Mar 172007
 

પ્રિય મિત્રો,

તડાફડીમાં આપનું સ્વાગત છે…

આ બ્લોગની શરુઆત કરીએ તે પહેલા થોડી પ્રસ્તાવના.

હું ગુજરાતી સાહિત્યના સરોવર સમી વેબસાઈટ રીડ ગુજરાતી ડૉટ કૉમનો નિયમિત વાચક અને ચાહક છું. હમણાં ત્યાં વાચકોની લેખન સૃષ્ટિમાં એક નવોદિતની કવિતા અને સિદ્ધહસ્ત કવિની ગઝલમાં ગજબનું સામ્ય હોવાથી પરસ્પર જોરદાર દલીલો થતી હતી ત્યાં મારું ધ્યાન ગોલમાલ તરફ ગયું અને મને તેમના નામમાં રસ પડ્યો. ત્યાં તેમણે ‘લોલિતા’ વિષે કોમેન્ટ કરી કે “Lolita is a BAD Book…” મને મારા મનમાં થયું કે તેમણે ‘લોલિતા’ વાંચ્યા વગરજ કોમેન્ટ કરી છે. ત્યાં દિનેશભાઈએ પુછી લીધું કે “એ ખરાબ પુસ્તક છે એ નિષ્કર્શ કાઢવા માટે પહેલા તમે જરુર એ પુસ્તક વાંચયુ જ હશે ને?!!” તો ગોલમાલભાઈ તેમના પ્રશ્નનો ઉત્તર આપવને બદલે જોડણી સુધારવાને લાગી ગયા.. અને પછી જે થયું તે તમે જાતે વાંચી લો, વાંચીને કહેજો કે તડાફડી કેવી લાગી?

Dinesh (Mar 15, 2007 at 3:09 pm)

કોઈના વાંચન વિનય પર શંકા કરનાર શ્રીમાન ગોલમાલજી વાંચયા વગર તમે પણ કેવી રીતે કહી શકો કે લોલીતા પુસ્તક સારુ છે કે ખરાબ..!

એ ખરાબ પુસ્તક છે એ નિષ્કર્શ કાઢવા માટે પહેલા તમે જરુર એ પુસ્તક વાંચયુ જ હશે ને ! !

વિનય ખત્રી (Mar 15, 2007 at 3:18 pm)

શ્રીમાન ગોલમાલજી,

તમે તમારૂં સાચું નામ લખવાની કૃપા કરશો?

તમે જે comments કરી રહ્યા છો તે માટેની જવાબદારી તમારા નામે લેવાની હિંમત્ત કેળવો પછી આગળ વાત….

અનિમેશ અંતાણી (Mar 15, 2007 at 3:25 pm)

અને કેટલાંકનામાં વાંચનજ નથી…

Golmal (Mar 15, 2007 at 3:29 pm)

આમ તો છંદ ..લય..વગેરે જાણ્યા વગર પણ કેટલાંક લોકો એ વિશે વકીલાત કરેજ છે ને.. એમને પણ થોડી સલાહ આપશો?
અને હા.. “નિષ્કર્ષ “ને “નિષ્કર્શ “લખનારાઓને પણ…
લગે રહો દિનેશભાઈ…..

Golmal (Mar 15, 2007 at 3:40 pm)

અને “હિંમત” ને “હિંમત્ત” લખનારાઓને પણ

Golmal (Mar 15, 2007 at 3:49 pm)

અને અંતાણીજી , મારા જેવાં કેટલાંકનું તો લેખન પણ બરાબર નથી …..

dinesh (Mar 15, 2007 at 4:13 pm)

સારા અને નરસાની વ્યાખ્યા દરેક ની નજરમાં અલગ અલગ હોય છે, શ્રીમાન ગોલમાલજી, ની કોમેન્ટસનો સીધો અર્થ એ જ થયો કે કોઈકે લોલીતા વાંચી પોતાની બુધ્ધી પ્રમાણે એનુ નિરાકરણ કાઢયુ અને શ્રીમાન ગોલમાલજી, એ બેઠ્ઠુ ઉતારી લીધુ.

