Jan 222016
 

પ્રિય મિત્રો,

૨૨/૩૬૬

દસેક દિવસ પહેલા ગુજરાતના પ્રતિષ્ઠીત અખબારોએ લખ્યું – ‘જાપાનમાં એક ટ્રેન રોજ દોડે છે માત્ર એક જ પ્રવાસી માટે’

chitralekha
ચિત્રલેખા (૧૩ જાન્યુઆરી ૨૦૧૬)

—-

db
દિવ્ય  ભાસ્કર (૧૧ જાન્યુઆરી ૨૦૧૬)

sambhav

સમભાવ ન્યુઝ (૧૦ જાન્યુઆરી ૨૦૧૬)

ngsamay
નવગુજરાત સમય (૧૦ જાન્યુઆરી ૨૦૧૬)

એક માત્ર પ્રવાસી એટલે હાઈસ્કૂલ જતી એક છોકરી. તેનું ભણતર ન બગડે એટલે જાપાનની સરકાર આખી ટ્રેન દોડાવે છે! ડૉ. હેલેનેનો વિચાર જો તમે એક છોકરીને ભણાવો છો, આખા દેશને ભણાવો છોનું સમર્થન કરતા આ સમાચાર ચીનની સમાચાર સંસ્થા CCTV એ ફેસબુક પર મૂક્યા અને આંતરરાષ્ટીય સ્તરે વાયરલ થયા. ડેઈલી મેઈલ અને ટેલિગ્રાફ પણ આ સમાચાર પ્રસારીત કર્યા. ભારતમાં બેટી બચાવ અભિયાન અને કન્યા કેળવણીને પ્રોત્સાહનની વાતોનું સમર્થન કરતા આ સમાચાર પ્રતિષ્ઠીત અખબાર/સામયિકોએ છાપ્યા/વેબસાઈટ પર મૂક્યા અને બધાને બહુ પસંદ આવ્યા. સોસિયલ મિડિયામાં એક ટૂચકો ય ફરતો થયો –

છાપામાં વાંચ્યું – જાપાનમાં એક છોકરી માટે આખી ટ્રેન ચલાવાય છે.

એમાં શું? આપણે ત્યાં એક છોકરા માટે આખી પાર્ટી ચલાવાય છે!

એક પ્રવાસી માટે આખી ટ્રેન ચલાવવી – ક્યાંક કાચું કપાયું હોય કે વાત વધારીને કહેવાઈ હોય એવું તમને નથી લાગતું? મને લાગ્યું એટલે મેં કર્યા ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા અને આવું જાણવા મળ્યું…

  • અંગ્રેજી છાપાઓએ જ્યાં ‘Train Station Running for Just One Passenger’ (સ્ટોપ અપાય છે)નું ગુજરાતી કરતી વખતે ‘Train Running for Just One Passenger’ (ટ્રેન ચલાવાય છે) થઈ ગયું. Station શબ્દ ખવાઈ ગયો અને મતલબ બદલાઈ ગયો.
  • બીજું એક અન્ય વેબસાઈટ ધ ઓનલાઈન સિટિઝન પરથી જાણ્યું કે સ્ટેશન ‘ક્યુ-શિરાતાકી’ (Kyu-shirataki) છે, કામી-શિરાતાકી (Kami-Shirataki) નહીં. જો કે આ બંને સ્ટેશન પાસે પાસે જ છે, ૧૦ કિમિની અંદરે.
  • બીજા પણ ઘણાં લોચા છે. કોઈ કહે છે ત્રણ વર્ષ પહેલા બંધ કરી દેવાએલું સ્ટેશન (સ્ટોપ) ચાલુ કરવામાં આવ્યો, તો કોઈ કહે છે કે હમણાં જ બંધ થયો હતો તે સ્ટોપ ચાલુ કરવામાં આવ્યો, તો કોઈ વળી કહે છે કે સ્ટોબ બંધ કરાયો જ નથી. યાત્રીઓને અભાવે સ્ટોપ બંધ કરવાની વાત હતી પણ છોકરીના ભણતર ન બગડે એટલે નિર્ણય પાછો લેવાયો.

train_tw

સિટીલેબ વેબસાઈટ આ સમાચારની વાત સંદર્ભો ટાંકીને કરી છે.

આજના ઈન્ટનેટના યુગમાં એક સમાચારને ૧૦ દિવસ લાગે વાયરલ થતાં? નવાઈ લાગે છે ને? ભાઈ, જાપાની ભાષામાંથી ભાષાંતર કરતાં આટલો સમય તો લાગે જ! 😉

– વિનય ખત્રી

Jul 142011
 

પ્રિય મિત્રો,

આજે એક સાથે ત્રણ ટોપિક રજુ કરું છું:

૧) વર્ડપ્રેસ તરફથી વધુ એક નવો થીમ – Matala

છાપાળવી ભાષામાં કહીએ તો,  વર્ડપ્રેસ તરફથી જાહેર કરાયેલા એક થીમની જાહેરાતની શાહી સૂકાઈ નથી ત્યાં બીજા એક નવા થીમની જાહેરાત કરવામાં આવી છે!

આ પહેલા રજુ થયેલા થીમ Château કરતાં એકદમ અલગ ડિઝાઈનનો આ નવો થીમ ચળકતા રંગો અને રમતિયાળ દેખાવ ધરાવે છે. આ થીમની મૂળ ડિઝાઈન Nicolò Volpato એ કરી હતી.

આ થીમમાં ત્રણ જગ્યાએ (જમણી બાજુએ સાઈડબારમાં અને લખાણની નીચે) વિજેટ મૂકવાની સગવડ છે. એકાદ ચિત્ર હોય તેવા લેખને સાઈડબાર વગર (એટલે કે આખા પાના પર )દેખાડી શકાય એવી સુવિધા ધરાવે છે. ઉપરાંત  aside, status, quote, video, image અને gallery એમ છ અલગ અલગ રીતે પોસ્ટ દર્શાવવા માટેના વિકલ્પો ધરાવે છે.

થીમ વિશે અહીં વધુ લખવા કરતાં તમે આ થીમ બ્લૉગ બુકલેટ પર જાતે જોઈ શકો છો: Continue reading »