Nov 222011
 

પ્રિય મિત્રો,

ગઈ કાલે ગુજરાત સમાચારના પહેલા પાને સદીના મહાનાયકની પૌત્રી અને પુત્રવધુનું નેટ પર ફરતું બનાવટી ચિત્ર છપાયું હતું:

ઐશ્વર્યા અને તેની પુત્રીનું નેટ પર ફરતું બનાવટી ચિત્ર (સૌ: ગુજરાત સમાચાર)

પૈસા ખર્ચીને છાપું ખરીદનાર વાચકના બાળકનું ચિત્ર ફોરમતાં ફુલડાં કે એવા કંઈક નામ સાથે અંદરના પાને અને ઘરનાં પણ ઓળખી ન શકે તેવા કાળા રંગે ટપાલ ટિકિટ કરતાં પણ નાની સાઈઝમાં છાપનાર મિડિયા સદીના મહાનાયક અમિતાભ બચ્ચની પૌત્રીનું ચિત્ર છાપવા હરખઘેલું થઈને નેટ પર ફરતું બનાવટી ચિત્ર પણ પહેલા પાને છાપવા લાગ્યું છે! Continue reading »

Jun 112011
 

પ્રિય મિત્રો,

વર્ષો પહેલા એક સ્ટેજ કલાકારના મુખેથી એક વાર્તા સાંભળી હતી જેમાં આનંદ નામની વ્યક્તિ શહેનશાહ કેવી રીતે બને છે તેની વાત હતી:

આનંદ બોમ્બે ટુ ગોઆ જા કર ડૉન બન ગયા! ઉસ કે રાસ્તે કા પથ્થર કભી કભી મિલી કે કશ્મે વાદે કી તરહા અભિમાન પૈદા કર કે ઉસે પરવાના બનને પર મજબૂર કરતા થા. બરસાત કી એક રાત મેં લાવારીશ દિલમેં શોલે ભડક ઊઠે. લોગોં સે યારાના બઢાકર, યે સૌદાગર ખૂન પસીના બહાતા હુઆ અપના સિલસિલા જમાતા રહા. લેકિન હાય રે નસીબ! એક નમક હલાલ પર એક નમક હરામને ત્રિશુલ ફેંક કર ખુદ્દાર સે દેશદ્રોહી બના દીયા! અંધા કાનુન ઔર અદાલત કભી ઈસ મિ. નટવરલાલ કો ગિરફતાર ન કર શકી. વો મહાન સે નાસ્તિક બન કર, કભી અમર, અકબર, એન્થની તો કભી શરાબી, કભી કાલિયા તો કભી કૂલી બનતા થા ઔર હેરાફેરી કર કે સત્તે પે સત્તા મારતા થા. લેકિન એક દિન વો કાલા પથ્થર દેશપ્રેમી બન ગયા. ઉસ મર્દ મેં એક ઐસી શક્તિ જાગી ઔર વો મુક્કદર કા સિંકંદર સમય કી ગંગા જમુના સરસ્વતી પાર કર કે શહેનશાહ બન ગયા!

વાર્તા વાંચતાં જ તમને ખ્યાલ આવી ગયો હશે કે કોની વાત થઈ રહી છે. જી, હા. આ વાર્તાના શબ્દો હકિકતમાં મિલિનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મોના નામ છે.

જી, નહીં. તમારા બ્લોગને લોકપ્રિય બનાવવા માટે ન તો આ વાર્તા કૉપી કરી તમારા બ્લોગ પર મૂકવાની છે, ન તો શહેનશાહ પછીની ફિલ્મોના નામને સાંકળીને વાર્તાને આગળ વધારવાની છે. Continue reading »

Jun 062011
 

પ્રિય મિત્રો,

ગયા સોમવારે સામાન્ય જ્ઞાનના બે સવાલ કર્યા હતા. આ રહ્યા તેના જવાબ:

પહેલા પ્રશ્નનો જવાબ = પિતાનું તખલ્લુસ (પેનનેમ)

અમિતાભના નામ સાથે જોડાયેલો શબ્દ  ‘બચ્ચન’ તેમના પિતાજીનું તખલ્લુસ (પેનનેમ) છે જેનો અર્થ થાય છે ‘બાળક જેવા’. બચ્ચન પરિવારની અટક છે શ્રીવાસ્તવ. અમિતાભને જ્યારે શાળામાં દાખલ કરવાના હતા ત્યારે એમના પિતાજી હરિવંશરાયે અમિતાભના નામની પાછળ અટક (શ્રીવાસ્તવ) ન લખાવતાં પોતાનું તખલ્લુસ (બચ્ચન) લખાવ્યું હતું. આમ કરવાનું કારણ એ હતું કે હરિવંશરાયજી જ્ઞાત/જાતમાં માનતા નહોતા. અટલ વાંચીને લોકો તરત જ્ઞાતી ઓળખી જતા હોય છે. આવું ન થાય તે માટે તેમણે અમિતાભ હરિવંશરાય શ્રીવાસ્તવ લખાવવાને બદલે અમિતાભ હરિવંશરાય બચ્ચન લખાવ્યું. અમિતાભ શ્રીવાસ્તવ કુટુંબની પહેલી વ્યક્તિ છે જે બચ્ચન તરીકે ઓળખાય છે.

આ વાત અમિતાભ બચ્ચન સાહેબે કૌન બનેગા કરોડપતિ સિઝન ૪માં કરી હતી, તેમના સ્વમુખે સાંભળવા માટે અહીં ક્લિક કરો. Continue reading »

Feb 202008
 

શોલે. અભૂતપૂર્વ ફિલ્મ. ઘણું બધું લખાણું છે તેના વિશે. અહીં તેમાં વધારો ન કરતા આ ક્લાસિક ફોટા પર નજર કરીએ:

કાલિયાતો કહેતાથા કિ દો થે...

બેંગલોર પાસે રામગઢ ગામના સેટ પર લેવાએલા આ ફોટોગ્રાફમાં અમિતાભ બચ્ચન, ધરમેન્દ્ર દેઓલ, સંજીવકુમાર જરીવાળા અને અમજદ ખાન જેવા ફિલ્મ જગતના ધુરંધર કલાકારો હોવા છતાં આ ફોટો જરાય ફિલ્મી નથી લાગતો. આપનું શું કહેવું છે?

આ ફોટો વિશાલ મોણપરાની સાઈટ ગુર્જર દેશ.કોમના ‘ચર્ચા વિચારણા/ફિલ્મી ગપસપ‘ વિભાગની એક પોસ્ટ પરથી લેવામાં આવ્યો છે. મોટી સાઈઝનો ફોટો ફ્લિકર પરથી મળી જશે.