હમમમ … હવે સમજી શકાય કે શ્રીમાન ગોલમાલજી Plagiarism ની તરફેણ કેમ કરતા હશે

અનિમેશ અંતાણી (Mar 15, 2007 at 7:09 pm)

ભાષાશુધ્ધિ માટે શ્રીમાન ગોલમાલજીને માળો, તેમનું નામ Golmal છે, તેમનું વાંચન Golmal છે, તેમની દલિલો Golmal છે, પણ…

તેમની ભાષાશુધ્ધિ બેમિશાલ છે…

આ પ્રતિભાવમાં પણ કાંઇક typing ભુલ હશે તો હમણાંજ તેમના તરફથી સુધારો આવ્યોજ સમજો….

હેમંત (Mar 16, 2007 at 12:20 pm)

અનિમેશભાઈ, હમણા આવશે કમેન્ટ કે બેમિશાલ નહીં બેમિસાલ આવે 🙂 હેમંત

અનિમેશ અંતાણી (Mar 16, 2007 at 12:59 pm)

હેમંતભાઈ,

હવે Golmalભાઈ શું કરશે? તેમનું કામ તો તમે કરી નાખ્યું….

પણ Golmalભાઈ,

બીજી પણ એક જોડણીની ભુલ છે, શોધી કાઢો જોઉં….

Golmal (Mar 16, 2007 at 1:04 pm)

અને મારી આ બેમિસાલ (બેમિશાલ નહિ) ભાષાશુદ્ધિ કોઈ પણ પ્રકારના વાંચન વગરજ આવી છે, એવું માનનારાઓ પણ અહીં છે….

અનિમેશ અંતાણી (Mar 16, 2007 at 1:17 pm)

તમારા તરફથી કોઈ સુધારો ન આવ્યો, એટલે હું સમજ્યો કે તમે રીડગુજરાતી પરથી “Go” થઈ ગયા હશો…

Welcome back, શાબાશ, હવે ચાલો બીજી પણ એક જોડણીની ભુલ છે, તે શોધી કાઢો જોઉં….

જોડણી સુધરશે એ પણ એક સારું કાર્ય છે ગુજરાતી સાહિત્ય માટે એટલે અહીં આવી comments માટે કોઈ વાંધો નહીં લે….

Golmal (Mar 16, 2007 at 1:13 pm)

દલિલ નહીં દલીલ
(કદાચ ) ભુલ નહીં ભૂલ
Typing ને બદલે કદાચ Typographical વધુ જામે

અનિમેશ અંતાણી (Mar 16, 2007 at 1:29 pm)

Golmalભાઈ, તમે જોડણી સમ્રાટ નામ રાખીલો, શું છે કે Golmal બહુજ Cheap લાગે છે…

જોડણી સમ્રાટ…. શું વજન પડશે….

બાકી તમને કે તમારા ફઈબાને Golmal ગમતું હોય તો મને વાંધો નથી,

લગે રહો Golmalભાઈ/જોડણી સમ્રાટ

અનિમેશ (Mar 16, 2007 at 1:35 pm)

એક ગુજ-lish નામ suggest કરું? : જોડણી smart

Golmal (Mar 16, 2007 at 1:51 pm)

આભાર..ચાલો તમે મને કોઈક કાર્ય માટે તો સારો કહ્યો..

hitu pandya (Mar 16, 2007 at 1:53 pm)

લો અહિ તો comments વાઁચવા ની પણ મજા પડી. 🙂

Hiral (Mar 16, 2007 at 2:15 pm)

sache animesh uncle(k pachi bhai?) ane golmalbhai ni vato ma to badhane interest padva mandyo! hu pan bakat na rahi shaki!

