Mar 242009
 

પ્રિય મિત્રો,

એક અગત્યનો અને જરૂરી સવાલ – દરેક વાચકને જવાબ આપવા નમ્ર વિનંતી.

અન્ય બ્લોગ પરથી લખાણ કૉપી કરીને હાસ્ય દરબાર તેમજ તુલસીદલને સમૃદ્ધ કરતા આપણા મિત્ર ડૉ. રાજેન્દ્ર ત્રિવેદીએ નાસિર કાઝમીની ગઝલ પોતાના નામે ચડાવીને સુરેશ જાની સંપાદિત કાવ્યસૂર પર પ્રસિદ્ધ કરી તે આપને જાણ હશે જ.

હમણાં તેમણે રીડ ગુજરાતી પર પ્રસિદ્ધ થયેલો ડૉ. નલિની ગણાત્રાનો લેખ અડધી ચા નો નશોમાંથી બે ફકરા તફડાવીને “ચા, દાળ અને સાસુના નામે હાસ્ય દરબાર પર મૂક્યા હતા. જે વિશે મારી કોમેન્ટ વાંચીને તેમણે ધમકી આપતી ઈમેઈલ મને મોકલાવી હતી તેની આપને જાણ હશે જ. Continue reading »

Mar 092009
 

પ્રિય મિત્રો,

આજે વાંચો પ્લેજરીઝમ વિશે હરનિશભાઈ જાનીના વિચારો:

ચોરી ચોરી ચૂપકે ચૂપકે – હરનિશ જાની

મને એક મિત્રએ કહ્યું કે “તમે ફલાણા મેગેઝિનનો દિવાળી અંક જોયો? તેમાં તમારા પુસ્તક “સુધન”માંથી એક ટુચકાની ઊઠાંતરી કરીને છાપી છે.” આપણે કહ્યું કે “તે તો સારી વાત કહેવાય. આપણું લખાણ એટલું સારું કે બીજીવાર છપાયું.” પેલા મિત્ર કહે કે “ઊઠાંતરીની વાત કરું છું. તમારું લખાણ બીજાના નામે છપાયું છે.” ત્યારે મારે કહેવું પડ્યું કે “કોઈક બીજાએ પોતાના નામે મારું લખાણ ચોરીને છપાવ્યું છે એમને!” તે કહે કે “હા, તેમ જ થયું છે.” જીવનમાં, મને પહેલીવાર લેખક હોવાનું ગૌરવ થયું.

મારા લેખ ચોરાય છે અથવા તો એમ કહો કે મારા લેખ ચોરવાને લાયક છે. અથવાતો એમ કહી શકાય કે આટલા બધાં લેખો લખાય છે તેમાં આપણાં લેખે કોઈક વાચકનું ધ્યાન ખેંચ્યું અને એને ચોરી કરવા મજબુર કરી દીધો. આજે મારા લેખક હોવાપણાનો મને સંતોષ થયો. આમ જુઓ તો આ નાની સુની વાત નહોતી. મારા માટે સાહિત્ય પરિષદના ઍવોર્ડ કરતાં મોટું સન્માન હતું. કોઈકે મારા લખાણને ચોરવા યોગ્ય તો માન્યું! મુંબઈમાં ગજવું કપાય ત્યારે જેટલો આનંદ થાય એટલો આનંદ થયો. મુંબઈમાં શેઠિયાઓના ગજવાં કપાય કાંઈ ભિખારીઓના ગજવાં થોડી કપાય છે? એટલે જેનાં ગજવા કપાય તેનમે એટલી તો ખાતરી થઈ કે આપણે ભિખારી તો નથી જ. તમારો લેખ કોઈક ચોરવા યોગ્ય માને તેનાથી મોટું ગૌરવ કયું? કાંઈક દરેકના લેખ ચોરાતા નથી. અરે! અમુકના લેખ તો વંચાતા સુધ્ધાં નથી. તો પછી ગમવાની વાત જ ક્યાં? અને જ્યારે કોઈ વસ્તુ અનહદ ગમે તો જ તે વસ્તુ પચાવી પાડવાની તીવ્ર ઈચ્છા થાય ને. એટલે મને એટલો તો આનંદ થયો કે આપણાં લેખની કોઈક ઊપર અદ્ભુત અસર થઈ કે એની દાનત બગડી. અથવા તો એમ કહો કે અમને હ્રદયમાં એટલી વધી આત્મીયતા પ્રગટીકે સંમતિ લેવા રોકાયા પણ નહીં. Continue reading »

