Feb 202015
 

પ્રિય મિત્રો,

આજે ફરી હાજર થયો છું કેટલાંક ચબરાકિયાં અને કેટલીક નવી કહેવતો લઈને…

* બીજા કરે તે પક્ષપલ્ટો, આપણે કરીએ તો હ્રદય પરિવર્તન.
* લાઈનમાં ઊભા રહો તો કેરોસિન પણ મળે (મન હોય તો માળવે જવાય).
* લાગવગની નોકરીમાં ઈન્ટરવ્યુની શું જરૂર?
* દિવસો ગયા, પૈસા ગયા, પાસે રહ્યા અનુભવો.
* પાંચ ઈંચનું ડિસ્પ્લે, છ ઈંચનો એસએમએસ (બાર હાથનું ચીભડું, તેર હાથનું બી).
* જે ગામમાં ‘બાર’ તે ગામમાં હવાલદાર.
* નબળા વિચારને સોસિયલ મિડિયાનો આધાર.
* નેતાના સંતાન અને હોટલનું રસોડું, જોવાનાં ન હોય.
* ઘરની ઉપર નળીયાં નહીં હોય પણ ડીશ એન્ટેના હશે!
* ટૂંકા કપડાને ફેશનનો આધાર.
* પત્નીની દોડ પિયર સુધી (મુલ્લાની દોડ મસ્જીદ સુધી).
* વિચાર એક ચિત્રપટ (ફિલ્મ) અનેક!
* કામ ઓછું, ફાઈલો ઘણી.
* બાળક કરે ચેનલ સર્ફ, મા-બાપ હોમવર્ક!
* ખિસ્સામાં નથી ડોનેશન, લેવા ચાલ્યા એડમિશન!
* સાસુ ક્લબમાં, વહુ પબમાં!
* રહેવા નથી ઘર, લગ્ન કર!
* નેતા નાનો, કટઆઉટ મોટો (ચકલી નાની ફૈડકો મોટો).
* ખોવાયેલું બાળક સાયબર કાફેમાંથી મળે!
* નોકરીયાત ક્ન્યાની માગણીઓ ઘણી.
* ઓફિસમાં પટાવાળો શાણો.
* રાત થોડી, મચ્છર જાજા (રાત થોડી, વેશ જાજા)!
* સર સલામત તો રોજ હજામત (સર સલામતતો પઘડિયાં બહોત).

– સંકલિત

Mar 302009
 

પ્રિય મિત્રો,

ફનએનગ્યાનમાં આપણે ઘણાં ચબરાકિયાં માણ્યા. આજે આપણે માણીશું રોહિતભાઈનું કલેકશન:

  • એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડે એના કરતાં સારું એ છે કે લીલી બત્તી માટે રાહ જુઓ.
  • અજ્ઞાન હોવાનો ફાયદો એ કે ક્યારેય અટૂલાપણાંની લાગણી થતી નથી.
  • અફવા કાન દ્વારા પ્રવેશે છે અને મોંએથી બહાર નીકળે છે.
  • આપણે ત્યાં એ જ મત જોખમી નીવડે છે જે મતપેટીમાં જતાં નથી.
  • સ્ત્રીને તેની વર્ષગાંઠ યાદ કરવો તે તેને ખૂબ ગમશે, કેટલામી તે નહીં.

આવા દસ પાનાં ભરીને ચબરાંકિયાં તેમણે સંકલિત કર્યા છે તેમની વેબસાઈટ પર તેમના સામયિક દીપમોતીના દસમા અંકમાં.

Mar 142009
 

પ્રિય મિત્રો,

લગ્ન વિષયક શુભાષિત અને કેટલાક ચબરાકિયાં પૈણુ પૈણુ થતા વરરાજાઓને સમર્પિત:

શુભાષિત

સમગ્ર લગ્ન પ્રક્રિયાને એક શ્લોકમાં શુભાષિત દ્વારા આ રીતે વર્ણવામાં આવી છે:

कन्या वरयते रुपं माता वित्तं पिता श्रुतम्‌।
बान्धवाः कुलमिच्छन्ति मिष्टान्नम् इतरेजनाः॥

કન્યા જુએ છે કે છોકરો રૂપાળો છે કે નહીં?, માતા જુએ છે કે છોકરા(/ના બાપ) પાસે પૈસા કેટલા છે?, પિતા જુએ છે કે છોકરો ભણેલો-ગણેલો છે કે પછી અંગુઠા છાપ? ભાઈઓ જુએ છે કે છોકરો કયા ખાનદાનનો છે, સારા ખાનદાનનો હોય તો સંપર્કો વધે ને? અને છેલ્લે મુખ્ય વાત, બાકી લોકો શું ઈચ્છે છે? લોકો ઈચ્છે છે કે જમવાનું સૌથી બેસ્ટ છે કે નહીં? થાળીમાં કેટલી વાનગીઓ છે? તેમાં કેટલી મિઠાઈઓ છે?

ચબરાકિયાં

૧. લગ્ન એ એક શબ્દ નહીં પણ આખું વાક્ય છે. Continue reading »

Mar 122009
 

૧. મારા બંને હાથમાં બિસ્કીટ છે, જોયું હું સમતોલ આહાર લઉં છું.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૨. આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્ટનો કુદરતી ડફોળને કંઈ ફાયદો થવાનો નથી.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૩. એટલા પણ ખુલ્લા મનના ન બનો કે ક્યાંક મગજ બહાર પડી જાય.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૪. ક્યારેક મંજુરી લેવા કરતાં માફી માંગવી સહેલી પડે છે.
DO NOT COPY http://funngyan.com DO NOT COPY
૫. સરખું જમો, તંદુરસ્ત રહો, મરવું તો છે જ. Continue reading »