અનિમેશ (Mar 16, 2007 at 2:31 pm)

Golmalભાઈ,

તમે સારા જ છો, આજે તો તમારો mood પણ સારો છે (આજે કોઈના નામ આગળ “લગે રહો” કેમ નથી લગાવ્યું?) આજ્ઞાંકિત પણ છો (કેટલા વર્ષ થયા લગ્નને?) આજે પહેલી વખત તમે સાચી દલીલ કરી કે સારા વાંચન વગર સાચી જોડણી શક્ય નથી. હવે તમારું સાચું નામ પણ કહીદ્યો ને… કોઇ જોતા નહી, Readers, બધા આંખો બંધ કરીલો Golmalભાઈ પોતાનું નામ કહે છે….

શું હજી હિંમત નથી થાતી? કાંઈ વાંધો નહીં, મારું email ID આ રહ્યું મારા નામની નીચે…

-અનિમેશ અંતાણી
animeshantani@gmail.com

Golmal (Mar 16, 2007 at 2:51 pm)

મજાક ખાતર કહું છું..મને તો તમારા નામમાં પણ ગોલમાલ લાગે છે..અનિમેશ ને સ્થાને અનિમેષ હોવું જોઈએ..

hitu pandya (Mar 16, 2007 at 3:14 pm)

enjoyed again. ha ha ha

hitu pandya (Mar 16, 2007 at 3:18 pm)

લગે રહો બન્ને ભાઇ 🙂

Golmal (Mar 16, 2007 at 3:33 pm)

મજા પડી ગયી….

ગુમનામીની પણ અલગ મજા હોય છે…

Golmal (Mar 16, 2007 at 3:37 pm)

oopss….પડી ગયી નહીં…..પડી ગઈ….

અનિમેશ (Mar 16, 2007 at 3:48 pm)

Golmalભાઈ,

હું ૮ માર્ચથી અનિમેશની ખોટી જોડણી (તમારા કહેવા પ્રમાણે) કરું છુ, તમને આજે, અત્યારે tubelight થઇ? બહુજ ખરાબ….

વાચકો અને ગોલમાલભાઈ,

હું અત્રેથી Golmalભાઈ માટે suggest કરેલા નામ જોડણી સમ્રાટ અને જોડણી smart પાછા લઉં છું.

અનિમેશ (Mar 16, 2007 at 3:56 pm)

આવ ભાઈ હરખા, આપણે બેય સરખા.

અનિમેશ (Mar 16, 2007 at 5:00 pm)

તમે જોયું હશે કે મેં હમણા એક ફુલણજી કાગડાને ફુલાવીને તેના પીછાં ખેરવી દીધા છે.

  37 Responses to “ગોલમાલ સાથે તડાફડી”

 1. ચાલો. તડાફડીને પણ બ્લોગ-જગતમાં તમે સ્થાન આપ્યું. આ સારું થયું. રીડ-ગુજરાતીને એમાંથી મુક્તિ મળી.

 2. ગજબ મારા-મારી છે. Once in a while ઝગડો પણ કરવો જોઈએ. બધું મીઠું મીઠુ હોય તો મજા ન આવે. ક્યારેક તીખું તમતમતું પણ વાચવા મળે તો જરા મજા આવે.

 3. ક્યાં છે તડાફડી અહીં?

  golmalgol@gmail.com

 4. Ejoyed your Tadafadi with Golmal and You.
  Now take another Topic for your Tadafadi
  All the Best.

  Meghdhanush

  http://shivshiva.wordpress.com/

 5. દરરોજ તડાફડી શક્ય નથી. હું ભણું છુંને સાથે part time job પણ કરું છુ.

  આમેય, ફટાકડા રોજ ફોડવાના ન હોય, કોઇ સારો પ્રસંગ હોય કે પછી કોઇ મોટો તહેવાર હોય…

  અને ક્યારેક તડાફડી, તો ક્યારેક સુરસુરિયું પણ થાય….

  જોકે, શું થયું તે તમારે નક્કી કરવાનું છે…

  અનિમેષ અંતાણી

 6. Animesh,
  welcome to blogword. Wish you all the best!!! May I request you one thing ???? If reader may post some comments..please do not argue with them.. it may create some problem..The literature suppose to be free from all those things…”GOOD LUCK ”

  USA

 7. તડાફડી પણ રચનાત્મક હોઈ શકે છે. આક્ષેપો અને હુંસાતુસીથી શરૂ થયેલી તડાફડી, જોડણી-સુધાર અને ત્યારબાદ નવા બ્લૉગના સર્જન માટે કારણભૂત બની એ ઓછું છે?