Mar 072009
 

પ્રિય મિત્રો,

પ્લેજરીઝમ અને તેના ઉપાય વિશે વાત કરીએ તો સૌપ્રથમ આપણે તે જાણવું જોઇએ કે આપણું કયું લખાણ ક્યાં કૉપી થયું છે. તે માટે કૉપીસ્કેપ જેવી સાઈટની સેવા (મફત નથી) લઈ શકાય. મફતમાં કામ ચલાવવું હોય તો ગુગલ અલર્ટ એક સારો વિકલ્પ છે. આપણાં લખાણના ચાવીરૂપ વાક્યોને ગુગલ અલર્ટમાં મૂકી દેવાના જેથી તે વાક્ય બીજી કોઈ જગ્યાએ વપરાય અને જેવી ગુગલને જાણ થાય તેવી ગુગલ આપણને જાણ કરે! ગુગલ અલર્ટ વિશેનો લેખ (નેટસૅવિ વિભાગમાં) વાંચવા માટે અહીં ક્લિક કરો.

પ્લેજરીઝમ એક ગંભીર ગુનો છે અને તે માટે કાયદાકીય સલાહ એક સારો વકીલ આપી શકે. આપણાં બ્લોગ જગતમાં એન્જિનિયર અને ડોક્ટર્સ ઘણાં છે પણ વકીલ નથી! કાયદાનું કામ સારો એવો સમય માંગી લે છે. સૌપ્રથમ રચના આપણી છે તે પુરવાર કરવું પડે પછી જ વાત આગળ વધે.

પ્લેજરીઝમ રોકવાના સરળ અને આપણાંથી થઈ શકે તેવા ઉપાયો અને તેની સફળતા વિશે ટૂંકમાં જાણીએ: Continue reading »

Mar 052009
 

પ્રિય મિત્રો,

આપને ખબર હશે જ કે આ બ્લોગનો જન્મ કેવી રીતે થયો. એક નવોદિતાની રચના અને સિદ્ધહસ્ત કવિ શ્રી મનોજ ખંડેરિયાની રચનામાં ગજબનું સામ્ય હોવાથી પ્લેજરીઝમ વિશે ચર્ચા કરતાં કરતાં થઈ ગોલમાલ સાથે તડાફડી અને તેમાંથી થયો આ બ્લોગનો જન્મ.

આજે આપણે વાત કરવાના છીએ બ્લોગ જગતમાં પ્રસરેલી પ્લેજરીઝમ વિશે. સૌ પ્રથમ આપણે જોઇએ આ ત્રણ રચનાઓ:

  1. પ્રથમ રચના નાસિર કાઝમીની છે. જેને નુસરત ફતેહ અલી ખાને ગાઈ છે જેનો વિડિયો આપણે ગઈ કાલે જોયો.
  2. તે પછી બીજા નંબરે છે તેનો ગુજરાતી ભાવાનુવાદ ‘અનિમેષ’ દ્વારા.
  3. ત્રીજા નંબરે છે હાસ્ય-દરબાર અને તુલસીદલ ફેમ ડૉ. રાજેન્દ્ર ત્રિવેદીની રચના.
    આ રચના સુરેશ જાની સંપાદિત કાવ્યસૂર બ્લોગ પર ૧૭મી જાન્યુઆરીના મૂકવામાં આવી છે: http://kaavyasoor.wordpress.com/2009/01/17/maari_jindagi_rajendra/
    Update: કાવ્યસૂર પર આ કવિતાની તારીખ બદલી નાખવામાં આવી છે. હવે આ કવિતા અહીં છે. Continue reading »