Jul 072016
 

પ્રિય મિત્રો,

નેટ પર એક ફોટો/મેસેજ ફરે છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વ્હાઈટ હાઉસમાં ઓબામાએ મહારાણા પ્રતાપનું પૂતળું બેસાડ્યું છે!

maharana_us

ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં જાણ્યું કે આ વ્હાઈટ હાઉસ નહીં પણ યુએસ કેપિટલનો ફોટો છે! ક્યાંય મહારાણા પ્રતાપના પૂતળાની વાત જાણવા ન મળી.

રાજકિય પક્ષો એક-બીજા પર ખોટો ઈતિહાસ લખવાની વાત કરતા હોય છે પણ આ સોસિયલ મિડિયા ખોટી માહિતી પીરસે છે તેનું શું?

– વિનય ખત્રી

Jun 032016
 

પ્રિય મિત્રો,

અમેરિકામાં નાગરિક દીઠ કેટલી કાર છે તેની સરખામણી કરશો તો ભારતનો નાગરિક ગરીબ લાગશે. પણ ભારતની મિડલ ક્લાસ ગૃહિણી પાસે ઘરમાં કેટલું સોનું છે એની સરખામણી કરશો તો અમેરિકા ગરીબ લાગશે.

– સૌરભ શાહ

‘ગુડમૉર્નિંગ’, ‘મુંબઈ સમાચાર’, શુક્રવાર, ૩ જૂન ૨૦૧૬

સૌરભભાઈ શાહનો આજનો લેખ વાંચી એક વાચક મિત્રે કહ્યું કે કલકત્તાનો પૂલ પડી ગયો ત્યારે અમારે ત્યાં અમેરિકામાં બહુ જ સાંભળવું પડ્યું હતું.

(ચિત્ર સૌજન્ય – એએફપી)

આ વાંચી મને થયું કે ચાલો ઈન્ટરનેટને ખૂણેખાંખરે ખાંખાખોળા કરી જાણું કે શું અમેરિકામાં પૂલો પડતા જ નહીં હોય?

વિકિ પર આ મતલબની એક યાદી છે જેમાંથી મેં વર્ષ ૨૦૦૦ પછીના બનાવનું વિશ્લેષ્ણ કર્યું તો જાણવા મળ્યું કે ૮૦માંથી ૭ બનાવ ભારતના હતા (નં ૪,૭,૧૬,૨૩,૩૬,૫૧,૮૦) જ્યારે તમને જાણીને નવાઈ લાગશે કે ૨૦ બનાવ યુનાઈટેડ સ્ટેટ્સ (અમેરિકા)માં બન્યા હતા. (નંબર 1, 5, 6, 9, 10, 11, 13, 28, 31, 33, 40, 45, 48, 60, 65, 66, 71, 74, 75, 77)

સ્ત્રોત – લિસ્ટ ઑફ બ્રીજ ફેલ્યોર – વિકિપિડિયા

અપડેટ – કલકત્તાનો પુલ પડી ગયો તે માટે ભારતીય (મૂળના) લોકોને મહેણા સંભળાવતા અમેરિકનોને આવા બનાવની જાણ જ નહીં થતી હોય?

– વિનય ખત્રી

Jan 212011
 

પ્રિય મિત્રો,

અમેરિકાના ગુજરાતીઓ અને તેમની ખાસિયતો વિશે એક મસ્ત મજાનો લેખ ચિત્રલેખાના ડાયમંડ જ્યુબિલી વિશેષાંકમાં જાણીતા સાહિત્યકાર મધુ રાય (મધુસૂદન ઠાકર)ની કલમે રજુ થયો હતો:

લેખ વાંચતી વખતે બ્લૉગર મિત્રો ચિરાગ પટેલ, વિજયભાઈ શાહ, મોના નાયક (ઊર્મિસાગર) અને જયશ્રી ભક્ત (ટહુકો)ના નામ દેખાયા એટલે થયું કે ચાલો અહીં ‘શેર’ કરું.

શિર્ષક પંક્તિ: ઉમાશંકર જોશી

Jun 172008
 

જમવા જવા માટેની જાજરમાન જગ્યાઓની વાત કરીએ તો સૌથી ઉપર આવે ડિનર ઇન ધ સ્કાય જેના વિશે આપણે આગળ જોઇ ગયા. આજે વાત કરવાના છીએ, ચાલો જમવા – વિમાનમાં! http://funngyan.com

Plane Restaurant

Bar

અહીં હવામાં ઊડતા વિમાનમાં જમવાની વાત નથી કે નથી જમીન પર મૂકેલા વિમાનના મોડેલમાં બેસીને જમવાની વાત. અહીં વાત કરવાના છીએ સાચુકલા માલ-વાહક વિમાનને જમીન પર ઊભા રાખીને તેમાં બનાવેલી રેસ્ટોરાં-બાર ‘એલ એવિઓન’ વિશે.

૧૯૫૪માં બનેલા ‘ફેરચાઇલ્ડ’ સી-૧૨૩ નામના કાર્ગો વિમાન ૧૯૮૬માં અમેરિકાથી દાણચોરો માટે હથિયાર લઇને જતા હતા ત્યારે તેમને પકડી પાડીને કોસ્ટા રીકાના દરિયા કિનારે તેમનું ફરજીયાત ઉતરાણ કરવામાં આવ્યું હતું ત્યારથી આ વિમાન અહીં છે. પછીથી સ્થાનિક લોકોએ તેને રેસ્ટોરાં-બારમાં ફેરવી નાખ્યા! Continue reading »