Jun 202016
 

પ્રિય મિત્રો,

પેકિંગની અંદરથી નીકળતાં રમકડાંને કારણે બાળકોને પ્રિય એવા ચોકલેટ ટ્રીટ ‘કિન્ડર જોય‘ વિશે ઘણાં સમયથી નેટ પર એક મેસેજ ફરે છે:

જેમાં એક ચોક્ક્સ પ્રકારના મીણનું કોટીંગ ઘરાવતી આ વાનગી ન ખાવાની અને આ મેસેજ ફોર્વર્ડ કરવાની વાત છે. તેમાં લખ્યું છે કે એ મીણથી કેન્સર થાય છે. વધુ અસરકારકતા લાવવા માટે કેટલાક લોકોએ તો તેમાં એક લોહીના કેન્સરના દર્દીનો ફોટો નેટ પરથી શોધીને ઉમેરી દીધો છે!

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે આ વાત સાચી નથી. એક તો મીણનું કોટીંગ નથી અને બીજું મીણ કેન્સર જનક નથી. માહિતી સૌજન્ય – હોક્ષસ્લાયર અને હોક્ષ ઓર ફેક્ટ

– વિનય ખત્રી

May 222016
 

પ્રિય મિત્રો,

આ ફોટો જુઓ અને વિચારો આવો ફોટો શા માટે વપરાયો હશે…

ફોટો ધ્યાનથી જોશો તો નીચે નીચે લખાયેલી ચેતવણી તમને વંચાણી જ હશે – તંબાકુનું સેવન કેન્સર નોતરે છે. ગઈકાલે જ ખબર મળ્યા કે મારા એક પડોશીને મોઢાનું કેન્સર આવ્યું છે.

તંબાકુનું સેવન કરીને મોઢું એવું થઈ ગયું હશે કે કોઈને દેખાડવા જેવું રહ્યું નહીં હોય.

સ્ત્રોત – એડવર્ટવર્લ્ડ

– વિનય ખત્રી