પ્રિય મિત્રો,
વર્ડપ્રેસ તરફથી બીજા બે થીમ ઉમેરવામાં આવ્યા છે…
૧) ગ્રેઝ્ડ! (૩જી જુન)

વધુ વિગતો માટે અહીં ક્લિક કરો! Continue reading »
પ્રિય મિત્રો,
વર્ડપ્રેસ તરફથી બીજા બે થીમ ઉમેરવામાં આવ્યા છે…
૧) ગ્રેઝ્ડ! (૩જી જુન)

વધુ વિગતો માટે અહીં ક્લિક કરો! Continue reading »
પ્રિય મિત્રો,
વર્ડપ્રેસ તરફથી વધુ ત્રણ નવા થીમ ઉમેરવામાં આવ્યા છે.
૧) એન્ટરપ્રાઈઝ (૧૩ મે)

સ્વચ્છ સુંદર અને મોટી કંપનીની વેબસાઈટ જેવા દેખાવ સાથે અને ડ્રોપ ડાઉન મેનુની સગવડ સાથેનો થીમ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો. Continue reading »
પ્રિય મિત્રો,
વર્ડપ્રેસ તરફથી એક નવો થીમ ઉમેરાયો છે: ટાયટન.
આમ તો આ સમાચાર થોડા જુના જહેવાય. ૯મી માર્ચે આ થીમની જાહેરાત કરતી પોસ્ટ વર્ડપ્રેસના બ્લોગ પર મુકવામાં આવી હતી.
ધ થીમ ફાઉન્ડ્રીના દેખાવે સરળ અને સ્વચ્છ એવા આ થીમમાં ઘણાં બધા વિકલ્પો છે. ચાર અલગ અલગ જગ્યાએ ‘વિજેટ’ મૂકી શકાય છે. મથાળું (હેડર) પોતાની પસંદગી પ્રમાણે ગોઠવી શકાય છે. બે કૉલમનો, ચોક્કસ પહોળાઈ વાળો, સફેદ/રાખોળી રંગો વાળો, જમણી તરફ સાઈડબાર ધરાવતો થ્રેડેડ કોમેન્ટ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) સહીતની સુવિધાવાળો આ ‘દેખાવડો’ થીમ તરત ગમી જાય તેવો છે.
વર્ડપ્રેસ પર બ્લોગ ધરાવતા તેમજ પોતાનું ડોમેઈન/હોસ્ટીંગ ધરાવતા બ્લોગ એમ બંને માટે આ થીમ ઉપલબ્ધ છે. વધુ કહેવા કરતાં જાતે અનુભવ કરવા માટે ‘ડેમો’ બ્લોગની મુલાકાત લઈ શકાય અથવા સાક્ષર ઠક્કરના બ્લોગની મુલાકાત લઈ શકાય!
પ્રિય મિત્રો,
૨૦૧૦ના નવા વર્ષની ભેટ રૂપે વર્ડપ્રેસ તરફથી તાજેતરમાં એક નવો થીમ ઉમેરવામાં આવ્યો છે: ડ્યુઓટોન.
ફોટો બ્લૉગ માટેના જાણીતા થીમ મોનોટોનનું આ નવું સંસ્કરણ છે. પહેલી નજરે મોનોટોન જેવો જ લાગતો આ થીમ ઘણા બધા ઉપયોગી સુધારા-વધારા સાથે આવ્યો છે. મોનોટોનની જેમ આ થીમ પણ પોસ્ટમાં મૂકેલી તસવીરને અનુરૂપ બેકગ્રાઉન્ડ કલર આપમેળે બદલાવી લેવાની પ્રક્રિયા હવે વધારે સારી રીતે કરે છે.
ડ્યુઓટોનમાં પોસ્ટની નીચેની તરફ ત્રણેક તમને ગમતા ‘વિજેટ’ પણ મૂકી શકો છો.
ડ્યુઓટોનનો સૌથી મહત્વની ખાસિયત એ છે કે ફોટાની સાથે ડિજિટલ ફોટામાં સમાવેલી ફોટાને લગતી (EXIF) માહિતી (જેવી કે ફોકલ લેંન્થ, ફિલ્મ સ્પીડ, શટર સ્પીડ, કેમેરા મોડેલ વગેરે…) વાંચીને પોસ્ટની નીચે આપમેળે દર્શાવે છે!
વધુ શું કહું? જાતે જોઈને ખાતરી કરવા માટે અહીં ક્લિક કરો…!
પ્રિય મિત્રો,
ગયા પખવાડિયે આપણે અલગ અલગ થીમનો પરિચય કર્યો અને તાજેતરમાં આપણે આપણો મત આપીને ફનએનગ્યાન.કોમ માટેનો થીમ પસંદ કર્યો. ત્યાં જ ગઈ કાલે સમાચાર આવ્યા કે વર્ડપ્રેસ (પર હોસ્ટ થયેલા) બ્લોગ માટે એક નવો થીમ વર્ડપ્રેસ તરફથી ઉમેરાઈ રહ્યો છે: iNove.
એમજી ૧૨નો આ થીમ બહુ બધા સેલ્ફ હોસ્ટેડ બ્લોગ (ગુજરાતીમાં નિપ્રા બ્લોગ એગ્રીગેટર અને રણકાર બ્લૉગ) વાપરે છે. લોકલાગણીને માન આપીને હવે આ થીમ જેમના બ્લોગ વર્ડપ્રેસ પર હોસ્ટ થયેલા છે તેમના માટે પણ ઉપલબ્ધ છે. ટૂંકમાં હવે આ થીમ સેલ્ફ હોસ્ટેડ અને વર્ડપ્રેસ હોસ્ટેડ બંને ટાઈપના બ્લોગ માટે ઉપલબ્ધ છે.

આ થીમમાં હેડરની નીચે ‘વિભાગો’ અથવા ‘પાનાંઓ’ મૂકવાનો વિકલ્પ છે. આ થીમમાં નોટિસ, બેનર, વિજેટ વગેરેની ખાસ વ્યવસ્થા છે. દરેક પોસ્ટ પર લેખકનું નામ, લેખનો વિભાગ અને લેખના ટેગ્સ મૂકવા કે નહીં તે નક્કી કરી શકાય છે. થીમ સેટિંગ માટેનું એક અલગ પાનું ફાળવવામાં આવ્યું છે.
વધુ શું કહું જાતે જોઈ લો!