May 052008
 

જાપાન મેનેજેમેન્ટની યાદગાર સમસ્યા:

આજે આપણે વાત કરવાના છીએ જાપાનની સાબુ બનાવતી એક કંપનીની સમસ્યા વિશે. વાત છે ‘ખાલી ખોખા’ની ફરિયાદ વિશે. ગ્રાહકની ફરિયાદ એ હતી કે ક્યારેક ક્યારેક સાબુના ખોખા ખાલી નીકળે છે, અંદર સાબુ હોતો નથી! આ ફરિયાદને કારણે કંપનીની શાખ જોખમાઇ. કંપની તરત જ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો. સાબુ બનાવવાના યંત્રમાં ક્યારેક એવું થતું કે કોઇક ખોખું ખાલી રહી જતું અને તેમાં સાબુ ભરાતા નહીં. સમસ્યા સમજ્યા પછી એન્જિનિયરો દિવસ-રાત કામે લાગી ગયા અને કેટલાક દિવસોની સખત મહેનત અને સારા એવા ખર્ચ પછી અંત્યંત આધુનિક ક્ષ-કિરણો વડે ચકાસણી કરવાનું મોટા મોનિટર વાળું યંત્ર બનાવ્યું અને એક માણસને તેના નિરિક્ષણ માટે મૂક્યો. ખાલી ખોખાની સમસ્યા નિવારી શકાઈ હતી.

આવીજ સમસ્યા જાલંધરની એક સાબુ ફેકટરીમાં થઈ. એક સરદારજીએ મોટો પંખો લાવીને સાબુ બનાવવાના યંત્ર પાસે મૂકી દીધો. હવાના કારણે ખાલી ખોખા નીચે પડી જતા અને સાબુ વાળા ખોખા આગળ વધતા…

  6 Responses to “સમસ્યા એક ઉપાય બે!”

  1. કંઇ ગરબડ થઇ લાગે છે.. આ સમસ્યાનો ઉકેલ જાપાનની કંપનીએ પંખો મુકીને લાવ્યો હતો…

  2. Do not underestimate sardarji. You may joke on them but they are very
    respected and wise comunity.

  3. આ તો સરદારજીની પ્રશંસા છે.

    અને, જે કોમ્યુનિટી જોક સહન કરી શકે છે – તે મહાન છે. પારસીઓ, સરદારજીઓ — બન્ને પર સૌથી વધુ જોક્સ હશે, પણ બન્ને કોમ ખૂબ જ આગળ પડતી છે.

  4. @ કાર્તિક મિસ્ત્રી

    “આ તો સરદારજીની પ્રશંસા છે”
    – કેમ પ્રશંસા ન કરાય? ફક્ત મજાક જ કરાય?

    “અને, જે કોમ્યુનિટી જોક સહન કરી શકે છે – તે મહાન છે”
    – તો તો આવતી કાલે હું પણ મહાન થઇ જઇશ, કેમ કે આવતીકાલના જોક્સ મારા ઉપર છે!

    🙂

  5. ફિલ્મ થ્રી ઇડિયટ્સમાં રશિયન અવકાશયાત્રીવાળી વાત રજૂ કરવામાં આવી હતી. અમેરિકનોએ અવકાશમાં લખી શકાય તેવી પેનની શોધખોળ પાછળ વર્ષો લગાડ્યાં જ્યારે રશિયનો તે વખતે પેન્સિલ લઈને અવકાશમાં ગયા હતા.

  6. આ તો ગુગલી ફેકીને આઉટ કરી દીધા 🙂

Leave a Reply

%d bloggers like this: