Oct 062011
 

પ્રિય મિત્રો,

વિજયાદસમીની શુભેચ્છાઓ…

તમને જણાંવતાં અત્યંત આનંદ થાય છે કે મારો ડ્રીમ પ્રોજેક્ટ સર્ફગુજરાતી.કોમ માટેનો સોફ્ટવેર પ્રોગ્રામ તૈયાર થઈ આવી ગયો છે અને આજથી એની ‘ક્લિનિકલ’ ટ્રાયલ શરુ થઈ રહી છે. એક વખત ઈન હાઉસ ટ્રાયલ પાસ થયા પછી નેટ પર મુકીશું. બધુ સમુસુતરું પાર પડ્યું તો આ દિવાળી સુધરી જવાની છે!

SurfGujarati.comનો વિચાર જાન્યુઆરી ૨૦૦૮માં જ્યારે ફનએનગ્યાન ટૂલબાર બનાવ્યું ત્યારે આવ્યો હતો.

કોન્ડ્યુઈટની ટૂલબાર બનાવવાની મફત સેવા વડે બનાવેલો ટૂલબાર ત્યારે ફક્ત ઈન્ટરનેટ એક્ષપ્લોરર અને ફાયરફોક્સ બ્રાઉઝરમાં જ ચાલતો. જે લોકો ઓપેરા કે બીજા બ્રાઉઝર વાપરતા હોય તેમના માટે નકામું! હું પોતે ત્યારે ઓપેરા વાપરતો અને જે દિવસથી ગૂગલ ક્રોમ આવ્યું તે દિવસથી ગૂગલ ક્રોમ વાપરું છું. બ્રાઉઝરની સમસ્યા ઉપરાંત ટૂલબારનું સોફ્ટવેર ડાઉનલોડ કરવું પડે. ત્રીજું, વાપરનારના કૉમ્પ્યુટરમાં યુનિકોડ ફોન્ટ ન હોય તો અક્ષરોને બદલે ચોકઠાં દેખાય. આ બધી સમસ્યાઓને લઈને વિચાર્યું કે ટૂલબાર ઓનલાઈન હોવું જોઇએ જે બધા બ્રાઉઝરમાં ચાલે, ડાઉનલોડ કરવાની માથાકૂટ નહીં કે ફોન્ટની સમસ્યા નહી. આમ વિચાર કરતાં જુલાઈ ૨૦૦૮માં સર્ફગુજરાતી.કોમ નામ નોંધાવી લીધું.

એપ્રિલ ૨૦૧૦માં ફીડક્લસ્ટર સેવાનો ઉપયોગ કરીને ગુજરાતી બ્લૉગવિશ્વ નામનો બ્લૉગ એગ્રિગેટર બનાવ્યો. આ એક મજાની સેવા છે જેમાં અત્યારે ૪૦૦ જેટલા બ્લોગ ઉમેર્યા છે અને આ ૪૦૦ બ્લૉગમાં જે જે બ્લોગ અપડેટ થાય તેની લિન્ક વિગતો સાથે ગુજરાતી બ્લૉગવિશ્વમાં દેખાય. આ રીતે ગુજરાતી બ્લૉગ વિશ્વની ગતિવિધી જાણી શકાય. આ એક સરસ ગોઠવણ છે. આમાં મને સમસ્યા એક નહી કે જો કોઇ બ્લૉગર કૉપી-પેસ્ટ કરી પોસ્ટ બનાવે તો  તેનો આખો બ્લૉગ કાઢી નાખવો પડે. આ વાત બધી જ પોસ્ટ કૉપી-પેસ્ટ કરી બનાવનાર માટે બરાબર છે પણ ક્યારેક કૉપી-પેસ્ટ કરનાર માટે બરાબર નથી. જે તે પોસ્ટ કાઢી શકવાની સગવડ હોવી જોઈએ. બીજું જે બ્લૉગ/વેબસાઈટમાં RSS ફીડની સગવડ ન હોય તેને આ સેવામાં ન ઉમેરી શકાય.

