May 152016
 

પ્રિય મિત્રો,

એક અંગત કામમાં રોકાયેલો હોવાથી છેલ્લા ૧૫-૨૦ દિવસથી બ્લોગ અપડેટ થયો નથી. આજે અપડેટ કરવાનું ખાસ કારણ છે.

આજે જયભાઈએ ‘ગુજરાત સમાચાર’માં ‘સ્પેક્ટ્રોમીટર’ કૉલમ માટે લખાયેલા લેખ યે વેકેશન બ્યુટીફૂલ… હો જાયે કૂલ!માં વેકેશનમાં માણવા જેવા ૧૦ બ્લોગ/વેબસાઈટ/એપનો ઉલ્લેખ કર્યો છે, હંમેશ પ્રમાણે ગુજરાત સમાચારે તેમાં ભૂલો કરી છે એટલે સાચા યુઆરએલ અહીં ચિત્ર સાથે આપું છું.

૧) વિચાર વલોણું

૨) ઈનશોર્ટ્સ (એપ)

3) ભગવદગોમંડળ

૪) મુરાદ ઓસમાન (Instagram)
mo

૫) રમેશ શ્રીવાસ્તવ (Twitter)
rs

6) શિરીષ કુંદર (Twitter)
sk

૭) એનએફએસ સ્પાર્ક નોટ્સ

૮) રેખ્તા
re

૯) મિડિયમ

૧૦) ફનએનગ્યાન નામ એવા ગુણ ગુજરાતીમાં બ્લોગથી શરુ થયેલ સાઇટયાત્રા વિનય ખત્રી જેવા પૂણેવાસી ચીવટવાળા ઇન્સાન ચલાવે છે, ખાસ તો વોટ્સએપ-ફેસબૂક પર સતત ફેલાતા ગપ્પાના નીરક્ષીર ન્યાય માટે ઉપયોગી સાઇટ.

આખો લેખ વાંચવા ક્લિક bit.ly/sm_jv

– વિનય ખત્રી

Mar 082016
 

પ્રિય મિત્રો,

૬૮/૩૬૬

વૉટ્સએપ પર એક ફોર્વર્ડ આવ્યું, જે ૨૫ ફેબ્રુઆરીના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલી એક ફોટો સ્ટોરી વિશે હતું. આ ફોટો સ્ટોરી અમદાવાદ-મહેસાણા રોડ પર ત્રિપરિમાણ (થ્રીડી) ઝેબ્રા ક્રોસિંગ ચિતરવામાં આવ્યા છે તેના વિશે હતી.

gs2

ચિત્રમાં બે યુવતીઓ રસ્તા વચ્ચે ઊભી છે. શા માટે ઊભી છે એવું તેમાં કંઈ લખ્યું ન હતું પણ એવું લાગ્યું કે કદાચ આ આઈડિયા – થ્રીડી ઝેબ્રા ક્રોસિંગ ચિતરવાનો – તેમનો હશે. ચિત્ર જોઈ આ આઈડિયા યુનિક અને મૌલિક લાગે પણ આદત પ્રમાણે ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે…

આ આઈડિયા ૨૦૦૮માં યુકેના અખબાર એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.

zebra3d

આ આઈડિયા કારગર હોત તો આઠ વર્ષ દરમ્યાન યુનાઈટેડ કિંગડમના બધા રસ્તા પર આવા થ્રીડી ઝેબ્રા ક્રોસિંગ જેવા મળત પણ મારા સંપર્કો દ્વારા જાણવા મળ્યું કે તેમને ક્યાંય આવા થ્રીડી ઝેબ્રા ક્રોસિંગ જોવા મળ્યા નથી.

કળાકાર વિશે શોધતાં જાણ્યું કે તેનું નામ સૌમ્યા પંડ્યા / ઠક્કર છે અને તેણીએ થ્રીડી પેઈન્ટિંગમાં ઘણું કામ અને નામ કર્યું છે.

જુઓ ફેસબુક/યુટ્યુબ/ટ્વીટર પેજીસ :

saumya

સૌમ્યાના થ્રીડી પેઈન્ટિંગ જોતાં મને પેવમેન્ટ પિકાસો તરીકે ઓળખાત કળાકાર જૂલિયન બીવર યાદ આવી ગયો. આ કળાકારનો પરિચય આપણે અહીં ૧૯ માર્ચ ૨૦૦૮ના કરી ચૂક્યા છીએ…!

bewer

– વિનય ખત્રી

Jan 022012
 

પ્રિય મિત્રો,

ગઈકાલના ગુજરાત સમાચાર બિઝનેસ કૉલમમાં બોક્ષમાં એક રચના પ્રસિદ્ધ થઈ છે, જેની નીચે કવિનું નામ મરકન્દ દવે છપાયું છે:

રચના વાંચીને નીચે પ્રમાણેના પ્રશ્નો ઉદ્‍ભવ્યા…

૧) આ રચનાના કવિ કોણ? મરકન્દ દવે કે મકરંદ દવે કે માર્કંડ દવે*?

૨) પ્રુફ રીડર હજી ય ૩૧ ડિસેમ્બર મનાવે છે?

૩) આપની રચનાની નીચે આપના નામની જોડણી ખોટી છપાય તો?

૪) આપની રચના ભળતા નામે છપાય તો?

૫) બીજાની રચના આપના નામે છપાય તો?

*અપડેટ: માર્કંડભાઈ દવેએ સ્પષ્ટતા કરી છે કે આ રચના તેમની નથી.

Nov 222011
 

પ્રિય મિત્રો,

ગઈ કાલે ગુજરાત સમાચારના પહેલા પાને સદીના મહાનાયકની પૌત્રી અને પુત્રવધુનું નેટ પર ફરતું બનાવટી ચિત્ર છપાયું હતું:

ઐશ્વર્યા અને તેની પુત્રીનું નેટ પર ફરતું બનાવટી ચિત્ર (સૌ: ગુજરાત સમાચાર)

પૈસા ખર્ચીને છાપું ખરીદનાર વાચકના બાળકનું ચિત્ર ફોરમતાં ફુલડાં કે એવા કંઈક નામ સાથે અંદરના પાને અને ઘરનાં પણ ઓળખી ન શકે તેવા કાળા રંગે ટપાલ ટિકિટ કરતાં પણ નાની સાઈઝમાં છાપનાર મિડિયા સદીના મહાનાયક અમિતાભ બચ્ચની પૌત્રીનું ચિત્ર છાપવા હરખઘેલું થઈને નેટ પર ફરતું બનાવટી ચિત્ર પણ પહેલા પાને છાપવા લાગ્યું છે! Continue reading »