 8. બ્લોગ જગત મા હાર્દિક સ્વાગત…

  અમીઝરણું…

 9. hi animesh bhai
  how r u?
  oh sorry. actually u don’t know me right?!!
  let me come on the point.

  u and golmal(bhai) both r very funny!
  btw hu tamari himmat ne daad aapu chhu.
  kemke je website na hajaaro vaanchako chhe te website par aavi rite comment lakhvi ane fight aapvi e bahu moti vaat chhe.
  i really mean it.
  inshort it is nice.
  infact very very nice.

  from:-
  a 15 year girl,
  who liked ur comments

 10. yes, you and golmal are very fuuny.
  તડાફડી પર તડાફડી શરુ કરો….

 11. good try..keep it up…jai hatkesh

 12. દિનેશભાઈ ના કહેવા મુજબ મેં “લૉલિટા” વાંચ્યા વગરજ અભિપ્રાય આપી દીધો..એમને ખબર હશેજ કે બૂક રિવ્યુ જેવી વસ્તુ પણ હોય છે. હરેક વસ્તુનાં પારખાં નથી હોતાં….

 13. વધુ એક ધડાકો…

  રીડ ગુજરાતી પર કો’ક ને ચોર..ગુનેગાર..ગુજરાતી સહિત્યના પતન માટે જવાબદાર ઠેરવનારાઓ અને એમને આદર્શ માનીને એ પ્રવાહમાં હામી ભરી ઝંપલાવતા રહેનારાઓ ને એક સવાલ……
  સવારના 6 થી રાતના 12 સુધી કમ્પુટર પર પોતાની અસલ કૃતિઓ અપ-લોડ કરતા રહેતા કેટલાં લોકો પોતાના કમ્પ્યુટર પર વપરાતાં માઈક્રોસોફ્ટ ઓફિસ જેવાં સોફ્ટ્વૅર જાતે ખરીદી ને અસલજ વાપરવાનો આગ્રહ રાખે છે? કેટલાંયને તો એ ય ખબર નહિં હોય કે એ બધાં પાયરેટેડ સોફ્ટ્વૅર વાપરી રહ્યાં છે..શું એ ચોરી નથી? રીડ ગુજરાતી પર કવિતાની નકલ માટે હો હા અને દેકારો મચાવવા માટે પાઈરેટેડ સોફ્ટ્વૅરનો સહારો લેનારાઓ s/w piracy માટે કશું બોલશે?

  લગે રહો……

 14. વાહ ગોલમાલભાઈ,

  ઘણા દિવસે દેખાણા…ક્યાં ગયા હતા?

  સરસ.

  એક સ્પસ્ટતાઃ રીડ-ગુજરાતી વિશેની comments તમે ત્યાં કરો તો સારું.

  Plagiarism વિશે દલીલ કરતાં કરતાં તમે પહેલાં જોડણી સુધારવાને લાગી ગયા હતા, હવે software piracyનો મુદ્દો ઉપાડ્યો છે, બહોત ખુબ! તમારા જેવા જાગૃત અને પ્રામાણીક લોકો બહુ ઓછા મળે છે….

  મારા laptopનું બિલ અને તેમાં install કરેલા softwareના licenceની copy તમને મોકલાવવા માંગું છું, તમે તેમ કરી શકશો?

  હવે આ દલીલનો જવાબ આપજો, વળી લોકો ઓફિસમાં બેસીને, ઓફિસના સમયમાં, ઓફિસનું કમ્પ્યુટર અને ઈન્ટરનેટ વાપરીને, ઓફિસની ચા પીને, ઓફિસના પંખા નીચે કે એસી સામે બેસીને ‘ગુજરાતી સાહિત્યમાં Plagiarism’ની વાતો કરતા હોય છે… તેવી દલીલ નહીં કરતા હો!

