જાતને છેતરવાની જીદ – FunNgyan.com
Apr 172010
 

પ્રિય મિત્રો,

લેખની શરૂઆત કરતાં પહેલા મારા પ્રિય લેખક અને જાણીતા તત્વચિંતક શ્રી ગુણવંત શાહના વિચારો જાણીએ:

પ્રભુએ મનુષ્યને બે બાબતની છૂટ આપી રાખી છે. માણસ સડવા માટે અને પડવા માટે બિલકુલ સ્વતંત્ર છે. માણસના વિનિપાતની નિશાની કઈ? એ જ્યારે પોતાની જાતને છેતરવામાં ઉસ્તાદ બની જાય ત્યારે પોતાની ભૂલ પણ એને વાજબી લાગવા માંડે છે. ભૂલના લૂલા બચાવ માટે એ સામેવાળા સાથે એવી રીતે બાખડે છે કે બીજા લોકો જોતા જ રહી જાય! કલર બ્લાઈન્ડ લોકોને રંગની પરખ નથી હોતી. એ જ રીતે કેટલાક લોકો ‘મિસ્ટેક બ્લાઈન્ડ’ બની જાય ત્યારે પોતાની ભૂલ નથી જોઈ શકતા. ભૂલ કર્યા પછી નફ્ફટ બનીને એનો જોરદાર બચાવ કરવાનો પણ એક નશો હોય છે. આવો માણસ સડવાનું અને પડવાનું સ્વરાજ ભોગવે છે.

ગુણવંત શાહ, ‘જાતને છેતરવાની જીદ’, ‘કાર્ડિયોગ્રામ’, ‘ચિત્રલેખા’, ૨૯/૩/૨૦૧૦

બ્લોગ જગતમાં નકલખોરી કરતા બ્લોગ મારી જાણમાં આવે એટલે તરત જ હું તેમને કૉમેન્ટ અને/અથવા ઈમેઈલ વડે જાણ કરું. સામન્ય રીતે બ્લોગર મારી મેઈલ વાંચીને યોગ્ય સુધારો કરી લેતા હોય છે પણ કેટલાક અણસમજુ, જીદ્દી, ઉદ્ધત અને તોછડા સ્વભાવના બ્લોગર વાત સમજવા જ તૈયાર હોતા નથી અને સામી મને સલાહો આપતા હોય છે કે તમારે કૉપી-પેસ્ટનો વિરોધ કરવાની શું જરૂર?

આવા જ એક બ્લોગર છે રૂપેન પટેલ (જ્ઞાનનું ઝરણું) તેમણે ‘દિવ્ય ભાસ્કર’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, વિકિપિડિયા, ગુર્જરી.નેટ, વેબ દુનિયા, ઈકોનોમિક્સ ટાઈમ્સ જેવી વેબસાઈટ અને બ્લોગ જગતના કેટલાય સમૃદ્ધ બ્લોગ પરથી લખાણ કૉપી કરીને પોતાનો બ્લોગ સજાવ્યો હતો. આ બાબતની જાણ કરતાં તેમણે મને તોછડો અને ઉદ્ધત જવાબ આપ્યો. આ બાબત ગુજબ્લોગમાં ચર્ચાઈ ગઈ છે તેથી અહીં પુનરાવર્તન કરતો નથી.

૧૨મી માર્ચે ગુજબ્લોગમાં જાણ કરી કે રૂપેન પટેલ દિવ્ય ભાસ્કરમાંથી જોડણી ભૂલો સહિતની વાર્તા વાંચ્યા વગર જ પોતાના બ્લોગ પર પ્રસિદ્ધ કરી દીધી છે. આ જાહેરાતના બીજા દિવસે એક નવો ભૂતિયો બ્લોગ તરતો મૂકાયો, નામ છે, ‘ચોતરો’ અને તેની કેચલાઈન છે, આવો વાતોનાં વડા કરીએ! બ્લોગરનું નામ wbtacker320 છે. પહેલી પોસ્ટમાં રજૂ કરેલા મુખ્ય મુદ્દા જોઈએ… Continue reading »