ઈનટરનેટ પર ગુજરાતી લખાણ ધરાવતા ૮૨,૫૦,૦૦૦ પાના છે એમ ગૂગલ સર્ચ કહે છે. (જો કે માઈક્રોસોફ્ટનું બીંગ કહે છે કે ૪,૪૮,૦૦૦ પાનાં છે.) આ જવાબ મેળવવા ‘છે’ શબ્દની શોધ આદરી. કારણ કે એવું કયું ગુજરાતી લખાણ હશે જેમાં ‘છે’ ન વપરાયું હોય? (કદાચ અપવાદ રૂપે હોય તો પણ ટકાવારી કેટલી?) આ ૮૨,૫૦,૦૦૦ પાનામાંથી કામના કેટલા? નકામા કેટલા? કૉપી-પેસ્ટ વાળા કેટલા? આ પાનાઓનો લેખક કોણ? આ પાનાની અનુક્રમણિકા બનાવી હોય તો? વિષય વાર અલગ કરી ગોઠવણી કરીએ તો? લેખક પ્રમાણે અલગ ગોઠવીએ તો? સાહિત્ય પ્રકાર પ્રમાણે અલગ ગોઠવીએ તો?

વર્ડપ્રેસ પર બ્લૉગ ઑફ ધ ડેપોસ્ટ ઑફ ધ ડે અને ટેગ્સની સરસ અને ઉપયોગી સેવા છે પણ ફક્ત વર્ડપ્રેસના બ્લૉગ માટે! મોટાભાગના સમૃદ્ધ બ્લોગ વર્ડપ્રેસ પર નથી તેનું શું? બ્લૉગ સ્પોટ કે બીજી સેવા વડે બનાવેલા બ્લૉગનું શું? બ્લૉગ સોફ્ટવેર વાપર્યા વગર બનાવેલી સાઈટનું શું?

આ બધા પ્રશ્નોનો જવાબ કદાચ સર્ફગુજરાતી.કોમ દ્વારા થોડા દિવસોમાં મળી જશે, તે પહેલાં, આજે મને તમારી પાસેથી ફર્સ્ટ હેન્ડ માહિતી જોઈએ છે:

જ્યારે તમને કોઈ બ્લૉગ કે વેબસાઈટ પર સરસ મજાનો લેખ વાંચવા મળે તો તમે શું કરો? તેને ફરી વાંચી શકાય તે માટે કેવી ‘સેવ’ કરો? તેને મિત્રોની સાથે વહેંચવા માટે કેવી રીતે ‘શેર’ કરો?

 1. લખાણ કૉપી કરી બ્લૉગ પર મૂકી દો. આમ લખાણ બીજી વખત વાંચવા કામ લાગશે અને મિત્રો સાથે શેર પણ થશે.
 2. લખાણની લિન્ક બ્લૉગ પર મૂકી દો.
 3. લખાણની લિન્ક ઈમેઈલ કરી મિત્રોને શેર કરો, લખાણ ફરી વાંચવા માટે જૂની ઈમેઈલ ફંફોસો.
 4. લખાણની લિન્ક બ્રાઉઝરની બૂકમાર્ક (ફેવરીટ) સેવા વડે સંગ્રહ કરો. મિત્રો સાથે શેર કરવા ઈમેઈલ કે બ્લોગની મદદ લો.
 5. લખાણની લિન્ક શેર સંગ્રહ કરવા તેમજ મિત્રોની સાથે શેર કરવા ડિલિશિયશ વાપરો.
 6. અન્ય કોઈ સેવા વાપરો છો (કૉમેન્ટમાં તેનું નામ પણ જણાવશો)
 7. ડાયરી કે નોટબુકમાં નોંધી લો.
 8. લખાણ વાંચી લીધું એટલે પૂરું, લિન્ક ‘સેવ’ કે ‘શેર’ કરવાની શું જરૂર છે?

અહીં જાણી જોઈને ‘પૉલીંગ’ સોફ્ટવેર વાપર્યું નથી, તમારા જવાબોમાં જે જે નંબર લાગુ પડતા હોય તે નંબર કૉમેન્ટ બોક્ષમાં લખી જણાવો.

  16 Responses to “વિજયા દસમીની શુભેચ્છાઓ અને સર્ફગુજરાતી.કોમ”

 1. 2, 4, 6, 8 (Thanks for choosing my options in even numbers only!)

  • મનિષભાઈ નં ૬ પ્રમાણે તમે અન્ય સેવા વાપરો છો તો તે કઈ તે જણાવશો. પ્રતિભાવ માટે આભાર.

 2. “surfgujarati.com” , a unique attempt…!. I have found funngyan toolbar really helpful & i wish this should go even further. Funngyan never showed my blogs/web in its directory & you said when you will update it will be done. So i hope this time you will fulfill my wishes…!!! Any way since its a project you dreamt of before 3 years it must be the most revolutionary change in the gujarati language surfing/searching. This is also desired as Search Engines like google support mostly english tags first & then gujarati tags. So some thing of this sort as a ready made directory and surf engine(!) may be rally wonderful.

 3. નેટ ગુર્જરીની સગવડતા વધારવા માટે તમારી મથામણના ફળસ્વરૂપે તમારા ડ્રીમ પ્રોજેક્ટ ‘સર્ફ ગુજરાતી.કોમ’ના દિવાળી પરના સંભવીત લોન્ચીંગ માટે હૃદયથી શુભેચ્છાઓ.. તમારી સાથે અમારા સૌની દિવાળી સુધરી જશે. તમારા પ્રયત્નોને સલામ વિનયભાઈ.

 4. વિનયભાઈ, ગુજરાતીમાં લખવાની ટેવ તમારા બ્લોગને વાંચ્યા પછી જ પડી શરૂઆતમાં અંગ્રેજીમાં લખતો-તે હવે ફક્ત પુસ્તક લખવા પૂરતું બચ્યું છે- નહીતર મારા વિચારો – મારી ભાષામાં વાળો આઈડિયા જ બહેતર લાગવા મળ્યો છે… અને તેથી જ શાળાના બ્લોગ (nvndsr.blogspot.com ) ને સંપૂર્ણ ગુજરાતીમાં રજુ કરવાનો પ્રયત્ન આદર્યો.. આવામાં સર્ફગુજરાતી.કોમ મળી જશે..તો મજા જ કઈ ઓર હશે ! બીજું માતૃભાષાને જીવંત રાખવામાં આપના અને આપણા પ્રયત્નો રંગ લાવશે જ !

 5. Ans : 4 & 5.
  શ્રી વિનયભાઈ, આપને દશેરાની હાર્દિક શુભકામનાઓ.
  સર્ફગુજરાતી.કોમનાં પણ આગોતરા વધામણાં. આભાર.

 6. કોપી કરી ફેવરીટ ફોલ્ડરમાં સેવ કરી દઈએ.

 7. 4 કારણ કે સૌથી સરળ આ જ બાબત લાગે છે.

 8. વિનયભાઈ,
  સર્ફગુજરાતી.કોમ નો ડ્રીમ પ્રોજેક્ટ સફળ થાય તે માટે શુભેચ્છાઓ.
  હું બધા જ બ્લોગને વાંચવાની શરૂઆગ ગુગલ રીડર પર કરું છું અને જે પુનઃ વાંચવા જેવા લાગે તેને ત્યાં એ પ્રકારના ટેગ્સ લગાડી દઉ છું.

 9. વિનયભાઇ નમસ્કાર
  સર્ફગુજરાતી.કોમ અમને દિવાળીની ભેટ આપવાના છો તે જાણી ખૂબજ આનંદ થયો દિવાળીની શુભ કામનાઓ પહેલેથી જ તમને અમારા તરફથી ઇશ્વર તમારા આ ભગીરથ કાર્યને સફળ બનાવે તેવી અમારી પ્રાર્થના
  બ્લોગ પર સારા લેખ વાંચવા મળે ત્યારે નં 4 નો ઉપયોગ કરુ છું.

 10. શ્રી વિનયભાઈ,

  સૌ પ્રથમ દશેરાની આપને તેમજ આપના પરિવારને અંતર પૂર્વકની શુભેચ્છાઓ …. !

  સર્ફ ગુજરાતી.કોમ પરની અથાગ મહેનત બાદ, આખરે સફળતા સાથે દિવાળી ની ભેટ આપવાના છો તે જાણી ખૂબજ ખુશી થઇ, આપની હંમેશાં અનેક સગવડતાઓ નેટ ગુર્જરી માટે વધારવાની અથાગ મહેનત બદલ ધન્યવાદ સાથે અંતરની શુભેચ્છાઓ …. !

 11. હું તો કોઈને મોકલવા માટે ઈમેલ હોય તો ફોર્વર્ડ કરી દઉં. અને નહીંતર લેખની લીંકને ઈમેઈલ મારફતે મોકલી દઉં.

  મને ગમતી વાત–ચિત્ર–કાવ્ય જે હોય તો લેબલ બનાવીને તેમાં સંઘરી લઉં.

  ક્યારેક જ બ્લોગ પર લીંક મૂકું.

 12. મને ગમતા આર્ટિકલ્સ PDF ફાઇલમાં સેવ કરી દઉં છું.જે મારા સેમસંગના મોબાઈલમાં હંમેશા ‘સંગે’ રહે છે.અને ગમે ત્યાંરે વાંચી શકાય છે.

 13. 4, 5

 14. […] જવાની છે! SurfGujarati.comનો વિચાર જાન્યુઆરી […] […]

Leave a Reply

%d bloggers like this: