Apr 212009
 

પ્રિય મિત્રો,

બ્લોગ જગતમાં ઉઠાંતરીની નવાઈ નથી. અવારનવાર આવા કિસ્સા આવતા જ હોય છે. નવોદિતોથી લઈને ન્યુરોસર્જન સુધી આ રોગ વ્યાપેલો છે. અમિતાભનો બ્લોગ છે, આમિરનો બ્લોગ છે, (હવે) નરેન્દ્ર મોદીનો બ્લોગ છે અને મારો પણ બ્લોગ છે. દેખાદેખીની લાહ્યમાં અને વર્ડપ્રેસ/બ્લોગસ્પોટની મહેરબાનીથી બ્લોગ તો બનાવી દીધો પણ પછી લખવું શું? પ્રસિદ્ધિનો સરળ રસ્તો છે અન્યની રચના પોતાના નામે ચડાવી દેવાનો! આ ઉપાય ‘વરવા ગુજરાતી’થી લઈને ‘અપ્રાકૃતિક ટિપ્સ’ આપતા બ્લોગર પણ અજમાવી ચૂક્યા છે.

આજે આપણે જે બ્લોગરની વાત કરવાના છીએ તે છે – છેલછબીલો ગુજરાતી™ સુરોનો સોદાગર… માનવ(જીજ્ઞેશ પારેખ)નું વિશ્વ. સૌપ્રથમ આપણે તેમની એક રચના જોઇએ…

બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ

૧૬/૪/૨૦૦૯, રાત્રે ૨.૪૫, “માનવ” 

હવે આ જુઓ – પહેલી નજરનો પ્રેમ – વિશાલ મોણપરા  Continue reading »

Mar 172007
 

પ્રિય મિત્રો,

તડાફડીમાં આપનું સ્વાગત છે…

આ બ્લોગની શરુઆત કરીએ તે પહેલા થોડી પ્રસ્તાવના.

હું ગુજરાતી સાહિત્યના સરોવર સમી વેબસાઈટ રીડ ગુજરાતી ડૉટ કૉમનો નિયમિત વાચક અને ચાહક છું. હમણાં ત્યાં વાચકોની લેખન સૃષ્ટિમાં એક નવોદિતની કવિતા અને સિદ્ધહસ્ત કવિની ગઝલમાં ગજબનું સામ્ય હોવાથી પરસ્પર જોરદાર દલીલો થતી હતી ત્યાં મારું ધ્યાન ગોલમાલ તરફ ગયું અને મને તેમના નામમાં રસ પડ્યો. ત્યાં તેમણે ‘લોલિતા’ વિષે કોમેન્ટ કરી કે “Lolita is a BAD Book…” મને મારા મનમાં થયું કે તેમણે ‘લોલિતા’ વાંચ્યા વગરજ કોમેન્ટ કરી છે. ત્યાં દિનેશભાઈએ પુછી લીધું કે “એ ખરાબ પુસ્તક છે એ નિષ્કર્શ કાઢવા માટે પહેલા તમે જરુર એ પુસ્તક વાંચયુ જ હશે ને?!!” તો ગોલમાલભાઈ તેમના પ્રશ્નનો ઉત્તર આપવને બદલે જોડણી સુધારવાને લાગી ગયા.. અને પછી જે થયું તે તમે જાતે વાંચી લો, વાંચીને કહેજો કે તડાફડી કેવી લાગી? Continue reading »