Apr 172010
 

પ્રિય મિત્રો,

લેખની શરૂઆત કરતાં પહેલા મારા પ્રિય લેખક અને જાણીતા તત્વચિંતક શ્રી ગુણવંત શાહના વિચારો જાણીએ:

પ્રભુએ મનુષ્યને બે બાબતની છૂટ આપી રાખી છે. માણસ સડવા માટે અને પડવા માટે બિલકુલ સ્વતંત્ર છે. માણસના વિનિપાતની નિશાની કઈ? એ જ્યારે પોતાની જાતને છેતરવામાં ઉસ્તાદ બની જાય ત્યારે પોતાની ભૂલ પણ એને વાજબી લાગવા માંડે છે. ભૂલના લૂલા બચાવ માટે એ સામેવાળા સાથે એવી રીતે બાખડે છે કે બીજા લોકો જોતા જ રહી જાય! કલર બ્લાઈન્ડ લોકોને રંગની પરખ નથી હોતી. એ જ રીતે કેટલાક લોકો ‘મિસ્ટેક બ્લાઈન્ડ’ બની જાય ત્યારે પોતાની ભૂલ નથી જોઈ શકતા. ભૂલ કર્યા પછી નફ્ફટ બનીને એનો જોરદાર બચાવ કરવાનો પણ એક નશો હોય છે. આવો માણસ સડવાનું અને પડવાનું સ્વરાજ ભોગવે છે.

ગુણવંત શાહ, ‘જાતને છેતરવાની જીદ’, ‘કાર્ડિયોગ્રામ’, ‘ચિત્રલેખા’, ૨૯/૩/૨૦૧૦

બ્લોગ જગતમાં નકલખોરી કરતા બ્લોગ મારી જાણમાં આવે એટલે તરત જ હું તેમને કૉમેન્ટ અને/અથવા ઈમેઈલ વડે જાણ કરું. સામન્ય રીતે બ્લોગર મારી મેઈલ વાંચીને યોગ્ય સુધારો કરી લેતા હોય છે પણ કેટલાક અણસમજુ, જીદ્દી, ઉદ્ધત અને તોછડા સ્વભાવના બ્લોગર વાત સમજવા જ તૈયાર હોતા નથી અને સામી મને સલાહો આપતા હોય છે કે તમારે કૉપી-પેસ્ટનો વિરોધ કરવાની શું જરૂર?

આવા જ એક બ્લોગર છે રૂપેન પટેલ (જ્ઞાનનું ઝરણું) તેમણે ‘દિવ્ય ભાસ્કર’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, વિકિપિડિયા, ગુર્જરી.નેટ, વેબ દુનિયા, ઈકોનોમિક્સ ટાઈમ્સ જેવી વેબસાઈટ અને બ્લોગ જગતના કેટલાય સમૃદ્ધ બ્લોગ પરથી લખાણ કૉપી કરીને પોતાનો બ્લોગ સજાવ્યો હતો. આ બાબતની જાણ કરતાં તેમણે મને તોછડો અને ઉદ્ધત જવાબ આપ્યો. આ બાબત ગુજબ્લોગમાં ચર્ચાઈ ગઈ છે તેથી અહીં પુનરાવર્તન કરતો નથી.

૧૨મી માર્ચે ગુજબ્લોગમાં જાણ કરી કે રૂપેન પટેલ દિવ્ય ભાસ્કરમાંથી જોડણી ભૂલો સહિતની વાર્તા વાંચ્યા વગર જ પોતાના બ્લોગ પર પ્રસિદ્ધ કરી દીધી છે. આ જાહેરાતના બીજા દિવસે એક નવો ભૂતિયો બ્લોગ તરતો મૂકાયો, નામ છે, ‘ચોતરો’ અને તેની કેચલાઈન છે, આવો વાતોનાં વડા કરીએ! બ્લોગરનું નામ wbtacker320 છે. પહેલી પોસ્ટમાં રજૂ કરેલા મુખ્ય મુદ્દા જોઈએ…

કૉપી-પેસ્ટ (તા. ૧૩મી માર્ચ, ૨૦૧૦)

