Sep 142011
 

પ્રિય મિત્રો,

શરદી/ખાંસી/તાવ (વાયરલ)એ મને બે અઠવાડીયા બરાબરનો પજવ્યો અને પછી ત્રણ અઠવાડિયા કામકાજમાં અને અંગત પ્રસંગોને લઈને વ્યસ્ત રહ્યો. લાંબા સમય પછી આજે બ્લૉગ પર લોગઈન કર્યું છે તો સાથે સાથે અપડેટસ પણ મૂકી દઉં.

વહી ગયેલા સમય દરમ્યાન વર્ડપ્રેસ તરફથી પિંક ટચ ૨, ક્વિન્ટ્સ, સિલેક્ટા, સ્કેપટીકલ, કૉમેટ અને ચંક (આ થીમ બ્લૉગ બૂકલેટ પર મૂક્યો છે) જેવા નવા થીમ ઉમેરવામાં આવ્યા.

કૉમેન્ટનું પૃથ્થકરણ કરવા માટે સેલ્ફ હોસ્ટેડ બ્લૉગ માટે વિવિધ પ્લગઈન ઉપલબ્ધ હતા અને હવે વર્ડપ્રેસ બ્લોગ પર પણ આ સુવિધા ઉમેરવામાં આવી છે. આ સુવિધા વિશે કાર્તિકભાઈએ કોણે કરી કોમેન્ટની કમઠાણ? મથાળા હેઠળ લખ્યું છે.

વહી ગયેલા સમય દરમ્યાન અન્ના હજારે અને તેમના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને દેશમાં સારી એવી જાગૃતિ ફેલાવી છે. ભ્રષ્ટાચાર બાબત કંઈ ન થઈ શકે વિચારતા લોકોને ઘણું બધું થઈ શકે વિચારતા કરી દીધા તે માટે શ્રી અન્ના હજારેજી અને તેમની ટીમને દાદ દેવી પડે!

ગયા પખવાડિયા દરમ્યાન પુણે  ગણેશ ઉત્સવ મય રહ્યું. ગયાવર્ષો દરમ્યાન સ્વાઈન ફ્લૂ અને બીજા કારણસર ઉત્સવની મજા બગડી હતી તે આ વર્ષે સરભર થઈ હોય એવું લાગ્યું.

આજે આટલું બસ છે, વધુ આવતી કાલે!

Dec 232010
 

પ્રિય મિત્રો,

ગઈકાલની કૉમેન્ટ મોડરેશન વિશેની પોસ્ટ કૉમેન્ટ મોડરેશન ટિપ્સ અને સ્માર્ટ સેટિંગમાંરહી ગયેલો એક નિયમ, સેલ્ફ હોસ્ટેડ અને વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ વચ્ચેનો ફરક અને કૉમેન્ટ્સમાં મિત્રોએ પૂછેલા પ્રશ્નોના જવાબ રૂપે આજે સ્માર્ટ સેટિંગનો ભાગ બીજો વાંચી રહ્યા છો.

કૉમેન્ટ મોડરેશન માટે વર્ડપ્રેસ કંટ્રોલ પેનલમાં (ડાબી બાજુએ) ‘સેટિંગ’માં ‘ડિસ્કશન’ પર ક્લિક કરવાનું છે. ‘ડિસ્કશન સેટિંગ’નું પાનું ખુલતાં જ ‘ડિફોલ્ટ આર્ટિકલ સેટિંગ્સ’ના ત્રણ સેટિંગ દેખાશે જે આ પ્રમાણે હશે:

  • પહેલું સેટિંગ, કોઈ બ્લોગર પોતાની પોસ્ટમાં તમારી પોસ્ટની લિન્ક દર્શાવે તે તમને જાણ કરવાની કે કેમ? તે માટેનું છે. જવાબ છે, હા.
  • બીજું  સેટિંગ પિંગબેક અને ટ્રેકબેક દર્શાવવા બાબત છે. જવાબ છે હા.
  • ત્રીજું સેટિંગ કૉમેન્ટની સગવડ રાખવી છે કે કેમ તેનું છે. જવાબ ઑફકોર્સ હા જ હોય ને? વો બ્લૉગ હી ક્યા જીસમેં કૉમેન્ટ (બોક્ષ) ન હો!

Continue reading »

Dec 222010
 

પ્રિય મિત્રો,

બ્લૉગિંગના શરૂઆતના દિવસોમાં મેં જોયું કે કોઈ બ્લૉગર કૉમેન્ટ મોડરેશન કરતું નહોતું. પછી કોઈ એક મુદ્દે ગરમાગરમી થઈ અને ઘણાં બધા બ્લોગરો કૉમેન્ટ મોડરેશન કરવા લાગ્યા. આજકાલ મોટાભાગના બ્લૉગરો દરેક કૉમેન્ટ મોડરેશનમાં જાય તેવી ગોઠવણ રાખે છે, જે મારી દૃષ્ટિએ યોગ્ય નથી. આપણા જ મિત્રોને આપણે આમંત્રણ આપીને કૉમેન્ટ કરવા બોલાવ્યા હોય અને તેમને કૉમેન્ટ કર્યા પછી જોવા મળે કે ‘your comment is waiting for moderation’ તે મને લાગે છે કે બરાબર નથી. તેવી જ રીતે કૉમેન્ટ મોડરેશન ન કરીએ તો સ્પામરો, એલફેલ બોલનારાઓ અને કૉમેન્ટ બોક્ષને વોશબેસિન સમજીને ઉલ્ટી કરી જનારાઓને મોકળું મેદાન મળી જાય. તે પણ યોગ્ય નથી. તો કરવું શું?

વર્ડપ્રેસ બ્લૉગ સોફ્ટવેરનું કૉમેન્ટ મોડરેશનની સેટિંગનું પાનું બરાબર સમજ્યા પછી હું એવા નિર્ણય પર પહોંચ્યો કે જાણીતી વ્યક્તિઓની કૉમેન્ટ વગર મોડરેશન મૂકાય. અજાણ્યાઓની અને ચોક્ક્સ વ્યક્તિઓની કૉમેન્ટ મોડરેશનમાં જાય. આમ કરવાથી સ્પામરોને રોકી શકાય, મિત્રોને મોડરેશનની રાહ જોવી ન પડે અને ચોક્ક્સ વ્યક્તિઓની કૉમેન્ટ મોડરેટ થયા પછી જ મૂકાય. તે માટે મેં મારું સેટિંગ આવી રીતે કર્યું: Continue reading »