 15. ચાલો ગોલમાલભાઈનું ગોલમાલ સરનામું બનાવીએ.

  ગોલમાલભાઈ ડરપોક, ઉર્ફ જોડણી-સ્માર્ટ
  ઘર નંબર ૪૨૦, ગડબડ ગલી,
  ચોર હાઉસીંગ સોસાયટી – ઓહ સૉરી – પ્રેરણા હાઉસીંગ સોસાયટી,
  નકલ નગર, ઊઠાંતરી સોસાયટીની પાછળ,
  પાયરેટ્સ ફૉર એન્ટી-પાયરસી રોડ,
  બબાલ શહેર -૯૨૧૧

 16. હેમંતભાઈ,

  હું વડોદરામાં ભણું છું, તમારો જન્મ અને ઉછેર વડોદરામાં થયો છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે ગોલમાલભાઈ પણ વડોદરામાં જ છે!!!

  કેવો યોગાનુયોગ? !!!

 17. અનિમેષભાઈ..
  એ તમારી કે તમારા જેવા એક કે બે વ્યક્તિઓ માટેની વાત ન હતી..તમારે મને સાબીતી આપવાની જરૂર નથી..મારી કમેન્ટ ને અંગત ન લેશો…

 18. પ્રિય ગોલમાલભાઈ,

  હું તમારી કોમેન્ટને અંગત લઈને તમને સાબીતી આપવા કે લેવા નથી ઇચ્છતો, મારો આશય એ હતો કે કોઈ પણ સારા કાર્યની શરુઆત પોતાનાથી કરવી.

 19. By the way..i too have a Laptop and all those bills and licence copies…

 20. OK

 21. what is next post?

 22. જાની સાહેબ,
  નવી પોસ્ટ આવી ગઇ છે. એ છે તમારી સાથે થયેલી તડાફડી.
  http://pateldr.wordpress.com/2007/06/28/aavya_kane_chandrakant_sheth/#comments

 23. ગુડબગજી..

  મારા બ્લોગ પર કોમેન્ટ મુકવા બદ્દલ ધન્યવાદ!

  આ સંદેશ હું તમને email કરીને મોકલવા ઇચ્છતો હતો પણ પછી મને ખબર પડી કે તમારું email આઈડી fake છે!!!

  અને હા, લંડન નિવાસી ગુડબગજી, ગુડબગમાં બગ અંગ્રેજીમાં bug લખાય, bag એટલે તો ‘થેલો’ થાય!

  આ તો ફક્ત તમારી જાણ ખાતર, મારુ જ્ઞાન તમારાથી ચડીયાતું છે તે જણાવવા માટે નથી કહેતો, પણ મને જેટલું આવડે છે તે તમારી સાથે share કરવા ઇચ્છું છું.

  આવજો,
  લખતા રહેજો….

 24. અરે મારા વ્હાલા દીકરા ! આ કાકા કે દાદાને માથે માછલાં ધોયાં એનો કશો વાંધો નહીં, પણ તડાફડી માટે ટોપીક પુરો પાદવા (!!!) આભાર તો માન !

  મને બગ અને બેગ વાળી ગમી !! આપણે ઉંઝાના કે કવીતાના જ નહીં હાસ્યના ય આશક છીએ.

 25. આ ખોટા ઇમેલ એડ્ર્રેસ વાળી કોઇ મને ય શીખવાડી દ્યોને ? એતલે લોકશાહી ના પ્રચાર યુધ્ધ્ની કળાઓ આ ઘૈડે ઘૈડપણ શીખી લ ઉં !! બહુ કામની વીદ્યા હોય તેમ લાગે છે.

 26. આ યુગમાં જ્યારે બધું ‘વર્ચુઅલ’ છે ત્યારે ખોટા નામ અને ફેક ઇમેઈલ આઈડીની બોલબાલા છે. આ બ્લોગનો જન્મ થયો ‘ગોલમાલ’ નામથી (જુઓ પ્રસ્તાવના).

  જોકે ગોલમાલજી ગુડબગથી ઘણા સારા છે… ગોલમાલજીનુ ‘ગોલમાલગોલ’ એવું તો એવું પણ આઈડી તો છે. (અને રીપ્લાય પણ કરે છે!) જ્યારે ગુડબગનું આઈડી ટોટલ બોગસ છે. સ્પેલીંગના ઠેકાણા નથી. ગુડબગ અંગ્રેજીમાં gudbag આવી રીતે લખ્યું છે! મેઈલ કરો તો બાઉન્સ થાય છે…!! ગોલમાલભાઈ વડોદરાથી ગોલમાલ કરે છે અને ગુડબગ લંડનથી ‘બગ’ મોકલે છે…

  સુરેશ દાદાજી ‘માછલાં ધોયા’ને બદલે ‘મૂળા ધોયા’ એમ કહો, કેમ કે ‘ગુડબગ’જી પ્યોર વેજીટેરીયન છે!!! 😉

 27. હજી પણ, ગુડબગે પોતાની બેગ ઉઠાવી નથી?

  RC બગ લાગે છે.. 😉

 28. અરે… પટેલીયા તુ અહિયા પણ બેડ બગ બન્યો, અરે મારા ગલુડીયા તુ ક્યારે સમજી શકિશ, તે અહિયા પણ તારો બાપ્પો આવી ગયો છે, તારી પુંછડી તારી (ગાળ)માં ઘાલીને તને તારા પુજ્ય પિતાશ્રીના કોળામાં બેસાડી દઈશ. અને ઓલો બીજો કુરકુરીયો ક્યાં ??? અરે, તારો ભાઈ, ચટ્ટા-પટ્ટાવાળો, વંશવગરનો ???

  ભાઇઓ, આ થેલા(કે માંકડ) ને મારવો બહુ સહેલો છે, થોડુ કેરોસીન છાંટો એટ્લે એના રામ રમી જાય, આ થેલો કોણ છે એ જાણવુ હોય તો નીચેની લીન્ક જોઈ લેજો.

 29. બેડબગને પુછડી ગા… માં દબાવીને કેવો ભગાવ્યો તેનુ સ-બ્લોગ અહિયા જોઈ લેવા વિનંતી

  http://swaranjali.wordpress.com/2007/07/07/kharo-raahabar-bansidhar-patel/#comment-80

 30. ભાઇ, જરા ભાષા સંભાળીને વાપરશો તો તડાફડી કરવાની વધારે મજા આવશે.

  -અનિમેષ

 31. ભાઈ..આ ગોલમાલીયો અહીં કયાંક–કયાંક નજરે પડે છે, પણ ઓલી તકરાર પર તો કોઈ નજરે ચડતું નથી. શું કરીયે..? થોડા દી‘ આરામ..બીજું હું..?

  takrar.wordpress.com

 32. […] ફુલણજી કાગડાભાઈ પોરસાતાં પોરસાતાં તડાફ્ડી પર કોમેન્ટ લખી ગયા ત્યારે જ ખબર પડી ગઇ હતી તેઓ કોણ […]

 33. […] પ્લેજરીઝમ વિશે ચર્ચા કરતાં કરતાં થઈ ગોલમાલ સાથે તડાફડી અને તેમાંથી થયો આ બ્લોગનો […]

 34. હા હા હા… મજા પડી ગઈ..

 35. “ગોલમાલ હે ભઇ સબ ગોલમાલ હે”

  ખરેખર આ suitable છે.

  “ગોલમાલ”

  માટે..

  ……………………

  Very Bad…

  Fake User…

  નો હાલે…

 36. કોપી પેસ્ટ અને ગોલમોલ કરતા લોકોને જોતો હતો અને અહીં આવી પુગીયો. વાંચન કર્યા પછી મને થયું કોમેન્ટ તો મારે લખવી જોઇએ.

 37. “saap ne gher paron saap…. mukh chanti vale gher aap” !

  Thoda ma ghanu samjjo…. Jay Jat Garvi Gujarat…. Mera Bharat Mahan..!

Leave a Reply

%d bloggers like this: