Mar 192015
 

પ્રિય મિત્રો,

આ કઈ ગુજરાતી વાનગીઓ છે, કોઈ કહેશે?

બૈંગન બતી બકે, માર્બ્લે બુત્તેર ફૂઝ્ઝ, ચૂઈ બ્રોવ્નીએ કોકીએસ, પલક કીચીડી, સમોસા ચાત, શક્કરિયા બટાકાના મેક્ષિકન વ્રપ્સ, જેલ્લ્ય સલાડ, છોલે, પીઝ્ઝારિયા ઇદ્લ્ય, ડર્ય ફ્રુઇત સમોસા, સ્તુફ્ફેદ બેલ્લ પેપ્પેર્સ વિથ બર્લેય, સ્ત્રવ્બેર્ર્ય યોઘુર્ત કાને પીએચે, દતેસ મગિક, સ્તુફ્ફેદ મેથી પકોડા, મીલ્લેતે પુલાવ, મેક્ષિકન ટીક્કી ચાત, પ્રોતીએન બિસ્કુઇત, ઇચે ચ્રેં કોને ચૂપ કાકે, જુઅરની ધણીનો ચેવડો, ઓઅત્સ કોફતા ચુર્ર્ય, ગ્રીન કોઇન્સ, ફ્રુઇત હળવો, હવૈઇઅન તારો ચુર્ર્ય, ભીંડી રીચે, સિંધી ભીંડા ચુર્ર્ય, ડર્ય મંચુરિયન, હક્કાલ નૂદ્લેસ, ગૂંદની ગોર પાપડી, ડાળ ઢોકળી, વેગ મસૂર ખીચડી, મૂળી બેસન ના શાક, પાણી નો રોટલો, મળી મગસ, હવૈઇઅન માંકારોની, પોતાતો સલાડ, હવૈઇઅન પુંચ, બિસ્કુઇત તાકોસ, હમાસ પિઝ્ઝા, લીત્ચી શ્રીકાંડ ઇન તરત્સ, હેઅર્ત હેઅલ્થ્ય ડ્રીંક, મીનેસ્ત્રોને સોઉપ, ચોકોલાત્ય બુન, જૈન હક્કા નૂદ્લેસ, જૈન થઇ ફ્રીએદ રીચે, લેબનેસે વરાપ, ઓઅત્સ સ્ત્રવ્બેર્ર્ય યોઘુર્ત, તરી કોલોર થઇ પરાઠા, વાલેન્તીને રેલીશ, સ્ત્રવ્બેર્ર્ય શુફ્ફ્લે, ફ્રુઇત ફલાણ, ચ્રીસ્પ્ય વેગેતાબ્લે, મોંડા પીઠા, કર્ણ પનીકી, શાહી કેબબ, પર્ત્ય કેબબ, ગુઅવા ચુત્નેય, ગુઅવા ફૂઝ્ઝ, ખેંદાત્તા, ડાળ મ્મોંગ અવધી, કોકીએ સંદ્વીચ, ચીપોટલે વ્રપ્સ, મીડ દય મુન્ચીએસ, પિઝ્ઝા ચ્રોચ્કેત્સ, ચિલ્લી બેંસ રીસ, સ્તુફ્ફ વેગ્ગીએ લેન્તીલ રીસ, શોર્ટ ચ્રુસ્ત ગ્રપેસ સ્લીસ, ફન્દ્ગવેલા માગ ના પુડલા, ધન્શક વિથ બ્રોવન રીચે, ઓઅત્સ પપેર ડોસા, ઓઅત્સ કોકોનુત પુદ્દીંગ, હેઅર્ત હેઅલ્થ્ય ડ્રીંક, મીનેસ્ત્રોને સોઉપ, ચોકોલાત્ય બુન, સ્તુફ્ફેદ બેલ્લ પેપ્પેર્સ વિથ બર્લેય, સ્ત્રવ્બેર્ર્ય યોઘુર્ત કાને પીએચે, તોમતો સલાડ, ગર્દેન સલાડ, બલ્ત્ય પનીર, કાઠીયાવાડી ઘુત્તો, અલૂ મેથી ચાત, મીની ફલાફલ બુર્ગેર, બિસ્કુઇત સંદ્વીચ, હેઅલ્થ્ય દાબેલી, સ્ચેઝ્વાની સ્તીચ્ક્સ, વાનીલ્લા સ્પોન્ગે કાકે, હવૈઇન સ્લીચે કાકે, ચોકોલાતે વાલ્નુત બ્રોવ્નીએ, રસગુલ્લા સ્તુફ્ફ માવા બલ્લ્સ, અમેરીકાન સ્લીદેર્સ, ઇન્સ્તંત જલેબી, ચોરાફળી, ડાળ બુખારા, ડાળ દુમ પુહ્ક્ત કુરેશી, ચ્લાય્ફૂત્ય, ડાળ બે આબ, મુતંજન પુલાવ, કાશ્મીરી કેબબ, ગુઅવા ડ્રીંક, ગુઅવા બાસ્કેટ, વેગેતાબ્લે રવા પોંગલ, સરગવાનો સોઉપ, ડોસા રોલ્લ, વાલેન્તીને સુર્પ્રીસે કાકે, લોવેલ્ય રોસે પ્લાત્તેર, ચિસ્ય ડિસ્ક, સ્ચેઝ્વાન આલું સ્તીચ્ક્સ, માદુર વડે, રેડ રીચે, ગ્રીન ચુર્ર્ય, ઓનીઓન પરાઠા, ડોસા બકે, હોમેમાડે ચોકોલાતે સ્લબ, ચોકોલાતે ચ્રુંચ, બનાના વાલ્નુત સ્લીચે, ફીત્નેસ્સ સેરીઅલ ડ્રોપ્સ, યક દક બેહાસ, ઓરિએન્તલ પૂરી, મોલ્તેન લાવ પૂરી, ગોર પાપડી, ગ્રીન ગાર્લિક મઠો અને દાલ બાટી, ઓઅત્સ ઉત્તપમ, બનાના કુર્દ પુદ્દીંગ, રોલ્લ બ્ય્તેસ, રાગી વેગેતાબ્લે ચિલ્લા, પેનને પાસ્તા, સંદ્વીચ, ગઠીયાની સબ્જી, પકોડા પુલાવ, દૂધી કોફતા, ગુલ પાંખડી, કર્ણ ભાજી બુન, ચિસ્ય પીનેઅપ્પ્લે બીતે, ધુન્ગરીયો રોટલો, ભરેલા ગલકુનું શક, પેનાંગ ચુર્ર્ય, થઇ જસ્મીને રીચે, હેઅલ્થ્ય નૂદ્લેસ, કાજુ કરેલાનું શક, ગુજરાતી ડાળ, ગુલ પાંખડી, કર્ણ ભાજી બુન, ચિસ્ય પીનેઅપ્પ્લે બીતે, ચટપટા બ્ય્તેસ, ફેસ્તીવે તરત્સ, બાસુંદી ચ્રેઅમ, સ્પીનાચ સ્ટ્રીપ્સ, ચ્રીસ્પ્ય પનીર વિથ કોન્ગ્ય સૌચે, જપનેસે ચુર્ર્ય રીચે, થે હુન્ગેર હોપે સંદ્વીચ, સોમેથીંગ એલ્સે સંદ્વીચ, પોંક ઉત્તપમ, ચીક્કી ચોકોલાતે બાર, ગુલાર કેબબ, હરે ચાનને કે કેબબ, ફ્લાકેસ સીડ સંદ્વીચ, ચીસે સ્પીનાચ કસડિયા, એન્ચીલાદાસ, તુંર પલકના શાક, સીકમ પૂરી કેબબ, પિસ્તો દીપ, પેઅનુંત કચુંબર, કાર્રોત કલાકંદ, કાર્રોત રીસ્સોતો, માંન્ભોગ, રોઅસ્તેદ મુએસ્લી, ગ્રનોલા મુસેલી, ગ્રનોલા બાર, કોચ્ક્તીલ નાચોસ અંદ ચીસે સૌચે, મેથી ચમન, તાલુંમેય, બકેદ સૌચ્ય સંદ્વીચ, ભાકાર્વાડી કોને ચાત, પિઝ્ઝા મુફ્ફીન્સ, અપ્પ્લે અંદ ઓરંગે કાનોપીએસ, પાન બલ્લ્સ, અપ્પ્લે વેગેતાબ્લે, અપ્પ્લે પેઅર ચુત્નેય, શાહી ખાના, જીરા બુત્તેર કોકીએસ, અલ્મોન્દ ચોકોલાતે કોકીએસ, કુલચા, કાર્રોત ફિરની, ગાજર મેથીનું શક, અપ્પ્લે વેગેતાબ્લે, અપ્પ્લે પેઅર ચુત્નેય, જીરા બુત્તેર કોકીએસ, અલ્મોન્દ ચોકોલાતે કોકીએસ, કાર્રોત ફિરની, ગાજર મેથીનું શક, કાર્રોત રૈતા, ચ્રીસ્પ્ય ચિલ્લી કાઉલીફ્લોવેર, ગોબી લાજવાબ, રતાળુની પેત્તીશ, સ્તુફ્ફ પરવાળ, ફાળા લપસી વિથ કલાકંદ અને વાળની બિરયાની.

કેટલી વાનગીઓ ઓળખી શક્યા? માનવામાં નથી આવતું ને, આ બધી વાનગીઓ ‘ઈટીવી ગુજરાતી’ પર આવતા ગુજરાતી ‘રસોઈ શો’ની વાનગીઓ છે જે યુટ્યુબ પર મૂકવામાં આવી છે:

રસોઈ શો - ઈટીવી ગુજરાતી

આ રસોઈ શો ફક્ત નામનો ગુજરાતી છે, બાકી તેમાં ગુજરાતી નહિંવત અને અંગ્રેજી શબ્દોની ભરમાર હોય છે. વાનગીના નામ, તેમાં વપરાતી વસ્તુઓના નામ, તેમાં વપરાતી ક્રિયા (સ્પ્રિંકલ કરો) તમામ અંગ્રેજીમાં હોય છે. કોન્વેન્ટમાં ભણેલી યુવતીઓ અંગ્રેજી બોલે તે તો જાણે સમજ્યા પણ અમદાવાદમાં પહેલી વખત પગ રસોઈ શોના શુટીંગ માટે મૂક્યો હોય તેવી બહેનો પણ દેખાદેખીમાં અંગ્રેજીમાં બોલવાનાં ફાંફા મારતી હોય છે. વાંક તેમનો નથી. શોનું ફોર્મેટ જ એવું બનાવી દેવાયું છે કે કોઈ શુદ્ધ ગુજરાતી બોલે તો જુનવાણીમાં ખપી જાય અને કદાચ તેની વાનગી એડિટ થઈ જાય!

રસોઈ શો પર આ લેખ મૂકતાં પહેલા અન્ય અંગ્રેજી કૂકરી ચેનલ પણ જોઈ. ત્યાં અંગ્રેજી શોમાં પણ જે તે વસ્તુના નામ હિન્દીમાં પણ બોલાય છે જેથી ભારતિય દર્શકો સમજી શકે. હિન્દી શોમાં શુદ્ધ હિન્દી બોલાનો આગ્રહ જોઈ શકાય છે.

અને હા, “વાળની બિરયાની” વાંચીને યાદ આવ્યું કે સામાન્ય રીતે ‘શેફ’ માથા પર કેપ પહેરેલા જોવા મળે છે જેથી વાનગીમાં વાળ ન પડે પણ અહીં તો ‘ખાસ રસોઈ શો માટે નવું હેરકટ કરાવી આવનાર’ના લાભાર્થે ખુલ્લા વાળ રાખીને રાંધતી દેખાડવામાં આવે છે!

થાળીમાં વાળ - ચિત્ર સૌજન્ય પોપ્યુલર સાયનસ

… અને થાળીમાં વાળ વિશે વાંચો પોપ્યુલર સાયન્સનો આ લેખ.

ગુજરાતી ભાષા જીવશે કે કેમ તેની મને ખબર નથી પણ કેવી હાલતમાં જીવશે તેનો આછેરો અંદાજ મને અહીં દેખાયો…

Apr 242010
 

પ્રિય મિત્રો,

આજે વર્ડપ્રેસ બ્લૉગની એક નાનકડી પણ મજાની ટિપ રજુ કરું છું:

મારો બ્લૉગ મારી ભાષામાં, બ્લૉગનું સંચાલન અંગ્રેજી ભાષામાં!

વર્ડપ્રેસ તરફથી હમણાં થોડા સમયથી બ્લૉગનું સંચાલન ગુજરાતી ભાષામાં થાય એવી સગવડ ઉમેરવામાં આવી છે. સંચાલન માટેના શબ્દોનું ગુજરાતી ભાષાંતર ઘણાં બધા લોકોએ કર્યું છે. જાજા રસોઈયા રસોઈ બગાડે એવો જ ઘાટ સંચાલનની ગુજરાતી ભાષાનો થયો છે. જેમ આજનાં આપણાં રાજકરણીઓને જોઈને વડીલો કટાક્ષમાં કહે છે કે આના કરતાં તો અંગ્રેજો સારા હતા, એવો જ અભિપ્રાય વર્ડપ્રેસ સંચાલનની ગુજરાતી ભાષા વિશે બાંધી શકાય. આ સમસ્યાના મારી સમજ પ્રમાણે, બે ઉપાય છે, એક ટૂંકાગાળાનો અને બીજો લાંબાગાળાનો. ટૂંકાગાળાનો ઉપાય એ છે કે આપણા વર્ડપ્રેસ બ્લૉગની સંચાલનની ભાષા બદલાવીને પાછી અંગ્રેજી કરી દઈએ. બીજો લાંબાગાળાનો ઉપાય એ છે કે વર્ડપ્રેસ સંચાલનનું ગુજરાતી ભાષાંતર સુધારીએ.

આપણાં વર્ડપ્રેસ બ્લૉગની સંચાલનની ભાષા અંગ્રેજી કરવા માટે આપણાં બ્લોગના ડેશબોર્ડ (ચાલકમંડળ)માં ‘યુઝર્સ’ પર ક્લિક કરી, ‘પર્સનલ સેટિંગ’ પર ક્લિક કરો… Continue reading »