Jul 292008
 

wikipedia photo પ્રિય મિત્રો,

ગઈ કાલે આપણે વાઘના મંદિરમાં આંટો મારી આવ્યા, આજે જઈએ હવામાં ચાલવા.

‘ધ ગ્રાન્ડ કેનન સ્કાય વૉક’ પર્યટકો માટેનું આકર્ષણનું કેન્દ્ર છે. તે અમેરિકાના અરિઝોના રાજ્યમાં આવેલી કોલોરાડો નદીના કિનારે ગ્રાન્ડ કેનનની ધાર પર આવેલું છે. લાસ વેગાસથી ૧૯૦ કિમી.ના અંતરે આવેલું આ સ્કાય વૉક ૨૦મી માર્ચ ૨૦૦૭ના જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું હતું. ઘોડાની નાળના આકારનું આ સ્કાયવૉક ૪,૪૦૦ફૂટ ઊંચું છે અને તે ૪ ઈંચ જાડા કાચનું બનેલું છે અને તે ૭૦ ટન જેટલું એટલે કે ૮૦૦માણસોનું વજન ખમી શકે તેટલી ક્ષમતા વાળું છે.

આ સ્કાયવૉકનું બાંધકામ માર્ચ ૨૦૦૪માં શરુ થયું હતું. આ બાંધકામ ૮ જેટલા રીચર સ્કેલના ધરતીકંપ અને ૧૬૦ કિમી.ની ઝડપે ફુંકાતા પવનની સામે ટકી શકે તેવું મજબુત બનાવવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે વિકિપિડિયાનો લેખ વાંચવા અહીં ક્લિક કરો અને વધુ ફોટા જોવા માટે (ફ્લિકર પર) અહીં ક્લિક કરો.

  5 Responses to “ચાલો ફરવા – હવામાં ચાલવા!”

  1. તમારી આજન પોસ્ટ ઘણીજ સરસ લાગી.

  2. આ જોવા ચલો

  3. ખૂબ સરસ માહિતી
    અમને પણ સફર કરાવવા બદલ ધન્યવાદ

  4. લિન્ક પરના અન્ય ફોટાઓ પણ ખુબ સરસ જોવા લાયક છે.

  5. ફરવાની મજા આવે એમ છે.. પણ મારે તો જરાક વધારે ઉચુ જાવુ છે..આકાશમા….

    તો જુઓ આ પોસ્ટ..

    http://alwaysthankgod.blogspot.com/2008/07/blog-post_31.html

%d bloggers like this: