Jun 142011
 

પ્રિય મિત્રો,

તમે જાણીતી દુકાનો પર આવા પાટિયાં વાંચ્યા હશે કે અમારી બીજી કોઇ શાખા નથી, નકલખોરોથી સાવધાન, ભળતા નામે ભોળવાશો નહીં વગેરે… હવે આપણે પણ આવા પાટિયા ચિતરાવી આપણા બ્લૉગ/વેબસાઈટ પર મૂકવા પડશે. આ મતલબનો એક લેખ માર્ચ ૨૦૦૯માં અહીં મૂક્યો હતો અમારી બીજી કોઈ શાખા નથી આજે ફરી એ જ શિર્ષક સાથે લેખ મૂકી રહ્યો છું. કારણ, તમે જાતે જ જોઈ લો:

Continue reading »

Jun 012011
 

પ્રિય મિત્રો,

‘સમાજમાં રાંધીને ખાવાવાળા હોય છે તેમજ માગીને ખાવાવાળા પણ હોય છે, ડિટ્ટો બ્લોગ જગત. ‘ એક વખત એક બ્લોગ પર કૉપી-પેસ્ટ બાબત દલીલ કરતાં આ ઉપમા વાપરી તો બ્લોગરને બહુ માઠું લાગી ગયું: ‘વિનયભાઈએ અમને માગીને ખાવાવાળા કહ્યા!’

મને મારી ભૂલ સમજાણી, રવાની વાનગીના શોખીનો આગળ ‘ઉપમા’ની વાત ન કરાય. 😉 એટલે મેં પછી રવાની ઉપમા બનાવવાને બદલે શીરો કર્યો ત્યારે તેમને મારી વાત ગળે ઊતરી. મેં કહ્યું: ઘરે આવેલા મહેમાનને યજમાન ઘરનું રાંધેલું ખવડાવી શકે છે તેવી જ રીતે બહારથી ખાવાનું લાવીને જમાડી શકે છે (તેનો વાંધો હોઈ જ ન શકે). વાંધો ત્યારે આવે જ્યારે યજમાન બહારથી લઈ આવેલું ભોજન ઘરે બનાવ્યું છે એવા આગ્રહ સાથે જમાડે.

આ જ બદમાશી કૉપીકેટ બ્લોગરો પોતાના વાચકો સાથે કરે છે. કોઈકના બ્લોગ/વેબસાઈટ પરથી લખાણ તફડાવી પોતાના બ્લોગ એવી રીતે મુકે જાણે પોતાનું જ લખાણ છે! પોતાના વાચકોની આંખમાં ધૂળ નાખીને પોતાને સર્જક તરીકે ઓળખાવતા આ કૉપીકેટરો પોતાની લખવાની આવડતને કેળવવાને બદલે ગમે તે ભોગે પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં નકલને રવાડે ચડીને પોતાની જાતને ચોર સાબિત કરવા લાગી જતા હોય છે. Continue reading »

Apr 302010
 

પ્રિય મિત્રો,

દર બીજા દિવસે વર્ડપ્રેસ તરફથી કંઈને કંઇ નવું કર્યાની જાહેરાત હોય જ છે. ચાલો જોઈએ છેલ્લા કેટલાક દિવસોમાં વર્ડપ્રેસ તરફથી કરાયેલી મહત્વની જાહેરાતો વિશે…

૧) ફોટો બ્લૉગ માટે એક મસ્તમજાનો નવો થીમ ‘આઈન્યુઈટ ટાઈપ્સ‘ ઉમેરાયો. સફેદ અને કાળા એમ બેઉ પ્રકારના બેકગ્રાઉન્ડ વાળા આ થીમમાં ફોટાઓ સરસ રીતે શોભે છે. વિશેષ (ફીચર્ડ) પોસ્ટને હાઈલાઈટ કરી શકાય છે. ડ્રોપડાઉન મેનુની સગવડ છે. પોસ્ટની ઉપર ટેક્ષ્ટ ‘વિજેટ’ મૂકીને અગત્યની જાહેરાત  કે એવું લખાણ મૂકી શકાય છે.

૨) ‘સરપ્રાઈઝ મી‘ સુવિધા ઉમેરવામાં આવી. તમારા બ્લોગના ડેશબોર્ડમાં જઈને પર્સનલ સેટીંગના પાના પર જુઓ ‘સરપ્રાઈઝ મી’ લખેલું હશે, તેને ‘ટીક’ કરો અને પછી અમને જણાવો કે વર્ડપ્રેસે તમને કેવી રીતે આશ્ચર્ય ચકિત કર્યા?

૩) નવો થીમ અંડર ધ ઈન્ફ્લુઅન્સ. વિવિધ વિકલ્પો સાથેનો નવો થીમ અલગ તરી આવે છે. આ થીમમાં અલગ અલગરીતે મથાળા દર્શાવી શકાય છે. સ્થંભ (કૉલમ)ની પહોળાઈ અલગ અલગ રાખી શકાય છે. વગેરે ઘણાં સેટિંગ ધરાવતો અને બ્લોગને મૌલિક દેખાવ અપાવતો થીમ છે.

૪) નવો થીમ ટ્વેન્ટી ટેન. આ થીમ વર્ડપ્રેસ પર નવા બનતા બ્લૉગ માટે ડિફોલ્ટ (પહેલેથી) થીમ છે. સરળ, દેખાવડો અને સુવિધાઓવાળો થીમ છે. જેમાં હેડર (મથાળું) માએનું ચિત્ર તેમજ બેકગ્રાઉન્ડનો રંગ મનગમતી રીતે બદલાવી શકાય છે. ડ્રોપડાઉન મેનુની સગવડ સાથે સરળ અને સ્વચ્છ થીમ છે.

૫) નવો થીમ સ્ટ્રકચર. એક કરતાં વધારે સ્તંભ (કૉલમ) વાળો આ થીમ માળખાગત સુવિધાઓ અને પોતાની પસંદગી પ્રમાણેની સેટિંગ કરી શકાય તેવી સુવિધાવાળો છે.

૬) જોય વિક્ટ્રી એ બ્લૉગ વિશેની પાંચ ટિપ્સ આપી છે. Continue reading »