Dec 202007
 

અમેરિકાથી તડાફડીના વરીષ્ઠ વાચક અને ચાહક અમે અમેરિકન અમદાવાદીવાળા મહેન્દ્ર શાહ લખે છે કે… “આપણે હાલતાં ને ચાલતાં આપણા સબકોન્સિયસ માઈન્ડમાં લોકોને ફાલતુ પ્રશ્નો પૂછતા હોઈએ છીએ અને ફાલતુ જવાબ પણ આપતા હોઈએ છીએ ! આ રહ્યા.., થોડક…” ‘ફાલતુ’ સવાલોના ‘ફાલતુ’ જવાબ

મંદિરના પગથીયા ઉતરતા હોઈએ ત્યારે કોઈક સામે મળે ને પૂછે: “કેમ? દર્શન કરી આવ્યા?”

“ના. મંદિરમાં અંદર લાઈન મારવા ગયો હતો!”

***

ધંધામાં છું એટલે લોકો પૂછે છે: “ક્યા? દાલ રોટી નીકલતી હૈ?”

મને જવાબ આપવાની ઈચ્છા થઈ જાય છેઃ “દાલ નીકલતી હૈ, રોટી પડોસ મેં સે લાતે હૈ!”

***

સવારે તૈયાર થઈ બ્રીફકેસ લઈ ઘરેથી બહાર નીકળીએ, પડોસી પૂછેઃ “શું નોકરી પર જાવ છો?”

“ના. બગીચામાં આંટો મારવા નીકળ્યો છુ!”

***

દીકરીના લગન પછી… “શું દીકરી ને વરાવી?”

“ના.., આ તો હવાફેર કરવા એના સાસરે ગઈ છે!”

***

” શું દીકરાને પરણાવી આવ્યા?”

” ના.., ના, આ તો બાજુના ગામમાંથી સાતફેરા ફેરવીને, મંગલસુત્ર પહેરાવીને, વીંટી પહેરાવીને અને છેડા બાંધીને ઓળખીતાની દીકરીને ઘરે લઈ આવ્યા!”

***

કાકાને વરંડામાં ચા પીતાં જોઈ ને… “શું કાકા ચા પીવો છો?”

“ના.., રકાબી ચાટું છું!”

***

કાકાને હીંચકા પર છાપું વાંચતાં જોઈ ને… “શું કાકા છાપું વાંચોં છો?”

“ના.., ના.., આ તો, હીંચકા પરથી પડી ના જઉં એટલે બેલેંન્સ માટે છાપું પકડી રાખ્યું છે!”

***

બેંકના પગથીયાં ઉતરતાં… “શું બેંકમાં પૈસા ઉપાડવા કે જમા કરાવવા ગયા હતા?”

“ના, બેંક લુંટવા ગયો હતો!”

***

હોસ્પીટલમાં બાયપાસ પેશન્ટની ખબર કાઢવા જતાં… “શું બાયપાસ કરાવી?”

“ના.., આ તો છાતીમાંથી થોડીક નળીઓ કાઢી નાખી.., અને પગમાંથી થોડીક કાઢી ને છાતીમાં લગાવી!”

***

હોસ્પીટલમાં દાખલ કરેલ દર્દી વિશે પૂછતાં… “કેમ? હોસ્પીટલમાં? તબીયત નરમ ગરમ રહે છે?”

“ના.., ના.., આ તો નર્સો પર લાઈનો મારવાની ઈચ્છા થયેલ એટલે થયું કે દાખલ થઈ જ જાઉં!”

***

સ્ટોક માર્કેટમાં બહુ પૈસા બનાવનાર મિત્રને… “શું આજકાલ શેરમાં બહું પૈસા બનાવો છો?’

“ના.., ના.., એવું કઈ નથી.., આ તો.., ડાઉન માર્કેટમાં ખરીદવાની અને અપ માર્કેટમાં વેચવાની એક આદત પડી ગઈ છે!”

***

તેમના કાર્ટુન ઝાઝી, ગુજરાત ઓનલાઈન, પુસ્તકાલય, હાસ્ય દરબાર, લોકવાણી (બોસ્ટન) અને પિટસબર્ગ ઇંડિયન વગેરે સાઈટ પર નિયમીત રીતે આવે જ છે…

  16 Responses to “ફાલતુ સવાલોના ફાલતુ જવાબ”

 1. જલસો પડી ગયો હો ભાઈ…… મહેન્દ્રભાઈના કાર્ટુન આપો તો વધારે મજા આવશે.

 2. વાહ, 20મી ની સવાર સુધરી ગઈ.
  અરે અનીમેશ , આમાંથી કોપી કરીને ‘હાસ્ય દરબાર’ પર આ બધું લેવું પડશે. મારે એટલી મહેનત ઓછી. અને બે ત્રણ મહીના પછી સાવ નવું નક્કોર પણ લાગશે.
  નવી ગીલ્લી , નવો દાવ….

 3. પ્રણામ દાદા, “હાસ્ય દરબાર” પર આ બધું કોપી કરી શકો છો પણ મહેન્દ્ર અંકલને પૂછીને…

  દાદા મારું નામ અનિમેષ છે, અનીમેશ નહીં! આપ આપના નિજાનંદ માટે કોઈ પણ જોડણી વાપરો મને વાંધો નથી, પણ મારા નામનું ઉંઝાકરણ ન કરો તો વધારે ગમશે.

