Apr 012015
 

પ્રિય મિત્રો,

આજની પોસ્ટ જો જો, કોઈ તમને એપ્રિલ ફૂલ ન બનાવી જાય…!નું અનુસંધાન… એટલે કે પોસ્ટ મૂક્યા પછીની વાતો…

ઓલા એર - ૪૯૯માં હેલિકોપ્ટરમાં ઉડો!

ઓલાકેબ્સ‘ નામની ઍપ બેઝ્ડ ટેક્ષી સેવાએ આજે ૪૯૯ રૂપિયામાં હેલિકોપ્ટર સેવા જાહેર કરી છે: ઓલાએર – ‘ચલો ઊડો’.

આવી જ જાહેરાત ૨૦૦૯માં કરવામાં આવી હતી, હોટેલિકોપ્ટર

હોટલને લગતી સર્ચ એન્જિનએ જાહેરાતના ભાગ રૂપે એક એડ એજન્સી દ્વારા હોશિયારી પૂર્વક એક ગપ્પું વહેતું કર્યું હતું – હોટેલિકોપ્ટર, આ વાતને ઘણાં જાણીતાં છાપાં/સામયિકોએ ચગાવી હતી અને રહસ્ય જાણ્યા પછી ખુલાસાઓ પણ કર્યા!

વધુ માહિતી માટે ક્લિક

‘હોટેલિકોપ્ટર’ નામનું એપ્રિલનું ગપ્પું રાજેશ ગોર નામના વાચક દ્વારા ચિત્રલેખાની ‘ઈશિતા’ સુધી પહોંચ્યું હતું અને જુન ૨૦૦૯માં ‘મુખવાસ’માં પણ છપાયું હતું!

Feb 252013
 

પ્રિય મિત્રો,

લોકપ્રિય સામયિક ‘ચિત્રલેખા‘ આપનું પણ પ્રિય સામયિક હશે. એંસીના દસકામાં જ્યારે હરકિશન મહેતા સાહેબની નવલકથા તુલસી-ચિંતન, આઈ મીન, ‘જડ-ચેતન‘ હપ્તાવાર ચિત્રલેખામાં પ્રસિદ્ધ થતી હતી ત્યારથી હું નિયમિત ‘ચિત્રલેખા’ વાંચું છું. સામાન્ય રીતે ચિત્રલેખા વાંચવાની શરૂઆત ‘નારદજી’ના કાર્ટુનથી થતી પણ જ્યારે પ્રિય લેખકની બહુ પ્રિય એવી નવલકથા છપાતી હોય ત્યારે ચિત્રલેખા હાથમાં આવે એટલે પહેલા નવલકથા વંચાય.

એક સમય એવો પણ આવ્યો કે ચિત્રલેખા વાંચવાની શરૂઆત પહેલે પાનેથી નહીં પણ છેલ્લે પાનેથી થવા લાગી. ‘મુખવાસ’ અને તેમાંય ખાસ કરીને ‘એલચી’ વાંચીને.

‘તારક મહેતાના ઊંધા ચશ્મા’ નિયમિત વંચાય પણ નિરાંતે વંચાય, ખાસ કરીને બસ-ટ્રેનની મુસાફરી દરમ્યાન. તારક મહેતાનો હાસ્ય લેખ વાંચતાને ક્યારેક હસવું પણ આવી જતું અને સહપ્રવાસી આપણી તરફ જરા ધ્યાનથી જોતા પણ ખરા!

આજકાલ ચિત્રલેખા વાંચવાની શરૂઆત વચ્ચેથી થાય છે અને તે પણ એક જાહેરખબરથી! ટુબી મોર પ્રિસાઈઝ, ‘કેસરી ટૂર્સ‘ની જાહેરખબરથી. નવાઈ લાગે છે ને? જાહેરખબર તે કોઈ દિવસ વંચાતી’ હશે? નીચે એ જાહેર ખબરનો ફોટો મૂક્યો છે, જાતેજોઈ લો: Continue reading »

Jan 062011
 

પ્રિય મિત્રો,

ગયા અઠવાડિયાના ‘અભિયાન’માં વાંચ્યું કે વ્હિલચેરમાં બેસીને લૂટી શકાય?

Continue reading »

Jun 122010
 

પ્રિય મિત્રો,

ચિત્રલેખાની લોકપ્રિય કૉલમ મુખવાસમાં આજે ચિરયુવાનીની ૧૯ ચાવી પ્રસિદ્ધ થઈ છે, ચાલો મમળાવીએ…

Continue reading »