્પ ખુલ્લો છે.

૨) તાજેતરમાં ઉમેરાયેલ નવા વર્ડપ્રેસ થીમ:

વર્ડપ્રેસ તરફથી તાજેતરમાં ત્રણ નવા અને મફત થીમ ઉમેરવામાં આવ્યા છે:

  • નિશિતા‘ ફોટો બ્લૉગ માટેનો ડાર્ક લાઈટના વિકલ્પ ધરાવતો સરસ થીમ છે.
  • Parament નામનો સુંદર, ડાર્ક કલર સ્કિમ ધરાવતો રંગીન થીમ પણ ઉમેરવામાં આવ્યો છે.
  • બૉલ્ડ લાઈફ નામ પ્રમાણેના ગુણ ધરાવતું બૉલ્ડ, બ્યુટિફુલ અને જીવંત થીમ છે. બ્લૉગ બૂકલેટ પર શોભી રહ્યો છે. Continue reading »
Sep 142011
 

પ્રિય મિત્રો,

શરદી/ખાંસી/તાવ (વાયરલ)એ મને બે અઠવાડીયા બરાબરનો પજવ્યો અને પછી ત્રણ અઠવાડિયા કામકાજમાં અને અંગત પ્રસંગોને લઈને વ્યસ્ત રહ્યો. લાંબા સમય પછી આજે બ્લૉગ પર લોગઈન કર્યું છે તો સાથે સાથે અપડેટસ પણ મૂકી દઉં.

વહી ગયેલા સમય દરમ્યાન વર્ડપ્રેસ તરફથી પિંક ટચ ૨, ક્વિન્ટ્સ, સિલેક્ટા, સ્કેપટીકલ, કૉમેટ અને ચંક (આ થીમ બ્લૉગ બૂકલેટ પર મૂક્યો છે) જેવા નવા થીમ ઉમેરવામાં આવ્યા.

કૉમેન્ટનું પૃથ્થકરણ કરવા માટે સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ માટે વિવિધ પ્લગઈન ઉપલબ્ધ હતા અને હવે વર્ડપ્રેસ બ્લોગ પર પણ આ સુવિધા ઉમેરવામાં આવી છે. આ સુવિધા વિશે કાર્તિકભાઈએ કોણે કરી કોમેન્ટની કમઠાણ? મથાળા હેઠળ લખ્યું છે.

વહી ગયેલા સમય દરમ્યાન અન્ના હજારે અને તેમના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને દેશમાં સારી એવી જાગૃતિ ફેલાવી છે. ભ્રષ્ટાચાર બાબત કંઈ ન થઈ શકે વિચારતા લોકોને ઘણું બધું થઈ શકે વિચારતા કરી દીધા તે માટે શ્રી અન્ના હજારેજી અને તેમની ટીમને દાદ દેવી પડે!

ગયા પખવાડિયા દરમ્યાન પુણે  ગણેશ ઉત્સવ મય રહ્યું. ગયાવર્ષો દરમ્યાન સ્વાઈન ફ્લૂ અને બીજા કારણસર ઉત્સવની મજા બગડી હતી તે આ વર્ષે સરભર થઈ હોય એવું લાગ્યું.

આજે આટલું બસ છે, વધુ આવતી કાલે!

Aug 082011
 

પ્રિય મિત્રો,

આજે ફરી એક વાર એક સાથે ત્રણ વિષય લઈને હાજર થયો છું.

૧) અમદાવાદ મુલાકાત

ગયા અઠવાડિયે અમદાવાદ જઈ આવ્યો. પુણેથી અમદાવાદ જતી વખતે રસ્તામાં વહેલી સવારે ભરૂચ આવ્યું. બસે વિરામ લીધો. અડધી (કાચી) ઊંઘમાંથી ઊઠીને નીચે ઊતર્યો, છાપું લીધું: દિવ્ય ભાસ્કર (ભરૂચ આવૃતિ). છાપું જોતાં જ ત્રણ બાબતો એવી ધ્યાનમાં આવી કે ઊંઘ પૂરેપૂરી ઊડી ગઈ! કઈ હતી એ બાબતો?

  1. છાપાની કિંમત રૂ. ૨.૨૫ (સવા બે)! પાવલી ક્યારની ચલણમાંથી બંધ થઈ ગઈ છે અને હવે સત્તાવાર રીતે ૧લી જુલાઈથી પાછી ખેંચી લેવાઈ છે એવો અહેવાલ પ્રસિદ્ધ કરનાર દિવ્ય ભાસ્કરને આ બાબતની ખબર નથી કે શું? છાપાવાળાને અઢી રૂપિયા આપ્યા પછી ૨૫ પૈસા પાછા કેમ લેવા? અથવા બે રૂપિયા આપીને ઉપરના પચીસ પૈસા કેમ આપવા? ઊંઘ ઊડવાનું પહેલું કારણ!
  2. છાપું વચ્ચેથી ચોક્ક્સ માપનું કપાયેલું હતું! પહેલા આશ્ચર્ય થયું પછી યાદ આવ્યું કે છાપાવેચનારાએ ઈનામી કૂપન કાપી લીધું છે. ઊંઘ ઊડી જવાનું બીજું કારણ, દિવ્ય ભાસ્કર આ ઈનામી યોજના દ્વારા ખરેખર કોને ખુશ કરવા માગે છે છાપું વાચનારને કે પછી છાપું વેચનારને?
  3. ત્રીજું કારણ બહુ જ મજાનું છે. પહેલા પાને મુખ્ય સમાચાર વાંચવા મળ્યા, આવકવેરો ભરવામાં મુંબઈ-દિલ્લી માઈનસમાં, ગુજરાત નંબર વન! ખુશી થઈ. ગુડ. Continue reading »
Jul 142011
 

પ્રિય મિત્રો,

આજે એક સાથે ત્રણ ટોપિક રજુ કરું છું:

૧) વર્ડપ્રેસ તરફથી વધુ એક નવો થીમ – Matala

છાપાળવી ભાષામાં કહીએ તો,  વર્ડપ્રેસ તરફથી જાહેર કરાયેલા એક થીમની જાહેરાતની શાહી સૂકાઈ નથી ત્યાં બીજા એક નવા થીમની જાહેરાત કરવામાં આવી છે!

આ પહેલા રજુ થયેલા થીમ Château કરતાં એકદમ અલગ ડિઝાઈનનો આ નવો થીમ ચળકતા રંગો અને રમતિયાળ દેખાવ ધરાવે છે. આ થીમની મૂળ ડિઝાઈન Nicolò Volpato એ કરી હતી.

આ થીમમાં ત્રણ જગ્યાએ (જમણી બાજુએ સાઈડબારમાં અને લખાણની નીચે) વિજેટ મૂકવાની સગવડ છે. એકાદ ચિત્ર હોય તેવા લેખને સાઈડબાર વગર (એટલે કે આખા પાના પર )દેખાડી શકાય એવી સુવિધા ધરાવે છે. ઉપરાંત  aside, status, quote, video, image અને gallery એમ છ અલગ અલગ રીતે પોસ્ટ દર્શાવવા માટેના વિકલ્પો ધરાવે છે.

થીમ વિશે અહીં વધુ લખવા કરતાં તમે આ થીમ બ્લૉગ બુકલેટ પર જાતે જોઈ શકો છો: Continue reading »