Apr 012010
 

પ્રિય મિત્રો,

આજે પહેલી એપ્રિલ, ના આજે કોઈને ‘ફૂલ’ બનાવવાનો વિચાર નથી. આજે ફનએનગ્યાન.કોમ ડોમેઈનને આજે વર્ષ ૨ વર્ષ પૂરા થયા. આ શુભ દિવસે ફનએનગ્યાન ટુલબાર અપડૅટ કરવાનું ભગિરથ કાર્ય હાથમાં લીધું છે. આપને વિનંતી છે કે આપના બ્લોગની માહિતી નીચે આપેલા ફોર્મેટમાં gujblog@gmail.com પર મેઈલ કરો.

બ્લોગનો વિષય ખાસ જણાવવું જરૂરી છે. આમ કરવાથી હજાર જેટલા બ્લોગમાંથી વાચક તેને ગમતા વિષય પર બ્લોગ માણી શકે. વિષયમાં તમે તમારા બ્લોગને લગતા પાંચેક શબ્દો જણાવો. દા.ત. કવિતા, સ્વરચિત, સંકલિત, રોજનિશી, હાસ્ય, વાર્તા, ગઝલ, રમતગમત, વાનગી, રાજકારણ,  ફિલ્મ, વગેરે…

આપના બ્લોગનો પરિચય નીચે પ્રમાણેના ફોર્મેટમાં

gujblog@gmail.com પર મેઈલ કરો.

આપનું નામ _______________________________________

ઈમેઈલ _________________________________________

હાલ ક્યાં રહો છો? ___________________________________

ગુજરાતમાં ક્યાંના? __________________________________

બ્લોગનું નામ ______________________________________

બ્લોગની લિન્ક _____________________________________

બ્લોગ વિષય ______________________________________

બીજું આપની જાણમાં હોય એવા તમામ બ્લોગરોને જાણ કરવા વિનંતી તેમજ તેમના બ્લોગની લિન્ક મને મોકલાવશો જેથી હું તેમને માહિતી માટે સંપર્ક કરી શકું.

ગુજરાતી બ્લોગ જગત ૧,૦૦૦ના આંકને ક્યારનું પાર કરી ચૂક્યું છે. આટલા બધા બ્લોગનો સમાવેશ કરવો એ અઘરું કામ છે, છતાં બીડું જડ્પ્યું છે. વ્યસ્તતાની વચ્ચેથી સમય કાઢીને ટૂલબાર અપડૅટ કરી આપની સમક્ષ આવતા મહિને રજૂ કરવાનો વિચાર છે.

નોંધ આપના બ્લોગ વિશેની માહિતી અહીં કોમેન્ટમાં ન મૂકતાં ઉપર જાણાવેલા ફોર્મેટમાં gujblog@gmail.com પર મોકલવાની છે.

-વિનય ખત્રી

Mar 062009
 

પ્રિય મિત્રો,

આજે પ્લેજરીઝમના ઉપાયો વિશે લખવાનું હતું પણ કેટલાક કારણોથી આવતી કાલ પર મુલ્તવી રાખ્યું છે.

બીજું વચ્ચેનો કેટલોક સમય હું બ્લોગ જગતથી દૂર રહ્યો. તે સમય દરમ્યાન ફક્ત ઈમેઈલ ચેક કરતો હતો પણ નેટ સર્ફીંગ અને બ્લોગીંગ નહોતો કરી શક્યો. તે સમય દરમ્યાન બનેલા કેટલાક બનાવો મને લાગે છે કે આપની સાથે શેર કરવા જોઇએ.

૧. રણકાર વાળા નીરજ શાહના લગ્ન થયા, નવદંપતીને અભિનંદન!

૨. ફન-એન-ગ્યાન ટૂલબાર પર ટ્રોઝનનો હુમલો થયો જેની જાણ થતાં જ સુધારી લેવામાં આવ્યું. રણકાર.કોમ સાઈટના RSS ફીડમાંથી હતું જે રણકાર.કોમની ફીડ હટાવી લેવાથી સુધારી શકાયું અને હવે નીરજભાઈ શાહ આવીને રણકારને ફરી રણકતો કરી દીધો છે.

૩. દિવ્ય ભાસ્કરની કળસ પૂર્તિમાં સાયબર સફર કોલમના લેખક હિમાંશુ કિકાણીએ સરસ મજાની સાઈટ લોંચ કરી: સાયબરસફર.કોમ

૪. ભગવદ્ગોમંડળ ઓનલાઈન પછી હવે ગુજરાતી લેક્ષિકોન દ્વારા ભગવદ્ગોમંડલ.કોમની ભેટ.

૫. મારા ગુગલ રીડરમાં શેર કરેલા ગુજરતી બ્લોગ જગતની ફીડ કોઈ કારણ સર ચાલતી બંધ થઈ ગઈ છે, કંઈક કરવું પડશે.

૬. રિડિફ.કોમનો ગુજરાતી વિભાગ ફરી શરુ થશે એવું સાંભળ્યું!

૭. દિવ્ય ભાસ્કરનો દિવ્ય પ્રુફ રીડર વિભાગ અને દિવ્ય વેબટીમ વોહી રફતાર બેઢંગી… ચલાવ્યે રાખે છે. કોઈ સુધારો દેખાતો નથી. થોડીઘણી આશા હતી સુધારાની, હવે તે પણ છોડી દીધી છે.

આ સિવાય કંઈ નવાજુની હોય તો જરૂરથી જણાવજો…

Jun 262008
 

પ્રિય મિત્રો,

ગઇકાલના દિવ્ય ભાસ્કરની કળશ પુર્તિમાં ‘સાયબર સફર’ કોલમમાં ટૂલબાર વિશે એક સરસ લેખ છે: ગુજરાતી વાંચન ‘માઉસવગું’ કરતા ટૂલબાર, જેમાં નિલેશભાઇના ‘કાકાસાબ ટૂલબાર’ અને આપણા ફન-એન-ગ્યાન ટૂલબાર વિશે હિમાંશુભાઇ કીકાણીએ સરસ છણાવટ કરી છે:

ગુજરાતી વાંચન ‘માઉસવગું’ કરતા ટૂલબાર - હિમાંશુ કીકાણી

આવા સરસ લેખ માટે હિમાંશુભાઇનો ખૂબ ખૂબ આભાર. હિમાંશુભાઇના લેખ દિવ્ય ભાસ્કર ઉપરાંત તેમના બ્લોગ આલેખન અને તેમની વેબસાઇટ માય ગુજરાત પર પણ વાંચી શકાય છે.