 • કોઈ કોપી પેસ્ટ કરે તો વાંધો લેખક, કવિ કે પ્રકાશકને હોય પણ બીજા બધાને શા માટે ચિંતા કરવી જોઈએ?
 • કોઈ બ્લોગર ક્યાયથી વાંચી ને રચના મુકે તો ખોટું શું છે?
 • વિદેશી ભાષા વચ્ચે આપણી માતૃભાષા ખોવાય રહી છે…!
 • મોટા લોકો કોપી પેસ્ટની ચિંતા કરીને નવા બ્લોગર ને આવતા કદાચ રોકી રહ્યા છે.
 • કૃષ્ણ ભગવાન ગીતામાં જે કીધું પછી કોને કોપી રાઈટ આપીને ગયા છે?
 • હું એટલુજ કહું છુ કે કોપી પેસ્ટ થી લોકો વધુ લખશે અને ભાષા નો વધુ ફેલાવો થશે માટે કોપી પેસ્ટ ખોટું નથી.

આ પોસ્ટ રજુ થઈ અને સાથે ગુજબ્લોગમાં કૉપી-પેસ્ટનો વિરોધ થયો એટલે ‘ચોતરા’એ પોતાનું સુકાન પાયરસી તરફ ફેરવ્યું…

પાયરેટેડ ટુ કોપી પેસ્ટ (તા. ૧૭મી માર્ચ, ૨૦૧૦)

 • કોપી પેસ્ટની આટલી ચિંતા કરે છે તેમના કોમ્પ્યુટરમાં વાપરતાં તમામ સોફ્ટવેર શું ઓરીજીનલ હશે?
 • મારા નવા કમ્પ્યુટરમાં મોટાભાગના સોફ્ટવેર કંપની કે શો રૂમ તરફથી પ્રી લોડેડ છે.
 • કોપી પેસ્ટથી લગભગ કોઈપણ લેખકને આર્થિક મોટું નુકશાન નથી જયારે પાયરેટેડથી સોફ્ટવેર કંપનીને મોટું નુકશાન છે.
 • સૌ પ્રથમ તમારા બ્લોગ પર તમે ઓરીજીનલ ખરીદેલ સોફ્ટવેરની માહીતી આપવી જોઈએ
 • તમારાં આંતર મન ને પૂછજો કે પાયરેટેડ થી કોપી પેસ્ટની ચર્ચા કરવી યોગ્ય છે?
 • કોપી પેસ્ટનો વિરોધ જ કરવો હોય તે સૌએ પ્રથમ તો ઓરિજીનલ સોફ્ટવેર વાપરવા જોઈએ જ.

બીજા મુદ્દાનું એવું અર્થઘટન થઈ શકે કે નવા કૉમ્પ્યુટરમાં અમુક સોફ્ટવેર ઓરિજિનલ નથી અને જૂના કૉમ્પ્યુટરમાં બધા જ સોફ્ટવેર પાયરેટેડ છે?

છેલ્લા ત્રણ મુદ્દાવાળું લખાણ વેબટેકરે ૫-૬ બ્લોગ પર જઈને કૉમેન્ટમાં પોસ્ટ કર્યું! મેં કહ્યું કે ‘ચેરિટી બિગિન્સ એટ હોમ’ એ ન્યારે પહેલા તમે તમારા સોફ્ટવેર સર્ટીફિકેટ બ્લોગ પર રજુ કરો પછી હું ગુજબ્લોગમાં બધાને તે પ્રમાણેની જાણ કરું! જવાબ આપવાને બદલે મને ઈમેઈલ (૩૧ માર્ચ) કરીને કર્યું કે “આપને જણાવતા આનંદ થાય છે કે હવે ઉનાળા વેકેશનમાં એક ગુજરાતી ભાષાના શિક્ષકને તમારી સાઈટ પરની તમામ ભાષાકીય ભૂલો માટે મુકવાના છીએ.” મેં કહ્યું તમારા જોડણી સુધાર અભિયાનનું હાર્દિક સ્વાગત છે! પછીની પોસ્ટમાં ટોપિક ચેન્જ, વ્યસન મુક્તિ અભિયાન ઉપાડ્યું! (૨ એપ્રિલ), તે પછીની પોસ્ટમાં બ્લોગ એગ્રીગેટર બાબત વાંધો લીધો!

મિત્રો, આવી વિચારસરણી ધરાવતા કૉપી-પેસ્ટના હિમાયતી એવા બ્લોગરને સભ્ય ભાષામાં શું કહી શકાય? ડફોળ? સ્ટુપિડ? મેં તેને મોબાઈલમાંથી અંગ્રેજીમાં શોર્ટમાં ઈમેઈલ કરીને કેટલાક પ્રશ્નો પૂછ્યા અને ડફોળ (સ્ટુપિડ) કહ્યો! તો તેણે મારા પ્રશ્નોનો જવાબ આપવાને બદલે મરી મસાલા ઉમેરીને મારી મેઈલ બ્લોગ પર પ્રસિદ્ધ કરી, ‘સ્ટુપિડ’ને ગાળ ગણાવી સહાનુભૂતિ ભેગી કરવાનો પ્રયત્ન કર્યો!

