Jun 152016
 

પ્રિય મિત્રો,

વૉટ્સએપ/ફેસબુક/ટ્વીટર પર એક મેસેજ ફરે છે –

ગુગલનું સર્વર જ જામ થઇ ગયું, મેં તો ફક્ત એક શબ્દનો અર્થ પૂછ્યો હતો – ‘ભંભોટીયો’ એટલે શું?

આવા વાક્યો લોકસાહિત્યકારના મોઢે ડાયરામાં શોભે, સોસિયલ મિડિયામાં નહીં. આપણે તો તરત જ ગૂગલને પૂછી લેવાના અને ગૂગલે આ જવાબ કેટલા સેકન્ડમાં આપ્યો તે પણ જાણી લેવાના…

bhambhotiyo

… અને ભગવદ્દગોમંડલ દ્વારા તેનો અર્થ પણ જાણી લેવાના (અને સાચી જોડણી પણ…) !

bhambhotiyo_bgm

– વિનય ખત્રી

Jan 092012
 

પ્રિય મિત્રો,

‘નિલ નદીને કાંઠે’ વસતા એક ‘નેટ વેપારી’એ સોસિયલ સાઈટને ‘નૃત્ય’ સાથે સાંકળી લીધી છે ત્યારે આજથી લગભગ એક વર્ષ પહેલા Jonas Klit Nielsen (જોયું, આમાં ય ‘નિલ’!) નામના ‘વેપારી’એ સોશિયલ સાઈટ્સને મૂત્ર વિસર્જનની ક્રીયા સાથે કેવી રીતે સાંકળી હતી તે જુઓ!

સોસિયલ સાઈટ્સ અને મૂત્ર વિસર્જન!

Jan 042012
 

પ્રિય મિત્રો,

છેલ્લા કેટલાક સમયથી અહીં લાઈક બટનની સુવિધા ઉમેરવામાં આવી હતી (જુઓ બાજુનું ચિત્ર) જે વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લૉગ માટેના ‘લાઈક’ બટન જેટલી ઉપયોગી ન હોવાથી અને ગૂગલ તરફથી ઉમેરવામાં આવેલી સેવા ગૂગલ પ્લસ ૧ વધારે ઉપયોગી હોવાથી લાઈક બટન આજ થી દૂર કરવામાં આવે છે અને તેને બદલે  હવે ગૂગલ પ્લસ ૧ બટનનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવે છે.

ગૂગલ પ્લસ ૧

ગૂગલ પ્લસ ૧

કોઈ પોસ્ટ ગમી હોય પણ કૉમેન્ટ લખવાનો સમય ન હોય કે કૉમેન્ટમાં શું લખવું એવો પ્રશ્ન ઊભો હોય કે પછી કૉમેન્ટ બોક્ષમાં ફક્ત ‘ગમી’ એટલું લખીશું તો કેવું લાગશે એવ વિચારતા હો ત્યારે ‘લાઈક’ બટન બહુ જ ઉપયોગી સેવા છે. વર્ડપ્રેસનું ‘લાઈક’ બટન વર્ડપ્રેસના નેટવર્ક પર બહુ જ ઉપયોગી સાબિત થયું છે પણ વર્ડપ્રેસ સિવાયના બ્લૉગ માટે નકામું. જ્યારે ‘ગૂગલ’નું નેટવર્ક સર્વવ્યાપી છે. આમ ગૂગલની આ ‘પ્લસ ૧’ (જુઓ ડાબી બાજુનું ચિત્ર) સેવા અને તેનો લાભ બધાને મળશે. વર્ડપ્રેસના ‘લાઈક’ બટનની જેમ કોણે કોણે પોસ્ટને લાઈક કરી તે (બધાને) દર્શાવે છે. વધુમાં ગૂગલ સર્ચ કરતી વખતે પણ પરિણામ સાથે કોણે લાઈક કર્યું છે તે દર્શાવે છે.

ગૂગલ પ્લસ ૧ અને ગૂગલ પ્લસ બંને અલગ વસ્તુ છે. જો કે ગમતી પોસ્ટની યાદી (એટલે કે આપણે જે જે પોસ્ટ પર પ્લસ ૧નું બટન દબાવ્યું હોય તેની યાદી) ગૂગલ પ્લસ પર પ્રોફાઈલના પાના પર +૧ પર ક્લિક કરીને જોઈ શકાય છે.

વિશેષ વાંચન:

Sep 282011
 

પ્રિય મિત્રો,

અઠવાડિયાના એક નાનકડા અવકાશ બાદ આજે આપણે સરખામણીની આ લેખમાળા આગળ વધારીએ તે પહેલાં એક મહત્વની વાત. આજથી નવરાત્રિ પ્રારંભ થાય છે, ફનએનગ્યાન.કોમના બધા વાચકો અને બ્લૉગર મિત્રોને આદ્યશક્તિની આરાધનાના નવલા નવ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આજનો વિષય છે બ્લૉગ માટેની માનીતી અને જાણીતી સેવાઓ ઓટોમેટિકની વર્ડપ્રેસ બ્લૉગ અને ગૂગલની બ્લૉગર (બ્લૉગસ્પોટ) બ્લૉગની સરખામણી, તો શરૂ કરીએ?

  1. વર્ડપ્રેસ અને બ્લૉગર બંને બ્લૉગ સેવાઓ મફત છે. બંને સેવાઓ બ્લૉગ માટેની જરૂરી એવી માળખાગત સુવિધા પુરી પાડે છે.
  2. વર્ડપ્રેસ બ્લૉગ પર જાહેરાતો દર્શાવી શકે છે, જાહેરાતો હટાવવી હોય તો પૈસા ચૂકવવા પડે. બ્લોગર બ્લોગ પર જાહેરાતો દર્શાવતું નથી (મારા ખ્યાલ પ્રમાણે, મારી ભૂલ થતી હોયતો સુધારજો, બ્લોગરનો મને બહુ અનુભવ નથી, વર્ડપ્રેસની સરખામણીમાં!)
  3. વર્ડપ્રેસ ત્રણ જીબી જેટલી જગ્યા આપે છે, બ્લૉગર એક જીબી જેટલી.
  4. વર્ડપ્રેસ બ્લૉગ સાથે  ‘અકિસ્મેટ’ નામની સ્પામ બ્લૉક સેવા હાજર છે, બ્લૉગર બ્લૉગ સાથે એવી કોઈ સેવા નથી.
  5. વર્ડપ્રેસ ઓપન સોર્સ સોફ્ટવેર ધરાવે છે, બ્લૉગરનો સોફ્ટવેર ઓપન સોર્સ નથી.
  6. વર્ડપ્રેસ બ્લૉગ કે બ્લૉગર બ્લૉગ જેમ છે તેમ વાપરવા માટે કોઈ પણ જાતની ટેક્નિકલ જાણકારી હોવી જરૂરી નથી. બ્લૉગરમાં થીમ (ટેમ્પલેટ), વિજેટ વગેરેમાં ફેરફાર કરી શકાય છે. ફેરફાર કરવા માટે એચટીએમએલની જાણકારી હોવી જરૂરી છે.
  7. વર્ડપ્રેસ બ્લૉગ પર બ્લૉગ પોસ્ટ ઉપરાંત પાનાંઓ બનાવી શકાય છે, બ્લૉગર પર આ સુવિધા બહુ પાછળથી ઉમેરવામાં આવી.
  8. વર્ડપ્રેસ નિયમિત સુધારા વધારા કરતું રહે છે, નવા થીમ ઉમેરતું રહે છે, બ્લૉગર અપડેટ કરવામાં ધીમું છે. Continue reading »