Feb 192016
 

પ્રિય મિત્રો,

૫૦/૩૬૬

વેલેન્ટાઈન ડે’ના પછીના દિવસની પોસ્ટમાં વાપરેલા મારા શબ્દો ‘એક દિવસની દેશભક્તિ’નો કેટલાક મિત્રોએ વાંધો લીધો હતો. મારો કહેવાનો અર્થ એ હતો કે એક દિવસ માટે આપણે દેશ ભક્ત બની જઈએ છીએ. ફેસબુક/વૉટ્સએપ/ટ્વીટર પર પોતાનું ડીપી બદલીને ભારતનો ધ્વજ રાખીએ છીએ. કાર કે બાઈકમાં પણ તીરંગો ફરકાવીએ છીએ. અને દરરોજ આવા મેસેજ ફોર્વર્ડ કરતા રહીએ છીએ…

NASA का राकेट ब्लास्ट हुआ:

जापान: टेक्नोलॉजी परीक्षण किये थे ?

रूस: क्रिटिकल मास वॉल्यूम ठीक था ?

भारत: लिंबु मरचा बांध्या ता?

આ ફોર્વર્ડ પર હસી લીધું હોત તો હવે ફેક્ટની વાત કરીએ?

થોડા દિવસ પહેલા છાપામાં વાંચ્યું જ હશે કે બ્રિટનના ભારેખમ ઉપગ્રહો ભારતે અવકાશમાં તરતા મૂક્યા. ન વાંચ્યું હોય તો વાંચો :

isro

દુનિયા આગળ નીકળી ગઈ છે, આપણે ભારતિયો પણ આગળ છીએ. એક સમયે જેણે આપણાં પર રાજ કર્યું હતું એવો દેશ આજે પોતાનાં ઉપગ્રહો અવકાશમાં છોડાવવા આપણી પાસે આવે છે.

ફોર્વર્ડ મેસેજ મોકલતાં પહેલાં વિચારવું – આમાં ક્યાંક આપણે આપણાં રાજ્યની કે દેશની મજાક તો નથી કરી રહ્યા? કે કોઈકના ભારતને બદનામ ચિતરવાના એજન્ડાનો પ્રચાર અને પ્રસારતો નથી કરી રહ્યા ને?

– વિનય ખત્રી

Sep 162011
 

પ્રિય મિત્રો,

ઘણાં બ્લૉગર મિત્રો બ્લૉગને (ઑનલાઈન) ડાયરી ગણાવતા હોય છે. ચાલો સમજીએ બ્લૉગ અને ડાયરીમાં કેટલી સમાનતા છે.

સૌપ્રથમ બ્લૉગ (blog) એટલે શું એ સમજીએ. બ્લૉગ શબ્દ વેબલૉગ (weblog)નું ટૂંકું રૂપ છે. વેબ (web) એટલે (ઈન્ટરનેટનું) જાળું અને લૉગ (log) એટલે પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધ.

લૉગ શબ્દનો મૂળ અર્થ લાકડાનો ટૂકડો થાય છે. વહાણનો વેગ માપવા માટે લાકડાનો ટૂકડો બાંધવામાં આવતો અને તેની વિગતવાર અને સમયસર નોંધ રાખવામાં આવતી તેના પરથી લૉગ શબ્દ વિગતવાર નોંધ માટે વપરાવા લાગ્યો.

આટલું સમજી લીધું એટલે હવે જોઇએ ડાયરી. ડાયરી એટલે રોજનીશી, રોજરોજની ઘટના/વિચાર ઈત્યાદીની નોધપોથી.

આમ, બ્લૉગ અને ડાયરીના અર્થ એક સમાન છે એટલે બ્લૉગને ડાયરી કહી શકાય પણ ફરક તેના વપરાશ પર છે. ડાયરીનો ઉપયોગ રોજબરોજની ઘટના/વિચાર ઈત્યાદીની નોંધપોથી તરીકે કર્યો હોય તો વાંધો નહીં પણ આપણે ડાયરીનો ઉપયોગ નોટબુક તરીકે પણ કરતા હોઇએ છીએ.

દા.ત. તમારી ડાયરીમાં તમે મુકેશજીએ ગાયેલું દર્દભર્યું ગાયન કે હરિન્દ્ર દવેની રચના લખી છે. મને પણ તે રચના ગમે છે. તો હું એ રચના તમારી ડાયરીમાંથી મારી ડાયરીમાં ઉતારી લઈશ. આ વાત ડાયરી માટે બરાબર છે. આ રીત જ્યારે બ્લૉગ પર અજમાવવામાં આવે છે ત્યારે મોટર કાર આગળ બળદની જોડી જોડતા ખેડુતના પેલા પ્રખ્યાત ટૂચકા જેવો ઘાટ થાય છે. ખેડુતના દાદા/પરદાદા પોતાના વાહન આગળ બળદની જોડી જોડતા હતા, કારણ કે તે ગાડું હતું, હવે ખેડુત પાસે મસ્ત મજાની મારુતિ ગાડી આવી ગઈ છે જે પાવરફુલ એન્જિન ધરાવે છે. Continue reading »

Aug 112010
 

પ્રિય મિત્રો,

ઈન્ટરનેટ પર ફરતો એક ટૂચકો મારા સુધી પહોંચ્યો અને લ્યો, તેને હું તમારા સુધી પહોંચાડી દઉં…

અમેરિકન પત્ની અને ભારતિય પત્નીમાં શું ફરક?