આ મુદ્દા બાબત ઘણી ગેરસમજણો ફેલાઈ/ફેલાવવામાં આવી રહી છે તેમજ ‘ચોતરા’ પર મારી કૉમેન્ટ અપ્રુવ કરવામાં આવતી નથી તેથી મારે આ વાત જાહેરમાં લાવવી પડી. ‘ચોતરા’એ કાર્તિક મિસ્ત્રીને પણ બહુ પજવ્યો છે, કાર્તિક મિસ્ત્રીએ પોસ્ટ કરી છે ડમી કોમેન્ટ, અંગત આક્રમણ અને ગુજરાતી બ્લોગ જગત જરૂર વાંચજો!

‘ચોતરો’ની પોસ્ટ ભરત સૂચકે પોતાના ફેસબૂક મિત્રોમાં વહેંચી છે, કદાચ અમદાવાદી પત્રકાર મહેશ માંડલિયાએ ગુજબ્લોગમાં મૂકેલી ‘ગુજરાતી નિંગ ગ્રૂપમાં ચાલતી અસામાજીક પ્રવૄતિઓ’ પોસ્ટ પ્રસિદ્ધ કરવાની મને સજા મળી રહી છે?

આ જ પોસ્ટ હાસ્ય દરબારવાળા રાજેન્દ્ર ત્રિવેદી પણ પોતાના મિત્રોમાં વહેંચી રહ્યા છે, કદાચ મેં તેમને બ્લોગ પર કોમેન્ટ મોડરેશન કરવાની ટિપ્સ આપી હતી તેનો શિરપાવ હોઈ શકે?

બ્લોગ જગતમાં આ શું ચાલી રહ્યું છે? શું મારે કૉપી-પેસ્ટનો વિરોધ બંધ કરી દેવો જોઈએ? આપના અભિપ્રાયની અપેક્ષા સહ…

અપડેટ: આપને ‘ચોતરા’ના વિચારો ગમ્યા હોય તો ‘ચોતરા’ પર કૉમેન્ટ કરજો. આપને ‘ચોતરા’ના વિચારો ન ગમ્યા હોય તો ‘ચોરટા‘ પર કૉમેન્ટ કરવા વિનંતી.

‘ચોતરો’ બ્લોગ વિરુદ્ધ વર્ડપ્રેસને ફરિયાદ કરવા માટે તમારા વર્ડપ્રેસના ડેશબોર્ડમાં લોગઈન થઈ ‘ચોતરા’ની મુલાકાત લો અને ઉપર આપેલા મેનુબારમાં “Blog Info” પર ક્લિક કરી તેમાંથી ખૂલતા સબમેનુમાં “Report as spam” પર ક્લિક કરો. (અથવા અહીં ક્લિક કરો) એક ફોર્મ ખુલશે જેમાં કારણ લખી “Report Blog” બટન પર ક્લિક કરો.

  25 Responses to “જાતને છેતરવાની જીદ, 'ચોતરો' અને ડફોળ!”

 1. Dear Vinay,
  Thanks for this Post !
  After I received SO MANY Emails related to Dummy Comments Etc……I was confused,
  Let the TRUTH prevail !
  Let us ALL pray that God brings everyone to LOVE & UNITY. !