 4. greatttttttttttttt

  lets uncurtain the mystery and announce the name of Bhola Bharwad

  (see this: http://tadafadi.wordpress.com/2007/12/31/bloger/ – Animesh Antani)

 5. દાદા સાચવીને….. નહી તો અનિમેષભાઈને ખોટુ લાગી જશે. વળી પાછા અહિયાં તડફડીયા મારવા માંડશે. આમ પણ ઉંઝાનો એક ઝાટકો તો લાગી જ ગયો છે.

 6. ભાઈશ્રી ભોળા ભરવાડજી ઉર્ફે શિકારીના બાપ ઉર્ફે —- (આપનું નામ જાહેર કરી દઉં?)

  આપ ખોટા નામે અને પ્રોક્ષી સર્વરની પછવાડેથી ઘા કરવાની તકલીફ ન લેશો. I know who you are, so please keep your such business limited to ‘takrar’ only.

  Thank you!

 7. બહુ મજા આવી ગઈ અનિમેષભાઈ….
  ………………………………….
  ફોન કરનારા …
  હેલ્લાવ…કોણ બોલો છો? (તબેલો…ફોન તમે કરો છો, તમે બોલોને તમારે કોનુ કામ છે???)
  આપણુ નામ કહીયે એટલે બીજો પ્રશ્ન ઉવાચઃ શુ કરો છો? (ઘરમા ઝપટઝુપટ કરુ છુ.. આવો તો બેક વાર તમને પણ્..)
  ન્યુજર્સીમા સ્વામીનારાયણ મંદીરમા દરવાજા આગળ એક બહેન લગભગ મળે અને જો પુછીએ કે “દર્શન કર્યા કે બાકી છે? તો ડઅઅચ્.. કરીને કહેશે “નારે નાસ્તા લેવા આવી હતી” અને એમની નિખાલસતા ને પહેલા પ્રણામ કરી પછી મંદીરમા પ્રવેશુ..

 8. અહીં સાહિત્ય પરિષદમાં નરસિંહ મહેતાનાં પ્રોગ્રામમાં બેઠા બેઠા (નરસૈયાની ટોપી પહેરીને)તમારો બ્લોગ વાંચવાની મજા આવી ગઇ..

  પછી ફોટાઓ મારા બ્લોગ પર જોજો..

 9. Excellent QA. Very very funny. (and ofcourse it’s common sense to answer such questions with that uncommon sense 🙂 )

 10. અનિમેષભાઈ….
  ………………………………….
  ફોન કરનારા …
  હેલ્લાવ…કોણ બોલો છો?
  (તબેલો…ફોને તમે કરો છો, તમે બોલોને તમારે કોનુ કામ છે?)
  આપણુ નામ કહીયે એટલે બીજો પ્રશ્ન ઉવાચઃ
  શુ કરો છો?(ઘરમા ઝપટઝુપટ કરુ છુ.. આવો તો બેક વાર તમને પણ્..)

  ન્યુજર્સીમા સ્વામીનારાયણ મંદીરમા દરવાજા આગળ એક બહેન લગભગ મળે અને જો પુછીએ કે “દર્શન કર્યા કે બાકી છે? તો ડઅઅચ્.. કરીને કહેશે “નારે નાસ્તા લેવા આવી હતી”
  અને એમની નિખાલસતા ને પહેલા પ્રણામ કરી પછી મંદીરમા પ્રવેશુ..
  ANIMESH,
  BHAVAN NEEDS TO E PART OF GUJARATI BLOGERS. SO, SURFERS ON INTENET CAN ENJOY MORE…….

 11. aapko ,jaanaa,padhaa !

  har roj milte rahiyegaa ! abhaar !

 12. My phone rings-I pick up the phone–”તમે કોણ છો??”–the voice asks
  “ભાઈ, રોજ બપોરે મારે ઘેર કોઇ બીજું હોય છે??-I ask
  Mahendrabhai-મજા આવી ગઈ–I like the reading news paper on “હિંચકે”-joke–
  I liked Animesh’s comment.
  About– Swami Narayan Temple– – It is not a joke-WE GO THERE FOR SHOPPING મિઠાઈ અને ભૂસું.

 13. અનિમેષજી, વાહ! સરસ, કહેવું પુરતુ નથી, એટલે વેરી ગુડ કહું આ પોસ્ટીંગ માટે.

  ધન્યવાદ… વધારે વાચકો મેળવવા અને નવુ-નવુ જાણવા માટે ગુજરાતી કાકાસાબનું ટૂલબાર ડાઉનલોડ કરવા જાણ કરૂં છું. કીપ ઇન ટચ.

 14. My phone rang, I picked up… other person asks “તમે ક્યાંથી બોલો છો?”

  I replied “મોઢેથી… તમે?”

 15. Now a day you can find tons of blogs and poems on net,
  But when you get couple from that site by e-mail,
  I bet you will enjoy those couple more then those tons and tons
  Atlest I did enjoy this blogs,

 16. Enjoyed very much. Thanks Animeshbhai….

Leave a Reply

%d bloggers like this: