Jun 232011
 

પ્રિય મિત્રો,

તાજેતરમાં બે-ત્રણ મિત્રો તરફથી એવી એક ઈમેઈલ આવી હતી જેમાં ફક્ત એક લિન્ક હતી, જેના પર ક્લિક કરતાં કોઈ ભળતી જ સાઈટ પર લઈ જતી હતી. એ ઈમેલમાં આઠ-દસ બીજા આઈડી પણ હતા જેમને આ મેઈલ મોકલવામાં આવી હતી. ઈમેઈલ જોઈને ખ્યાલ આવી જ ગયો હતો કે આ મેઈલ મિત્ર તરફથી મને મોકલવામાં આવી નહોતી.

તમારા નામે અને તમારા આઈડી વડે તમારા મિત્રોને તમારી જાણ બહાર ઈમેઈલ્સ કોણ મોકલી શકે?

૧) તમારા કોમ્પ્યુટરમાં કોઈ વાયરસ (મેલવેર) હોય જે આ કામ કરી રહ્યો હોય.

૨) ભૂતકાળમાં કોઈ સાઈટ પર ફ્રેન્ડ ફાઈન્ડર સેવાનો ઉપયોગ કર્યો હોય.

આમ તો આપણે બધા જ હોશિયાર છીએ અને વણજોઈતી ઈમેઈલ્સ (સ્પામ) અને પાસવર્ડ બાબતની સલામતી વિશે જાણીએ છીએ તેમ છતાં કોઈ સાઈટ ફ્રેન્ડ ફાઈન્ડર સેવા વાપરવા માટે કહે તો આપણે ઉમળકાભેર તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ.

ફ્રેન્ડ ફાઈન્ડર એક એવી સેવા છે જે આપણી પાસેથી આપણો પાસવર્ડ* લઈને આપણી ઈમેઈલના ખાતામાં મિત્રોના ઈમેઈલ એડ્રેસ હોય તે જાણી લઈને કેટલા મિત્રો સાઈટ સાથે જોડાયેલા છે તે આપણને જણાવે અને બાકીના મિત્રોને સાઈટમાં જોડાવાનું આપણા વતી આમંત્રણ મોકલી આપે.

* જૂની ફ્રેન્ડ ફાઈન્ડર સેવા આપણી પાસેથી આપણા ઈમેઈલ અકાઉન્ટનો પાસવર્ડ માગતી હતી, આધુનિક ફ્રેન્ડ ફાઈન્ડર સેવા આપણે આપણા ઈમેઈલમાં લોગઈન થયેલા હોઈએ તો પાસવર્ડ પણ માગતી નથી! Continue reading »

May 212010
 

પ્રિય મિત્રો,

પ્રત્યાયન (કોમ્યુનિકેશન) માટે ઈમેઈલ (એટલે કે ઈલેક્ટ્રોનિક્સ મેઈલ) સૌથી ઉત્તમ સાધન છે. ૪૦ વર્ષ પહેલા શોધાયેલી આ સગવડથી આજે કોઈ અજાણ નથી છતાં ઈમેઈલ વાપરવાના બે અગત્યના અને મને ગમતા કારણો રજુ કરવાની લાલચ રોકી શકતો નથી. ૧) મફત છે. ૨) પત્રવ્યવહાર સંગ્રહાયેલો રહે છે (મારી પાસે ૧૦ વર્ષ જૂના ઈમેઈલ છે!) ઑફિસમાં કે બ્લોગ જગતમાં કોઈ મારો મોબાઈલ નંબર માગે ત્યારે હું મોબાઈલને બદલે ઈમેઈલ વાપરવાનું કહું છું તે આ જ કારણોસર. ફોન પર લખાવેલી સૂચના/કામ વ્યસ્તતાને કારણે ભૂલી જઈ શકાય છે જ્યારે ઈમેઈલમાં આ સમસ્યા રહેતી નથી. ફૂરસદે જોઈ શકાય અને રીપ્લાય કરી શકાય!

શરૂઆતમાં બહુ મર્યાદિત સ્પેસવાળા ઈમેઈલ બોક્ષ મળતા હતા. પછી વચ્ચે ઈમેઈલ સેવાની કિંમત વસુલવાનું શરૂ થયું હતું. અમેરિકા ઑનલાઈને પોતાની સેવા પેઈડ કરી દીધી. માઈક્રોસોફ્ટ હોટમેઈલને પેઈડ કરવાનો વિચાર કરતો હતો ત્યાં જ ગૂગલનું જીમેઈલ આવ્યું અને ૮જીબી જેટલી જગ્યા મફતમાં આપીને ઈમેઈલની વ્યાખ્યા બદલી નાખી.

ત્યારે ૮જીબી જેટલી જગ્યા એટલે ‘અધધધ’ લાગતી હતી જે વપરાશ પછી હવે ઓછી પડવા લાગી છે! તમારું જીમેઈલનું બોક્ષ ભરાઈ ગયું હોય અથવા ભરાવા આવ્યું હોય તો તે માટેની કેટલીક ટિપ્સ રજુ કરું છું… Continue reading »

Feb 152008
 

એક બેકાર અને નવરાધૂપ છોકરાએ માઈક્રો સોફ્ટમાં પટાવાળાની જગ્યા માટે અરજી કરી.

એચ. આર. મેનેજરે તેની પાસેથી ફર્સ સાફ કરાવીને ઈન્ટર્વ્યુ લીધો. છોકરો પાસ થયો. એચ. આર. મેનેજરે તેને તેનું ઈમેઈલ આઈડી આપવા કહ્યું જેથી માઈક્રો સોફ્ટનો અપોઈન્ટમેન્ટ લેટર તેને મોકલાવી શકાય. છોકરાએ કહ્યું મારી પાસે નથી કોમ્પ્યુટર કે નથી ઈમેઈલ!

“હું દિલગીર છું” એચ. આર. મેનેજરે કહ્યું “માઈક્રો સોફ્ટના નિયમો પ્રમાણે જે માણસ પાસે પોતાનું ઈમેઈલ નથી તે માણસનું અસ્તિત્વ નથી અને જેનું અસ્તિત્વ જ નથી તેને નોકરી ન મળે!” Continue reading »