 2. ભાઇ વિનયભાઇ,

  મને એક અનુભવ છે કે જે કામ કરે તેને જ સાંભળવુ પડે, જે કંઇ કરતા જ ન હોય તેને લોકો શું કહેવાના? આપ જે પણ કરી રહ્યા છો અને જે કહી રહ્યા છો તેમા આપનો કોઇપણ જાતનો અંગત સ્વાર્થ નથી. જે પણ કરો છો બ્લોગરોના હિતને અનુલક્ષી કરો છો. આ કોપીપેસ્ટ ના દુષણને દુર કરવાની કોશીશ કરી રહ્યા છો.આનો લાભ લખનારાઓ ને તો છે જ સાથેસાથે વાંચનારાઓની પણ આંખો ખુલે છે,તેઓના આંખો આડેથી પરદા હટે છે. ભાઇ…ગામ હોય ત્યાં xxવાડો તો રહેવાનો જ અને બીજુ એ કે હાથી ચાલતો હોય ત્યારે તેની પાછળ ગામના કુતરાઓ ભસવાના જ તેનેથી કંઇ હાથી પોતાની ચાલ મુકી નથી દેતો. ભુલ કરતી વ્યક્તિઓને મારી ભલામણ છે કે તેઓ પોતાના સ્વમાન પર કોઇ વાત ન લેતા
  કરેલી ભુલ સુધારી લે એજ માણસાઇ કહેવાય.આપણાથી અજાણ્યે કંઇ ખોટુ થયુ હોય તે સ્વિકારીએ તેમા નાનપ નથી. ગામમા ચોર હોય અને પોલિસ ન હોય તે ગામમા અરાજકતા જ ફેલાય.પોલિસનો ભય હમેંશ ચોરોના મનમા રહેવો જ જોઇએ. આપને મારી નમ્ર વિનંતી છે કે હાથે લીધેલ કામ બંધ ન કરશો. દુષણ ફેલાવનારાઓને તો આટલુ જ જોઇએ છે કે વચ્ચે આવતો કાંટો નીકળી જાય.
  આભાર.

  • વિનય ભાઈ
   ભાઈ નિશિત જોષી ની વાત દોહરાવ્યા વગર જ કહુ કે આ બાબત મા દરેક સમ્મ્ત હોય જ નાહોય તેણે આત્મખોજ કરવી જોઇ એ
   અસ્તુ જે કામ ઉપાડ્યુ હોય તેમા સ્વાર્થ ના હોય તો કોઇ બીક કે શરમ વગર આગળ વધવુ એમા કોઇ શંકા નથી

 3. You must continue to protest against such nuisance. Personally, I find less time so cannot always do that. I have full support and will help you as much as possible.

 4. વિનયભાઈ તમે તમારું કામ ચાલુ રાખો. સત્યના માર્ગે ચાલનારાઓનો સાથ તમને છે જ અને હંમેશા મળતો રહેશે.

 5. સ્નેહિ વિનયભાઇ,
  તમારી મેઇલ દ્વારા સીક્કાની બીજી – તમારી બાજૂ વાંચી.
  પહેલા વર્ડપ્રેસ પર ..
  હવે નીંગ પર ..
  કે ગુજબ્લોગ પર …

  જાણીતા, ખ્યાતનામ લેખકો કે કવિઓ અહિ બ્લોગિંગ કરે છે. જેને જેવું આવડે છે તેવું. આમાં હું પણ લીસ્ટ બને તો આવડતને ધોરણે છેલ્લા નંબરે તો આવી જ ગયો.

  મેં અનુભવેલી લાગણી એક જ વાક્યમાં જણાવવાની હોય તો …

  સંસારનો દાઝેલો ગયો વનમાં, તો વનમાં લાગી આગ.

  મારા રોટલા ખાઇને કોઇ બ્લોગર બન્યું નથી એટલે કોઇને કંઇ કહેવાનો અધિકાર મને મળ્યો નથી એવી જ રીતે કોઇના રોટલા ખાઇને હું લખતો નથી એટલે શું વાંચવું, શું ન વાંચવું એ સંપૂર્ણપણે મારી સ્વતંત્રતા અને કોમેન્ટ લખવી કે નહિ તે મારી મરજી.

  સંક્ષિપ્તમાં તો સબકો સન્મતિ દે ભગવાન … એટલું જ કહેવાય.

 6. પ્રિય ભાઈશ્રીવિનયભાઈ,

  આપે ઉઠાવેલા પ્રશ્નો સરાહનીય છે અને કોઈપણ ખોટા,અનૈતિક કૃત્યને, તર્કથી વ્યાજબી ઠરાવવાના પ્રયત્ન કરે તે જ બાબત તેઓની હતાશા-નિરાશાને પ્રગટ કરે છે. આવાં તમામ અસાહિતિક તત્વને,માઁ સરસ્વતી સદબુદ્ધિ અર્પે તેવી પ્રાર્થનાસહ,આપને ખાત્રી આપું છુંકે,માતૃભાષાના દરેક હિતરક્ષક સદાય આપની સાથે છે.યજ્ઞમાં હાડકાં તો રાજા રામના સમયથી નાંખવામાં આવે છે,પરંતુ આદર્યા યજ્ઞ ક્યારેય અધૂરા મૂકાય નહીં.

  માર્કંડ દવે.

 7. વિનયભાઈ,

  માનવસભ્યતા વિકસી એની શરૂઆતમાં રાજા, રાજ્યો, સરકાર, કાયદો વગેરે કંઈ નહોતા. ટોળીઓ હતી અને તાકાતના આધારે તેઓ રાજ કરતાં. બ્લૉગજગતની હાલત અત્યારે કંઈ અંશે એવી જ છે. બે ટોળીઓ પડી ગઈ છે એ તો સ્પષ્ટ દેખાય જ છે. વર્ડપ્રેસમાં ફરિયાદ કરો તો કંઈક થાય છે પણ કેટલાની ફરિયાદ કરીએ. આભ ફાટ્યું હોય ત્યાં થીંગડા ક્યાં મારવા?

  આવી સ્થિતિમાં તમે થીંગડા મારવાનું બીડુ ઝડપ્યું છે એટલે વિરોધ તો થવાનો. બધાને એમ તો થાય જ ને કે કોણ આ વિનય ખત્રી? અમારે શું કરવું અને શું નહીં એ કહેવાની સત્તા એને કોણે આપી? તમે બ્લૉગજગતના Self appointed policeman બની ગયા છો એ ઘણાને ખૂંચે છે.

  બધા તમને વીર યોદ્ધા તરીકે બિરદાવે છે ત્યારે તમારી સ્થિતિમાં જે ભૂલો થઈ છે/ થઈ શકે છે એ તરફ ધ્યાન દોરવાની ધૃષ્ટતા કરું છું.

  ૧) કૉપી-પેસ્ટ શબ્દ સામે ભૂરિયા તોફાનીને વાંધો પડ્યો હતો. એની વાતમાં ક્યાંક ક્યાંક તથ્ય હતું. ધારો કે કોઈ મારી કવિતા પોતાના બ્લૉગ પર પોસ્ટ કરે, નીચે મારું નામ પણ લખે તો એના કૉપી પેસ્ટ સામે મને વાંધો નથી. તો કૉપી-પેસ્ટ એ હંમેશા ખરાબ વસ્તુ છે એવું નથી. એટલે તમે જ્યારે કહો છો કે હું કૉપી-પેસ્ટના વિરોધમાં લડત ચલાવું છું તો પ્રતિક્રિયા આવશે જ. મૂળ મુદ્દો રચનાકારને શ્રેય આપવાનો છે. એ થતું હોય તો બીજુ બધુ ગૌણ છે.

  ૨) આ લડાઈના ઉન્માદમાં તમે વચ્ચે વિમલ મિસ્ત્રી પર એક રચના તફડાવવાનો આરોપ જાહેરમાં મૂક્યો હતો. હમણા કોઈ એક બ્લૉગરના જ બે બ્લૉગ બાબતે પણ તમે જાહેરમાં પ્રશ્ન પૂછી લીધો હતો. આવું જાહેરમાં મૂકતા પહેલા ૧૦૦% ખાતરી કરવી જરૂરી છે. એ ન થઈ હોય તો પાપડી ભેગી ઈયળ બફાઈ જાય છે.

  ૩) જો કોઈ બ્લૉગરને તમે એકવાર ટપારો અને એ ન માને તો તમે એની પાછળ (આદુ ખાઈને) પડી જાવ છો. એના કપડા જાહેરમાં ઉતારો છો. એટલે પછી એમનો વિરોધ ઓર તીવ્ર બને છે. મારી સમજ પ્રમાણે ક્યાંક મૂળ રચનાકારને શ્રેય મળતું ન દેખાય તોઃ

  ૩.૧) એને એકવાર (ફક્ત એકવાર) ઈમેલ લખીને સમજાવવો. આ ઈમેલમાં મૂળરચનાકારને કૉપીમાં મૂકવા. ગુજબ્લૉગ કે કોઈ પણ જાહેર ફોરમમાં એને આ તબક્કે લઈ ન જવો.

  ૩.૨) એ ન માને તો વર્ડપ્રેસમાં ફરિયાદ કરવી. મૂળ રચનાકાર ફરિયાદ કરે એ જ વધુ ઈચ્છનીય છે. આ તબક્કે ગુજબ્લૉગમાં માત્ર “માહિતી આપનારો” એક મેલ લખવો કે જેથી ગ્રુપના સભ્યો એ બ્લૉગ બાબતે સભાન રહે.

  “માહિતી આપનારો” પર ભાર છે એ જુઓ. મેલ લખતી વખતે ધ્યાન રાખવું કે આપણે ફક્ત એક વ્યક્તિની ભૂલની માહીતી આપવાની છે અને ગ્રુપના સભ્યોની લાગણીઓ ઉશ્કેરવાની નથી. એ વ્યક્તિ ભૂલ કરતી હોય અને ઉપરથી આડોડાઈ પણ કરતી હોય તે છતાં આપણે આપણું સંતુલન ગુમાવવાની જરૂર નથી. શમે ના વેર વેરથી, શમે અવેરથી વાળી પંક્તિ યાદ રાખવી. એના ખોટા કૃત્યનો વિરોધ કરવાનો છે અને એ વ્યક્તિનો નહીં એ ભાન મહત્વનું છે.

  તમે ગુજબ્લૉગમાં ઘણી વાર મેલ લખો છો કે આ બ્લૉગર ભાઈ/બહેન કૉપી-પેસ્ટિયા છે, મેં આમનો વિરોધ આ રીતે કર્યો અને તમારા શું વિચાર છે એ જણાવજો. પછી લોકોના રિપ્લાય આવે છે “વિનયભાઈ આપ લગે રહો, હમ તુમ્હારે સાથ હૈ”, ને આવા હરામખોરોના તો કપડા જાહેરમાં ઉતારવા જોઈએ વગેરે વગેરે….ત્યારે પ્રમાણભાન ભૂલાઈ જાય છે એવું મને વારંવાર લાગે છે. પછી સામો માણસ કાં તો ઘૂંટણીએ પડે છે કાં તો બળવો કરે છે.

  “અબ તક છપ્પન”ની શરૂઆતમાં એક વાક્ય લખેલું આવે છે એ મારા મનમાં કોરાઈ ગયું છે. એ કંઈક આ મતલબનું હતું. શેતાન સાથે લડવામાં સૌથી મોટો ભય એ જ વાતનો છે કે તમે પોતે શેતાન બની જશો. એ પિક્ચર જોયું હોય તો યાદ આવશે કે સાધુ આગાશે (નાના પાટેકર) ગુંડાઓને મારે છે પણ એને અંદર એ વાતનું દર્દ છે. જ્યારે એની નીચે કામ કરનારા ઈમ્તિયાઝને પોતાનો નંબર વધારવામાં રસ છે, કેટલાને હણ્યા એનો નશો છે. “આ લડાઈ માં આપણે સાધુ આગાશે માંથી ઈમ્તિયાઝ તો બનતા જતા નથીને?” એવો પ્રશ્ન દરેકે પોતાને પૂછવો રહ્યો.

  હું પણ રચનાકારોના હક્કની લડાઈની તરફેણમાં છું, પણ ક્ષમા કરજો હાલની અમુક કાર્યપદ્ધતિનું સમર્થન કરી શકું એમ નથી.

  • very well explained hemantbhai…

  • હેમંત ભાઈની વાત ૧૧૦% સાચી છે…

  • લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે. હું હેમંતભાઈના વિચારો સાથે સહમત નથી. એમના ઉપાયો કદાચ સીધા અને સરળ માણસો પર અજમાવી શકાય. જ્યારે આ બધા નકલખોરો સીધા અને સરળ હોત તો આવું કરે જ નહીં. હેમંતભાઈ એકવાર તમે જ આ અખતરો કરી જુઓ ને. ગટરનું નાળું+ચોતરાને તમે જ શાંતિથી સમજાવી જુઓ. આટાઆટલા પૂરાવાઓ નજર સમક્ષ છે તો પણ હજુ ક્યાં ગાંઠે છે? તેમાં પાછા ભરત સૂચક અને મગજના ડોક્ટર જેવા સાથ આપે એટલે અહમના મદમાં છાકટો થઈને ફરે છે.

  • આટલી છણાવટ સાથે કૉમેન્ટ કરવા માટે આભાર.

   આ વિશે અહીં કંઈ પણ લખવા કરતાં એક પોસ્ટ બનાવવી વધારે યોગ્ય રહેશે.

  • જુ.કાકાએ કહ્યું એટલે એક નવી પોસ્ટ બનાવવાને બદલે મારા વિચાર અહીં જ રજુ કરું છું:

   અ) સાચી વાત છે, હેમંતભાઈ! બે ટોળીઓ પડી જ ગઈ છે. ‘ગુજબ્લોગ’ જેવું જ એક બીજું ગ્રૂપ બની રહ્યું છે. થોડા સમયમાં આપ સૌના ઈનબોક્ષમાં અને બ્લોગના કોમેન્ટબોક્ષમાં આમંત્રણનો મારો થવાનો છે!

   બ) હું પોલીસ નથી. હું એક જાગૃત વાચક છું. બસ.

   ૧) ભુરિયાનો મુદ્દો સાચો જ હતો અને મેં એ બાબત કૉમેન્ટ કરી જ છે. જો કે પાછળથી એક વાક્ય ઉમેરીને મુદ્દાનો ભાવ બદલી નાખવામાં આવ્યો છે!

   ૨) વિમલભાઈના અને શૈલેષભાઈના બ્લોગ બાબત મેં કોઈ જાહેર સ્ટેટમેન્ટ કર્યું નહોતું. હા, ‘ગુજબ્લોગ’ ગ્રૂપમાં પ્રશ્ન પૂછ્યો હતો ખરો. ‘ગુજબ્લોગ’ એ ચોક્કસ વિચારો ધરવાતા સભ્યોનું ખાનગી ગ્રુપ છે.

   ૩.૧) તમે જે કહ્યું છે તે હું કરું જ છું, પોસ્ટની શરૂઆતમાં જ લખ્યું છે.

   ૩.૨) વર્ડપ્રેસને સંખ્યા વધારવામાં રસ છે, એકલ દોકલ ફરિયાદથી કંઈ થતું નથી. હું ‘ગુજબ્લોગ’માં માહિતી આપવાનું કામ કરું જ છું.

   બાકી આપના વિચારો જાણ્યા, સામન્ય બ્લોગરનું કામ એક ઈમેઈલથી પતી જાય છે, ‘ગુજબ્લોગ’માં જાણ કરવાની જરૂર પડતી નથી. સમસ્યા ત્યારે વકરે છે જ્યારે બ્લોગર અણસમજુ, જાડી બુદ્ધિના, જક્કી, પોતાને વધારે પડતા હોશિયાર સમજતા અને પોતાની ભૂલને પોતાનું ક્રિએશન (સર્જન) સમજતા હોય અને એ રીતે તેને પ્રોટેક્ટ કરતા હોય.

   ઢીલાપોચા વિરોધ કરવા કરતાં ન કરવો સારો એમ હું માનું છું.

   • યેસ..મારો હમણાનો જ અંગત અનુભવ છે..મારા બ્લોગ પરથી ઘણી રચનાઓ કોઇએ પોતાના બ્લોગ પર મૂકી હતી..ત્યારે વિનયભાઇએ જાહેરમાં કશું કહ્યા સિવાય મને અંગત મેઇલ કરેલ અને તે ભાઇને પણ અંગત મેઇલ કરેલ..જેના જવાબમાં તે ભાઇએ સોરી કહીને બધી રચનાઓ નીચે મારું નામ લખીને તેની ભૂલ સુધારી લીધી હતી…અને વાત ત્યાં જ પૂરી થઇ હતી. વિનયભાઇએ આ ન જ્ણાવ્યું હોત તો મને તો આવી કશી જાણ પણ કદી ન થાત. વિનયભાઇના આભાર સાથે.ફકત સૌની જાણ માટે..

   • વિનયભાઈ,

    સવિસ્તાર ઉત્તર માટે આભાર!

    જેમ મેં પહેલા પણ કહ્યું, હું આપના કાર્યના વિરોધમાં નથી પણ ક્યારેક ક્યારેક મને આપની વિરોધ કરવાની રીત ગમતી નથી. મેં ફક્ત મારો અભિપ્રાય આપ્યો છે, આપ મારી પદ્ધતિને જ અનુસરો એવો કોઈ આગ્રહ એમાં નથી.

    આપના વિશે મારા મનમાં કોઈ અભાવ નથી અને આશા છે કે આપ પણ મતભેદને મનભેદનું કારણ નહીં બનવા દો.

    આપનો,
    હેમંત

 8. ચોતરા પર તમારી કમેન્ટ પાસ ન થાય તો ‘ચોરટા‘ પર કમેન્ટ કરો.

  નકલને ઉત્તેજન આપનાર ‘ચોતરો’ની નકલ ‘ચોરટા’ને પચાવી શકશે?

  • પ્રયોગ તરીકે સારો ઉપાય છે, ‘ચોતરા’ પર અપ્રુવ ન થયેલી કૉમેન્ટ ‘ચોરટા‘ પર મૂકી છે.

 9. You are Right

 10. કોઈપણ જાતની ટિપ્પણી વિના ફક્ત ને ફક્ત બે હાથ જોડીને વિનવું કે આ આખી વાતનું ‘અચ્યુતમ્ કેશવમ્’ કરો !!

 11. હું બ્લોગ જગતની “ગતિ” & “વિધિઓથી” બહું ઓછો માહિતગાર રહી શકું છું એટલે ચાલતા હેલીકોપ્ટરમાં ચડવાનો પ્રયાસ નથી કરતો પરંતુ આઈ નો વિનયભાઈ & હીઝ એક્ટીવીટી.. એ જે કરે એમાં સાચા માણઓ તો જરૂર સાથ આપશે (“જોયા” અપુનકા કમાલ.. વિનયભાઈને સારા કહેવા માટે લગે હાથ ખુદને સાચા પણ ગણાવી લીધા) 😉

 12. મને ખ્યાલ છે ત્યાં સુધી વિનયભાઈ પહેલાં અંગત ઈમેલ કરીને કોપી-પેસ્ટરને જાણ કરે છે. મારો પણ અનુભવ છે ત્યાં સુધી સીધા-સાદા-નિર્દોષ માણસો જેણે પહેલી વખત આવી ભૂલ અજાણતા કરી છે તેઓ માની જાય છે અને જક્કી અને વધારે પડતા હોંશિયાર માણસો આ વાતને ગણકારતા નથી અને ઉલ્ટા વિનયભાઈને ગળે પડે છે.

  ચોતરાનો અનુભવ તેનું extreme ઉદાહરણ છે.

 13. અમે પણ શાંતિપ્રિય છીએ. કલહથી દૂર ભાગનારા છીએ. પણ અમને કહેવા દો કે: વિનયભાઈ અમુક વખતે આક્રમક હશે પણ એમના જેવા ન હોત તો અમારી જેવા ક્યારના કંટાળીને બ્લોગજગતમાંથી રવાના થઈ ગયા હોત! જૂની વાત જે જાહેર નથી કરી તે આજે પણ જાહેર નથી કરવી. પણ આ ચોતરાજીએ પણ અમને એમની હેસિયત વગરના સવાલો કરીને ડરાવવાના પ્રયાસો કરેલા છે. કારણ માત્ર એટલું જ કે ,અમે કૉપીપેસ્ટને લગતી અવનવી રચનાઓ લખીએ છીએ. જેમાં સીધી જ નહીં પણ આડકતરી રીતે પણ કોઈનો અંગત ઉલ્લેખ કરતા નથી. છતાંય એમને અમે કેમ ધ્યાનમાં આવ્યા એજ અમને સમજાતું નથી. રહી વાત મોટા મોટા મહામંડળની તો એમનો પણ અનુભવ સારો નથી રહ્યો. અમે એમને કોપી કરવાને બદલે લિંક આપવાની વિનંતી કરી તે એમને ના ગમ્યું. કહેવા લાગ્યા કે : આ લોકોનો મફત પ્રચાર કરીએ છે તો પણ આવું કરે છે.
  અમારો પ્રચાર કરવાની મહેરબાની શા માટે ભાઈ? એ પણ મફતમાં? તો પછી જાહેરાતનો ધંધો જ શું ખોટો?
  આ બધું સારું તો નથી જ લાગતું! વિનયભાઈને તો ઘણા વખત પહેલાં જ વગર માંગી સલાહ આપી જ છે કે: શક્તિનો વ્યય ન કરતા. પણ એ વિનય ખત્રી છે. એમને જે ઠીક લાગશે તે કરશે. બસ. જરૂર પડશે તો અમારા બ્લોગ પર લખીશું.
  જય જયકાર કરવો જ હોય તો માતૃભાષાનો કરો. આ કોઈ એવો મુદ્દો નથી કે આટલું બધું જોર દાખવવું પડે! વ્હાલા મિત્રો, દરિયો ખૂંદો દરિયો. ખાબોચિયામાં તરવા જશો તો હાથપગ જ છોલાશે. ભૂંડા લાગશો એ વધારામાં.

 14. vaah, saro timepass che… comments vachavani maza aavi… 😀

Leave a Reply

%d bloggers like this: