Mar 262016
 

પ્રિય મિત્રો,

૮૫/૩૬૬

સોસિયલ મિડિયામાં જાત જાતની ધુપ્પલ અને અફવાના પડિકાં ફરતાં હોય છે અને લોકો તેને સાચા માની પોતાના સગા/મિત્ર/વર્તુળમાં ફેરવતા હોય છે. આવો જ એક ફોટો આજે મને મેસેજમાં આવ્યો જેમાં સાત મોઢાવાળો નાગ કોઈ હાયવે પર દેખાયો એવો દાવો કરવામાં આવ્યો હતો.

seven-headed-snake

મને ફોટોશોપ વડે શું શું થઈ શકે તેની ખબર છે એટલે તરત જ કહ્યું કે આ ફોટોશોપ નામના સોફ્ટ્વેર વડે કરાયેલી કરામાત છે. ઈન્ટરનેટને ખૂણેખાંચરે ખાંખાખોળા કરતાં ત્રણ મોઢાવાળો સાપ અને ઓરિજિનલ એક મોઢાવાળો સાપ પણ મળી આવ્યા…!

three-headed-snake

મૂળ ફોટો :

cobra-original

પુરક માહિતી અને ચિત્ર સૌજન્ય – હોક્ષ સ્લાયર

આવો જ એક બીજો પાંચ મોઢાવાળા નાગનો ફોટો પણ ફરે છે તે પણ ખોટો છે, આ જુઓ.

– વિનય ખત્રી

Leave a Reply

%d bloggers like this: