Jan 172011
 

પ્રિય મિત્રો,

રવિવાર તા. ૧૬/૧/૨૦૧૧ના ગુજરાત સમાચારની ‘નેટવર્ક’ કૉલમમાં ગુણવંત છોટાલાલ શાહએ પોતાના લેખ સાથે ડૉ. કે. આર. મોમિન ‘અશોક’ના નામે સોનેરી સૂત્રો રજુ કર્યા છે જે આ પ્રમાણે છે…

આ સોનેરી સૂત્રો વાંચીને આપને થયું હોય કે ક્યાંક વાંચ્યા છે તો તમારી ધારણા સાચી છે. આ સૂત્રો તમે ‘ચિત્રલેખા’ની ‘મુખવાસ’ કૉલમમાં ડો. દિલિપ મોદીના નામે વાંચ્યા હતા!!!

મૂળ અંગ્રેજી લખાણ ‘ટિપ્સ ટુ લાઈફ’નો આ બંદાએ કરેલો ગુજરાતી અનુવાદ જીવન જીવવાની જડીબુટ્ટી‘ બહુ વંચાયો, ગમ્યો, ફોર્વર્ડ થયો અને કેટલાય નામી-અનામી બ્લૉગ પર મૂકાયો.

ડૉ. દિલીપભાઈ મોદી પછી આ બીજા ડૉક્ટર છે જેમણે કોઈકનું લખેલું લખાણનું કોઈકે કરેલું ભાષાંતરને પોતાના પ્રિસ્ક્રિપશન તરીકે છપાવ્યું છે!

ગુજરાત સમાચારના નેટવર્ક કૉલમના લેખક શ્રી ગુણવંતભાઈ છોટાલાલ શાહનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે…!

  2 Responses to “સોનેરી સૂત્રો, પાળો અને સંઘરો – નેટવર્ક”

  1. ગુજરાત સમાચારનો સંપર્ક કરવામાં સફળતા મળશે એવું મને તો લાગતું નથી. ચિત્રલેખાએ પણ ક્યાં આ વાતની સ્પષ્ટતા કરી હતી. અને ત્યારે ચિત્રલેખાના તંત્રી પાસે પણ ક્યાં સમય હતો. જ્યારે આ પ્રકારની ફરીયાદ હોય છે ત્યારે અખબારવાળા અને મેગેઝિનોવાળા બીઝી થઈ જાય છે.

  2. ખુબ જ સોનેરી સુત્રો. જીવનમાં અપનાવીએ તો જીવનમાં ક્યાંય દુખ ઉભું ન થાય. બલ્કે આનંદ અને સંતોષ રહે.
    પ્રવીણ શાહ

Leave a Reply

%d bloggers like this: