પ્રિય મિત્રો,
ગઈકાલના ગુજરાત સમાચાર બિઝનેસ કૉલમમાં બોક્ષમાં એક રચના પ્રસિદ્ધ થઈ છે, જેની નીચે કવિનું નામ મરકન્દ દવે છપાયું છે:
રચના વાંચીને નીચે પ્રમાણેના પ્રશ્નો ઉદ્ભવ્યા…
૧) આ રચનાના કવિ કોણ? મરકન્દ દવે કે મકરંદ દવે કે માર્કંડ દવે*?
૨) પ્રુફ રીડર હજી ય ૩૧ ડિસેમ્બર મનાવે છે?
૩) આપની રચનાની નીચે આપના નામની જોડણી ખોટી છપાય તો?
૪) આપની રચના ભળતા નામે છપાય તો?
૫) બીજાની રચના આપના નામે છપાય તો?
*અપડેટ: માર્કંડભાઈ દવેએ સ્પષ્ટતા કરી છે કે આ રચના તેમની નથી.