Jun 072016
 

પ્રિય મિત્રો,

સોસિયલ મિડિયા પર ઘણાં સમયથી એક મેસેજ ફરે છે –

એટીએમમાં કોઈ તમને જબરદસ્તી એટીએમનું પિન નાકવા કહે તો તમે પિન ઊંધા નાખજો – એટલે કે જો તમારો પિન ૧૨૩૪ હોય તો ૪૩૨૧ નાખજો. આમ કરવાથી તરત જ પોલિસ આવી જશે.

આ બહુ જ જૂનો અને જાણીતો વિચાર છે જે અમલમાં મૂકાયો નથી અને સોસિયલ મિડિયામાં ફરતો રહે છે. આ વાત સાચી નથી. આવું કંઈ થશે નહીં. આ જુઓ – સ્નોપ્સ.કોમ

– વિનય ખત્રી

Dec 072014
 

પ્રિય મિત્રો,

વર્ષો પહેલા, એટલે કે, ડિસેમ્બર ૨૦૦૭માં, ઇરાનની એક બેંક એ.ટી.એમ.નું ચિત્ર મૂક્યું હતું અને તેનું મથાડું બાંધ્યું હતું, “આતો તાડજેવડાઓ માટે છે” ત્યારે લોકોને તે બહુ જ પસંદ પડ્યું હતું અને આ પોસ્ટને મળેલા પ્રતિભાવે આ બ્લોગનું બાળ મરણ થતું અટકાવ્યું હતું.

આજે સાત વર્ષ પછી તેનાથી ઉલટ ઠીંગણા લોકો માટેનું એટીએમ ઈન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળા કરી શોધી લાવ્યો છું.

એટીએમ

એટીએમ

ગમ્મ થઈ ગઈ, હવે થોડું જ્ઞાન પણ મેળવી લઈએ:

આ એટીએમ યુનાઈટેડ કિંગ્ડમમાં Nottinghamમાં આવેલું છે. જમીનથી ફક્ત સવા દોઢ ફૂટ ઊંચું આ એટીએમ કોઈ રમૂજ માટે નહીં પણ વ્હીલચેર પર આવતા ડિસેબલ્ડ લોકો માટે છે. હેટ્સઓફ! વિશ્વ અપંગ દિવસ તાજેતરમાં જ ઉજવાઈ ગયો.

વ્હોટ્સએપના જમાનામાં જ્યારે ઢગલાબંધ રમૂજી ચિત્રો કોઈ પણ માહિતી વિના મોબાઈલમાં ઠલવાતા હોય ત્યારે આ ચિત્ર અને તેની માહિતી આપને પસંદ પડશે તેવી આશા સાથે,

-વિનય ખત્રી

ફોટો/માહિતી સ્ત્રોત બીબીસી.કોમ

Jan 082008
 

આ પહેલાં આપણે એક એટીએમ જોયું જે ફક્ત તાડ જેવા ઊંચા માણસો માટે બન્યું હોય! તે જોઈને ઘણાને હસવું આવ્યું… કેટલાક વિચારમાં પડી ગયા કે આમાં બેલેન્સ કેવી રીતે જોવી? નોટો ઉડવા મંડે તેનું શું? તો કેટલાક લોકોને તેમાં ધંધાની તક દેખાણી: અહીં એક સ્ટુલ મૂકીને એક છોકરાને બેસાડી દઈ પાટિયું મારી દઈએ કે એટીએમ વાપરવા માટે સ્ટુલ ભાડેથી મળશે. એક ટ્રાન્જેસ્શનના ૧૦ રુપિયા! સિનિયર સિટિઝનને ૫૦% ડીસ્કાઉન્ટ! તો સાંજ સુધીમાં સારી એવી કમાણી થાય!

પણ આજે આપણે જે એટીએમની વાત કરવાના છીએ તે વાપરવા માટે સ્ટુલ પણ કામ ન આવે અને ઠેકડા મારીને પણ અહીં કામ ન થાય… Continue reading »