અમેરિકન પત્ની એના પતિને કહશે, ‘એ યુ’ (Au), જ્યારે ભારતિય પત્ની તેના પતિને કહેશે ‘એ જી (Ag) સુનતે હો…?  તમને તો ખબર જ હશે કે એજી એ ચાંદીની સંજ્ઞા છે અને એયુ એટલે સોનું!

Sep 142009
 

પ્રિય મિત્રો,

ઘણા સમય પછી આજે મેનેજમેન્ટ સ્ટોરી વિભાગમાં પોસ્ટ મૂકી રહ્યો છું, આશા છે ગમશે.

-વિનય ખત્રી

એક દિવસ એક કૂતરો જંગલમાં ફરવા ગયો અને પછી રસ્તો ભૂલી ગયો. ઘણી વાર સુધી જંગલમાંથી બહાર નીકળવાના ફાંફા માર્યા પણ સફળ થયો નહીં. બપોર નમવા લાગી હતી અને ત્યાં તેણે જોયું કે સામેથી જંગલનો રાજા સિંહ આવી રહ્યો છે! સિંહનો મિજાજ જોઈને કૂતરાના મોતિયા મરી ગયા. આજુબાજુ જોયું તો ત્યાં કેટલાક હાડકાં પડેલાં જોયાં. તેમાંથી  તેણે એક મોટું હાડકું લીધું અને સિંહ તરફ પીઠ કરીને બેસી ગયો. હાડકાને ચૂસતાં ચૂસતાં મોટેથી બોલ્યો, “વાહ! સિંહનો શિકાર કરવાની વાત જ અલગ છે, હજુ એકાદ સિંહ મળી જાય તો પૂરું પેટ ભરાય અને મજા પડી જાય!” એમ કહી કૂતરાએ મોટેથી ઓડકાર ખાધો.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
સિંહ આ વાત સાંભળીને મોળો પડી ગયો. સિંહને લાગ્યું કે આ કૂતરો તો સિંહનો શિકાર કરે એવો માથાભારે લાગે છે. જીવ બચાવો અને ભાગો અહીંથી.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
ત્યાં ઝાડ પર બેઠેલો વાંદરો આ તમાશો જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું સિંહ સાથે સંબંધો સુધારવાનો આ સારો મોકો છે. સિંહને જઈને સાચી વાત કરી દઉં. સિંહ સાથે મિત્રતા થશે તો હંમેશને માટે જીવનું જોખમ ટળશે. તરત તે ઝાડ પરથી ઉતરીને સિંહની પાછળ ભાગ્યો.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
કૂતરાએ વાંદરાને સિંહની પાછળ જતા જોયો એટલે તેને થયું કે કંઈક લોચો લાગે છે. ત્યાં વાંદરાએ સિંહ પાસે જઈને બધી વાત કરી દીધી અને કહ્યું કે કૂતરાએ જંગલના રાજાને બેવકૂફ બનાવ્યો છે. સિંહ જોરથી ગર્જ્યો અને વાંદરાને કહ્યું, ‘ચાલ મારી સાથે, હમણાં જ જઈને કૂતરાના નાટકનો અંત આણીએ…” એમ કહી સિંહે વાંદરાને પોતાની પીઠ પર બેસાડીને કૂતરા તરફ દોડ્યો.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/14/dogandlion/
કૂતરાએ સિંહને આવતાં જોયો અને ફરી એક વાર સિંહ તરફ પીઠ કરીને બેસી ગયો અને જોરથી બોલવા લાગ્યો, ‘એક કલાક થઈ ગયો… ક્યાં મરી ગ્યો આ વાંદરો. ક્યારનો મોકલ્યો છે એક સિંહને ભોળવીને લઈ આવવા માટે…”

આને કહેવાય ભયનું મેનેજમેન્ટ!

(ઈન્ટરનેટ પર ફરતી હિન્દી વાર્તાનો ભાવાનુવાદ. (આ વાર્તા આ ઉપરાંત બીજા પણ ઘણાં બ્લોગ પર છે, હિન્દી તેમજ રોમન લિપિમાં પણ ફરે છે.))

  • મેનેજમેન્ટ સ્ટોરી વિભાગની અન્ય વાર્તાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો.