Apr 262008
 

૩૧. સફળતા મેળવવાની બે ચાવીઓ છે. ૧. બધું જ ન કહેવું.

૩૨. લગ્ન એ એક શબ્દ નથી. આખું વાક્ય છે!

૩૩. હું ૨૪/૭ સખત મહેનત કરું છું, અઠવાડિયે ૨૪ કલાક, વર્ષે ૭ મહિના!

૩૪. બોંબથી માણસો મરતા નથી પણ ધડાકાથી મરે છે!

૩૫. ગુસ્સામાંને ગુસ્સામાં ઊંઘી જતા નહીં, બદલો લેવાનું આયોજન કરો અને પછી સુઈ જાઓ.

૩૬. સાફ-સુથરી ટેબલ દેખાય તો તેનું ખાનું (ડ્રોઅર) ખોલી જોવુ (ચોક્ક્સ વેર-વિખેર હશે!) Continue reading »

Apr 132008
 

૨૧. તમે જીતો કે હારો તે મહત્વનું નથી, મહત્વનું છે હું જીત્યો કે હાર્યો!

૨૨. જીવન આનંદદાયક છે. મૃત્યુ શાંતતાદાયક છે. તકલીફ આ બંનેના વચ્ચેના સમયની છે!

૨૩. આ છેતરપીંડી ન કહેવાય, હું આને સમસ્યાનો રચનાત્મક ઉકેલ કહીશ.

૨૪. દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરુષ હોય છે જે આશ્ચર્ય ચકિત થયો હોય છે!

૨૫. જેણે કહ્યું કે પૈસાથી સુખ ખરીદી શકાતું નથી તેને કદાચ ખબર નહીં હોય કે સુખ ક્યાંથી ખરીદી શકાય!

૨૬. દુશ્મનોને માફ કરો/ભૂલી જાઓ, પણ તેમના નામ યાદ રાખો!

૨૭. આપણે જેટલું મુર્ખતા ભર્યું પરાક્ર્મ કરતા હોઈએ તેના પ્રમાણમાં લોકો આપણી તરફ જોતા હોય છે!

૨૮. પ્રેમ ફોટો જેનિક છે, તેને ‘ડેવલપ’ કરવા માટે અંધારું જોઈએ!

૨૯. આપણે નસીબમાં માનવું જોઈએ, નહીં તો આપણે બીજાઓની અણગમતી સફળતા વિશે કેવી રીતે સમજાવી શકશું?

૩૦. દારૂડીયો: “મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે?” જજ: “પીવા માટે” દારૂડીયો: “તો કરો ચાલુ” (કોર્ટમાં હસાહસ) જજ: “ઓર્ડર, ઓર્ડર” દારૂડીયો: “એક લાર્જ સોડા વગર!”

***

ચબરાકિયાં (ભાગ – ૧)

Apr 052008
 

૧. જો હું સમયની બચત કરું તો તે સમય મને (વ્યાજ સહિત) પાછો ક્યારે મળે?

૨. આ પછીનું વાક્ય સાચું છે. આ પહેલાનું વાક્ય ખોટું છે.

૩. મેં પહેલા કહ્યું તેમ હું એકની એક વાત વારંવાર કહેતો નથી!

૪. ક્યારેક મને એવી જરુર હોય છે જે ફક્ત તમે જ મને આપી શકો, આપની ગેરહાજરી!

૫. જો તમે પહેલા પ્રયત્ને સફળ થતા નથી તો આકાશમાંથી કુદકો મારવાનું સાહસ માંડી વાળજો.

૬. લડાઈથી એ નક્કી નથી થાતું કે કોણ સાચું છે, પણ એ નક્કી થાય છે કે કોણ બચ્યું છે! Continue reading »

Mar 312008
 
 • અમારા છુટાછેડા ધાર્મિક મતભેદોને કારણે થયા, તે પોતાને ભગવાન માને છે, પણ હું નહીં.
 • મને ગાંડપણ નામનો રોગ નથી, શોખ છે!
 • હું ખૂબ મહેનતથી કામ કરું છુ કેમકે અબજો રૂપિયાની સખાવતો મારા ભરોશે છે!
 • કેટલાક લોકો હજુ જીવે છે કેમકે મારી નાખવું એ ગુનો છે!
 • જીવનને બહુ ગંભીરતાથી ન લેવું, કોણ જીવતું બચ્યું છે?
 • સુંદરતા આંખોમાં હોય છે, પીધેલા પુરુષની!
 • હું કાંઇ સંપુર્ણ મૂર્ખ નથી, કેટલોક ભાગ ગાયબ છે!
 • ભગવાનને મૂર્ખાઓ બહુ પસંદ હશે એટલે જ તેમણે આટલા બધાને બનાવ્યા!
 • હેંગઓવર એ બીજું કંઇ નથી પણ દ્રાક્ષનો ગુસ્સો છે!
 • હજારો કિલોમીટરની મુસાફરી બેંકમાંથી પૈસા કઢાવવાથી શરુ થાય છે!
 • “એક ચિત્ર હજારો શબ્દોની ગરજ સારે છે” સાવ સાચું પણ ગમે તે ફોર્મેટમાં સેવ કરો, ઓછામાં ઓછી ત્રણ હજાર ગણી સ્પેસ લે છે!